________________
વર્ષ ૨૮ મું
નથી; કેમકે બહુ વિચાર કરતાં વર્તમાનમાં તે તેવા સંભવ થાય છે, અને તે કારણથી સમાગમથી કેટલેક વખત દૂર રહેવાનું ચિત્ત રહ્યા કરે છે; તેમ જ પત્રાદિ દ્વારા પ્રતિબંધની પણ નિરિચ્છા રહ્યા કરે છે. આ વાત પ્રત્યે યથાશક્તિ વિચાર કરવા યેાગ્ય છે. પ્રશ્ન-સમાધાનાદિ લખવાને ઉદય પણ અલ્પ વર્તતા હેાવાથી પ્રવૃત્તિ થઈ શકતી નથી. તેમ જ વ્યાપારરૂપ ઉદયને વેદવામાં લક્ષ વિશેષ રાખ્યાથી પણ તેના આ કાળમાં ઘણા ભાર આ થઈ શકે; એમ વિચારથી પણ બીજા પ્રકાર તેની સાથે આવતા જાણીને પણ સંક્ષેપે પ્રવર્તાય છે. આગળ જણાવ્યું તે પ્રમાણે વળતી વખતે ઘણું કરી સમાગમ થવાના લક્ષ રાખીશ.
એક વિનંતિ અત્રે કરવા ચેાગ્ય છે કે આ આત્મા વિષે તમને ગુણવ્યક્તત્વ ભાસતું હાય, અને તેથી અંતરમાં ભક્તિ રહેતી હાય તા તે ભક્તિ વિષે યથાયાગ્ય વિચાર કરી જેમ તમને યેાગ્ય લાગે તેમ કરવા યોગ્ય છે; પણ બહાર આ આત્મા સંબંધી હાલ કંઈ પ્રસંગ ચર્ચિત થવા દેવા યાગ્ય નથી; કેમકે અવિરતિરૂપ ઉદય હોવાથી ગુણવ્યક્તત્વ હોય તેપણ લોકોને ભાસ્યમાન થવું કઠણ પડે; અને તેથી વિરાધના થવાના કંઈ પણ હેતુ થાય; તેમ જ પૂર્વ મહાપુરુષના અનુક્રમનું ખંડન કરવા જેવું પ્રવર્તન આ આત્માથી કંઈ પણ થયું ગણાય.
૪૭૭
આ પત્ર પર યથાશક્તિ વિચાર કરશેા અને તમારા સમાગમવાસી જે કોઇ મુમુક્ષુ ભાઈએ હોય તેમને હાલ નહીં, પ્રસંગે પ્રસંગે એટલે જે વખતે તેમને ઉપકારક થઈ શકે તેવું સંભવતું હોય ત્યારે આ વાત પ્રત્યે લક્ષિત કરશે. એ જ વિનંતિ.
૨૨
મુંબઈ, અસાડ વદ ૦)), ૧૯૫૧ ‘અનંતાનુબંધી’ને ૧ીજો પ્રકાર લખ્યા છે તે વિષે વિશેષાર્થે નીચે લખ્યાથી જાણશે ઉદયથી અથવા ઉદાસભાવસંયુક્ત મંપરિણતબુદ્ધિથી ભાગાદિને વિષે પ્રવૃત્તિ થાય ત્યાં સુધીમાં જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે, પણ જ્યાં ભાગાદિને વિષે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશતા સંભવે નહીં, નિર્ભયપણે ભાગપ્રવૃત્તિ સંભવે. જે નિર્ધ્વસ પરિણામ કહ્યાં છે; તેવાં પરિણામ વર્તે ત્યાં પણ ‘અનંતાનુબંધી’ સંભવે છે. તેમ જ ‘હું સમજું છું”, ‘મને ખાધ નથી', એવા ને એવા અમમાં રહે, અને ભાગથી નિવૃત્તિ ઘટે છે, અને વળી કંઇ પણ પુરુષત્વ કરે તેા થઇ શકવા યેાગ્ય છતાં પણ મિથ્યાજ્ઞાનથી જ્ઞાનદશા માની ભાગાદિકમાં પ્રવર્તના કરે ત્યાં પણ અનંતાનુબંધી' સંભવે છે.
જાગ્રતમાં જેમ જેમ ઉપયાગનું શુદ્ધપણું થાય, તેમ તેમ સ્વદેશાનું પરિક્ષીણપણું સંભવે.
૬૨૩ મુંબઈ, શ્રાવણ સુદ ૨, બુધ, ૧૯૫૧
આજે પત્તુ મળ્યું છે. વવાણિયે જતાં તથા ત્યાંથી વળતાં સાયલે થઈ જવા વિષે વિશેષતાથી લખ્યું, તે વિષે શું લખવું? તેના વિચાર યથાસ્પષ્ટ નિશ્ચયમાં આવી શકચો નથી, તેપણ સ્પષ્ટાસ્પષ્ટ જે કંઈ આ પત્ર લખતી વખતે ઉપયોગમાં આવ્યું તે લખ્યું છે.
આપના આજના પત્તામાં અમારા લખેલા જે પત્રની આપે પહેાંચ લખી છે તે પત્ર પર વધારે વિચાર કરવા યેાગ્ય હતા, અને એમ લાગતું હતું કે આપ તેના પર વિચાર કરશે! તે સાયલે આવવા સંબંધીમાં હાલ અમારી ઇચ્છાનુસાર રાખશે. પણ આપના ચિત્તમાં એ વિચાર વિશેષ કરીને થવા પહેલાં આ પત્તું લખવાનું બન્યું છે. વળી આપના ચિત્તમાં જતી વખતે સમાગમની ૧. પત્રાંક ૬૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org