________________
ર
શ્રીમદ્ રાજચંદ્ર સંભવ છે. તથાપિ ત્રણ ત્રણ ચાર ચાર દિવસને અંતરે તમો અથવા શ્રી ડુંગર કંઈ જ્ઞાનવાર્તા લખવાનું નિયમિતપણે રાખશે. અને અત્રથી ઉત્તર લખવામાં કંઈ નિયમિતતા તે પરથી ઘણું કરીને થઈ શકશે.
ત્રિવિધ ત્રિવિધ નમસ્કાર.
મુંબઈ, ફાગણ સુદ ૧, ૧૯૫૨
૩ સદૂગુરુપ્રસાદ જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થમૂળ હોય છે, તે પણ જે દિવસે ઉદય પણ આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય છે. | સર્વ દુઃખથી મુક્ત થવાને સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે, તે જ્ઞાની પુરુષનાં વચન સાચાં છે, અત્યંત સાચાં છે.
જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી.
તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ એવા સદ્ગુરુદેવને નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે, એમાં સંશય નથી. તે આશ્રયને વિયેગ હોય ત્યારે આશ્રયભાવના નિત્ય કર્તવ્ય છે.
ઉદયને વેગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ ઉપદેશકાર્ય કરવું પડતું હોય તે વિચારવાન મુમુક્ષુ પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત એવા પુરુષની ભક્તિ, સપુરુષના ગુણગ્રામ, સપુરુષ પ્રત્યે પ્રભેદભાવના અને પુરુષ પ્રત્યે અવિરધભાવના લેકેને ઉપદેશે છે, જે પ્રકારે મતમતાંતરને અભિનિવેશ ટળે, અને સત્પષનાં વચન ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય તેમ કરે છે. વર્તમાનકાળમાં તે પ્રકારની વિશેષ હાનિ થશે એમ જાણી જ્ઞાની પુરુષોએ આ કાળને દુષમકાળ કહ્યો છે, અને તેમ પ્રત્યક્ષ દેખાય છે.
સર્વ કાર્યમાં કર્તવ્ય માત્ર આત્માર્થ છે; એ સંભાવના નિત્ય મુમુક્ષુ જીવે કરવી યોગ્ય છે.
૬૭૧ મુંબઈ, ફાગણ સુદ ૩, રવિ, ૧લ્પર તમારે કાગળ એક આજે મળ્યો છે. તે કાગળમાં શ્રી ડુંગરે જે પ્રશ્નો લખાવ્યા છે તેના વિશેષ સમાધાન અર્થે પ્રત્યક્ષ સમાગમ પર લક્ષ રાખવા ગ્ય છે.
પ્રશ્નોથી ઘણે અંતેષ થયે છે. જે પ્રારબ્ધના ઉદયથી અત્રે સ્થિતિ રહે છે, તે પ્રારબ્ધ છે પ્રકારે વિશેષ કરી વેદાય તે પ્રકારે વર્તાય છે. અને તેથી વિસ્તારપૂર્વક પત્રાદિ લખવાનું ઘણું કરીને થતું નથી.
શ્રી સુંદરદાસજીના ગ્રંથે પ્રથમથી તે છેવટ સુધી અનુક્રમે વિચારવાનું થાય તેમ હાલ કરશો, તે કેટલાક વિચારનું સ્પષ્ટીકરણ થશે. પ્રત્યક્ષ સમાગમે ઉત્તર સમજાવા યોગ્ય હોવાથી કાગળ દ્વારા માત્ર પાંચ લખી છે. એ જ.
- ભક્તિભાવે નમસ્કાર.
૬૭ર
મુંબઈ, ફાગણ સુદ ૧૦, ૧૯૫૨
છે. સદૂગુરુપ્રસાદ આત્માથી શ્રી ભાગ તથા શ્રી ડુંગર પ્રત્યે, શ્રી સાયલા.
વિસ્તારપૂર્વક કાગળ લખવાનું હાલમાં થતું નથી, તેથી ચિત્તમાં વૈરાગ્ય ઉપશમાદિ વિશેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org