SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ શ્રીમદ્ રાજચંદ્ર વિશેષ ઈચ્છા રહે છે. તે તે ઇચ્છાની ઉપેક્ષા કરવાને મારી ગ્યતા નથી. આવા કઈ પ્રકારમાં તમારા પ્રત્યે આશાતના થવા જેવું થાય, એવી બીક રહે છે. હાલ આપની ઈચ્છાનુસાર સમાગમ માટે તમે, શ્રી ડુંગર તથા શ્રી લહેરાભાઈનો આવવાને વિચાર હોય તે એક દિવસ મૂળી રેખાઈશ. અને બીજે દિવસે જણાવશે તે મૂળીથી જવાને વિચાર રાખીશ. વળતી વખતે સાયલે ઊતરવું કે કેમ તેને તે સમાગમમાં તમારી ઈચ્છાનુસાર વિચાર કરીશ. મૂળી એક દિવસ રેકાવાનો વિચાર જે રાખે છે તે સાયલે એક દિવસ રોકાવામાં અડચણ નથી, એમ આપ નહીં જણાવશો કેમકે એમ વર્તવા જતાં ઘણા પ્રકારના અનુક્રમનો ભંગ થવા સંભવ છે. એ જ વિનંતિ. ૬૨૪ મુંબઈ, શ્રાવણ સુદ ૩, ગુરુ, ૧૫૧ કોઈ દશાભેદથી અમુક પ્રતિબંધ કરવાની મારી ગ્યતા નથી. બે પત્ર પ્રાપ્ત થયાં છે. આ પ્રસંગે સમાગમ સંબંધી પ્રવૃત્તિ થઈ શકવા ગ્ય નથી. વિવાણિયા, શ્રાવણ સુદ ૧૦, ૧૯૫૧ ૬૨૫ પર્યાય છે તે પદાર્થનું વિશેષ સ્વરૂપ છે, તે માટે મન:પર્યવજ્ઞાન પણ પર્યાયાર્થિક જ્ઞાન ગણી વિશેષ એવા જ્ઞાનોપયેગમાં ગયું છે તેને સામાન્ય ગ્રહણરૂપ વિષય નહીં ભાસવાથી દર્શનેપગમાં ગયું નથી, એમ સોમવારે બપોરે જણાવવું થયું હતું તે પ્રમાણે જૈનદર્શનને અભિપ્રાય પણ આજે જે છે. આ વાત વધારે સ્પષ્ટ લખવાથી સમજવાનું થઈ શકે તેવી છે, કેમકે તેને કેટલાંક દૃષ્ટાંતાદિકનું સહચારીપણું ઘટે છે, તથાપિ અત્રે તે તેમ થવું અશક્ય છે. મન પર્યવસંબંધી લખ્યું છે તે પ્રસંગ, ચર્ચવાની નિષ્ઠાથી લખ્યું નથી. સોમવારે રાત્રે આશરે અગિયાર વાગ્યા પછી જે કંઈ મારાથી વચનગનું પ્રકાશવું થયું હતું તેની સ્મૃતિ રહી હોય તે યથાશક્તિ લખાય તે લખશે. ૬૨૬ વવાણિયા, શ્રાવણ સુદ ૧૨, શુક, ૧૯૫૧ નિમિત્તવાસી આ જીવ છે, એવું એક સામાન્ય વચન છે. તે સંગપ્રસંગથી થતી જીવની પરિણતિ વિષે જોતાં પ્રાયે સિદ્ધાંતરૂપ લાગી શકે છે. સહજામસ્વરૂપે યથા. - ૬૨૭ વવાણિયા, શ્રાવણ સુદ ૧૫, સેમ, ૧૯૫૧ આત્માર્થે વિચારમાર્ગ અને ભક્તિમાર્ગ આરાધવા યોગ્ય છે, પણ વિચારમાર્ગને વેગ્ય જેનું સામર્થ્ય નથી તેને તે માર્ગ ઉપદેશ ન ઘટે એ વગેરે લખ્યું છે, તે એગ્ય છે તે પણ તે વિષે કંઈ પણ લખવાનું ચિત્તમાં હાલ આવી શકતું નથી. - શ્રી ડુંગરે કેવળદર્શન સંબંધી જણાવેલી આશંકા લખી તે વાંચી છે. બીજા ઘણા પ્રકાર સમજાયા પછી તે પ્રકારની આશંકા શમાય છે, અથવા તે પ્રકાર સમજવા ગ્ય ઘણું કરીને થાય છે. એવી આશંકા હાલ સંક્ષેપ કરી અથવા ઉપશાંત કરી વિશેષ નિકટ એવા આત્માર્થનો વિચાર કરે ઘટે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org www.jainelibrary
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy