SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ર૯ મું ૬૬૫ ૪૯૧ મુંબઈ, પિષ વદ ૯, ગુરુ, ૧લ્પર દેહાભિમાનરહિત એવા પુરુષોને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર જ્ઞાની પુરુષોએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટ પણે કહ્યું છે, અને ફરી ફરી તે ત્યાગને ઉપદેશ કર્યો છે, અને ઘણું કરી પોતે પણ એમ વર્યા છે, માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેની સંક્ષેપવૃત્તિ જોઈએ, એમાં સંદેહ નથી. આરંભ પરિગ્રહને ત્યાગ કયા કયા પ્રતિબંધથી જીવ ન કરી શકે, અને તે પ્રતિબંધ કયા પ્રકારે ટાળી શકાય એ પ્રકારે મુમુક્ષુ જીવે પિતાના ચિત્તમાં વિશેષ વિચાર–અંકુર ઉત્પન્ન કરી કંઈ પણ તથારૂપ ફળ આણવું ઘટે. જે તેમ કરવામાં ન આવે તે તે જીવને મુમુક્ષતા નથી, એમ પ્રાયે કહી શકાય. આરંભ અને પરિગ્રહનો ત્યાગ કયા પ્રકારે થયેલ હોય તે યથાર્થ કહેવાય તે પ્રથમ વિચાર કરી પછી ઉપર કહ્યો તે વિચાર–અંકુર મુમુક્ષુ જીવે પોતાના અંતઃકરણમાં અવશ્ય ઉત્પન્ન કર ગ્ય છે. તથારૂપ ઉદયથી વિશેષ લખવાનું હાલમાં બની શકતું નથી. ૬૬૬ મુંબઈ, પિષ વદ ૧૨, રવિ, ૧૯૫૨ ઉત્કૃષ્ટ સંપત્તિનાં ઠેકાણું જે ચક્રવર્યાદિ પદ તે સર્વ અનિત્ય દેખીને વિચારવાન પુરુષો તેને છેડીને ચાલી નીકળ્યા છે; અથવા પ્રારબ્ધદયે વાસ થયે તેપણ અમૂછિતપણે અને ઉદાસીનપણે તેને પ્રારબ્ધદય સમજીને વર્યા છેઅને ત્યાગને લક્ષ રાખે છે. ૬૬૭ મુંબઈ, પિષ વદ ૧૨, રવિ, ૧૫ર મહાત્મા બુદ્ધ (ગૌતમ) જરા, દારિત્ર્ય, રોગ અને મૃત્યુ એ ચારને એક આત્મજ્ઞાન વિના અન્ય સર્વ ઉપાયે અજિત દેખી, જેને વિષે તેની ઉત્પત્તિને હેતુ છે, એવા સંસારને છોડીને ચાલ્યા જતા હવા. શ્રી કષભાદિ અનંત જ્ઞાની પુરુષોએ એ જ ઉપાય ઉપાસ્યા છે અને સર્વ જીને તે ઉપાય ઉપદે છે. તે આત્મજ્ઞાન દુર્ગમ્ય પ્રાયે દેખીને નિષ્કારણ કરુણશીલ એવા તે સપુરુષેએ ભક્તિમાર્ગ પ્રકા છે, જે સર્વ અશરણને નિશ્ચળ શરણરૂપ છે, અને સુગમ છે. ૬૬૮ મુંબઈ, માહ સુદ ૪, રવિ, ૧૫ર પત્ર મળ્યું છે. અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને વેગે સૌથી સુલભપણે જણવા યોગ્ય છે, એમાં સંશય નથી. સત્સંગનું માહાસ્ય સર્વ જ્ઞાની પુરુષોએ અતિશય કરી કહ્યું છે, તે યથાર્થ છે. એમાં વિચારવાનને કઈ રીતે વિક૯પ થવા યોગ્ય નથી. હાલ તરતમાં સમાગમ સંબંધી વિશેષ કરી લખવાનું બની શકવા ગ્ય નથી. ૬૬૯ મુંબઈ, માહ વદ ૧૧, રવિ, ૧૯૫૨ અત્રેથી વિગતવાર કાગળ મળતાં હાલ વિલંબ થાય છે. તેથી પ્રશ્નાદિ લખવાનું બનતું નથી, એમ આપે લખ્યું છે તે યોગ્ય છે. પ્રાપ્ત પ્રારબ્ધદયને લીધે પત્ર લખવામાં અત્રથી વિલંબ થવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy