________________
૪૭૬
શ્રીમદ્ રાજચંદ્ર પ્રવર્તવા યોગ્ય છે, એવી અખંડ શિક્ષા પ્રતિબોધે છે. તેમ જ જિન જેવાએ જે પ્રતિબંધની નિવૃત્તિ માટે પ્રયત્ન કર્યું, તે પ્રતિબંધમાં અજાગૃત રહેવા યોગ્ય કઈ જીવ ન હોય એમ જણાવ્યું છે, તથા અનંત આત્માર્થને તે પ્રવર્તનથી પ્રકાશ કર્યો છે, જેવા પ્રકાર પ્રત્યે વિચારનું વિશેષ સ્થિરપણું વર્તે છે, વતવું ઘટે છે.
જે પ્રકારનું પૂર્વપ્રારબ્ધ ભગવ્ય નિવૃત્ત થવા યોગ્ય છે, તે પ્રકારનું પ્રારબ્ધ ઉદાસીનપણે વેદવું ઘટે; જેથી તે પ્રકાર પ્રત્યે પ્રવર્તતાં જે કંઈ પ્રસંગ પ્રાપ્ત થાય છે, તે તે પ્રસંગમાં જાગૃત ઉપયોગ ન હોય, તે જીવને સમાધિવિરાધના થતાં વાર ન લાગે. તે માટે સર્વ સંગભાવને મૂળપણે પરિણમી કરી, ભેગવ્યા વિના ન છૂટી શકે તેવા પ્રસંગ પ્રત્યે પ્રવૃત્તિ થવા દેવી ઘટે, તે પણ તે પ્રકાર કરતાં સર્વાશ અસંગતા જન્મે તે પ્રકાર ભજવો ઘટે.
કેટલાક વખત થયાં સહજ પ્રવૃત્તિ અને ઉદીરણ પ્રવૃત્તિ એમ વિભાગે પ્રવૃત્તિ વર્તે છે. મુખ્યપણે સહજ પ્રવૃત્તિ વર્તે છે. સહજપ્રવૃત્તિ એટલે પ્રારબ્ધદયે ઉદ્ભવ થાય છે, પણ જેમાં કર્તવ્ય પરિણામ નહીં. બીજી ઉદીરણ પ્રવૃત્તિ જે પરાર્થાદિ યોગે કરવી પડે છે. હાલ બીજી પ્રવૃત્તિ થવામાં આત્મા સંક્ષેપ થાય છે, કેમકે અપૂર્વ એવા સમાધિગને તે કારણથી પણ પ્રતિબંધ થાય છે, એમ સાંભળ્યું હતું તથા જાણ્યું હતું અને હાલ તેવું સ્પષ્ટાર્થે વેધું છે. તે તે કારણથી વધારે સમાગમમાં આવવાનું, પત્રાદિથી કંઈ પણ પ્રશ્નોત્તરાદિ જણાવવાનું, તથા બીજા પ્રકારે પરમાર્યાદિ લખવા કરવાનું પણ સંક્ષેપ થવાના પર્યાયને આત્મા ભજે છે. એવા પર્યાયને ભજ્યા વિના અપૂર્વ સમાધિને હાનિ સંભવતી હતી. એમ છતાં પણ થવાયેગ્ય એવી સંક્ષેપ પ્રવૃત્તિ થઈ નથી.
અત્રેથી શ્રાવણ સુદ ૫-૬ના નીકળવાનું થવા સંભવ છે, પણ અહીંથી જતી વખતે સમાગમને વેગ થઈ શકવા ગ્ય નથી. અને અમારા જવાના પ્રસંગ વિષે હાલ તમારે બીજા કોઈ પ્રત્યે પણ જણાવવાનું વિશેષ કારણ નથી, કેમકે જતી વખતે સમાગમ નહીં કરવા સંબંધમાં કંઈ તેમને સંશય પ્રાપ્ત થવાનો સંભવ થાય, જેમ ન થાય તે સારું. એ જ વિનંતિ.
૬૨૧ મુંબઈ, આષાડ વદ ૦)), સેમ, ૧૯૫૧ તમને તથા બીજા કોઈ સત્સમાગમની નિષ્ઠાવાળા ભાઈઓને અમારા સમાગમ વિષે જિજ્ઞાસા રહે છે તે પ્રકાર જાણ્યામાં રહે છે, પણ તે વિષે, અમુક કારણે પ્રત્યે, વિચાર કરતાં પ્રવૃત્તિ થતી નથી, જે કારણ જણાવતાં પણ ચિત્ત સંક્ષેપ થાય છે. જોકે કંઈ પણ તે વિષે સ્પષ્ટાર્થથી લખવાનું બન્યું હોય તે પત્ર તથા સમાગમાદિની રાહ જોયા કરાવ્યાનું અને તેમાં અનિશ્ચિતપણું થતું હોવાથી કંઈ લેશ પ્રાપ્ત થવા દેવાનું જે અમારા પ્રત્યેથી થાય છે તે થવાને સંભવ ઓછો થાય, પણ તે વિષે સ્પષ્ટાર્થથી લખતાં પણ ચિત્ત ઉપશમ પામ્યા કરે છે, એટલે સહજે કાંઈ થાય તે થવા દેવું ગ્ય ભાસે છે.
- વવાણિયેથી વળતી વખત ઘણું કરી સમાગમને વેગ થશે. ઘણું કરી ચિત્તમાં એમ રહ્યા કરે છે કે હાલ વધારે સમાગમ પણ કરી શકવા ગ્ય દશા નથી. પ્રથમથી આ પ્રકારને વિચાર રહ્યા કરતું હતું, અને જે વિચાર વધારે શ્રેયકારક લાગતું હતું, પણ ઉદયવશાત્ કેટલાક ભાઈઓને સમાગમ થવાને પ્રસંગ થયે; જે એક પ્રકારે પ્રતિબંધ થવા જેવું જાણ્યું હતું, અને હાલ કંઈ પણ તેવું થયું છે, એમ લાગે છે. વર્તમાન આત્મદશા જોતાં તેટલે પ્રતિબંધ થવા દેવા ગ્ય અધિકાર મને સંભવ નથી. અત્રે કંઈક પ્રસંગથી સ્પષ્ટાર્થ જણાવવા યોગ્ય છે.
આ આત્માને વિષે ગુણનું વિશેષ વ્યક્તિત્વ જાણું તમ વગેરે કોઈ મુમુક્ષુ ભાઈઓની ભક્તિ વર્તતી હેય તે પણ તેથી તે ભક્તિની યેગ્યતા મારે વિષે સંભવે છે એમ સમજવાને ગ્યતા મારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org