________________
૪૬૪
શ્રીમદ્ રાજચંદ્ર સંપૂર્ણ આત્મસ્વરૂપ કોઈ પણ પુરુષને વિષે પ્રગટવું જોઈએ, એ આત્માને વિષે નિશ્ચય પ્રતીતિભાવ આવે છે અને તે કેવા પુરુષને વિષે પ્રગટવું જોઈએ, એમ વિચાર કરતાં જિન જેવા પુરુષને પ્રગટવું જોઈએ એમ સ્પષ્ટ લાગે છે. કોઈને પણ આ સૃષ્ટિમંડળને વિષે આત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રગટવા યોગ્ય હોય તે શ્રી વર્તમાન સ્વામીને વિષે પ્રથમ પ્રગટવા ગ્ય લાગે છે, અથવા તે દશાના પુરુષોને વિષે સૌથી પ્રથમ સંપૂર્ણ આત્મસ્વરૂપ–
[ અપૂર્ણ ] ૫૯૮ મુંબઈ, વૈશાખ વદ ૧૦, રવિ, ૧૫૧
પરમ સનેહી શ્રી ભાગ પ્રત્યે નમસ્કારપૂર્વક – શ્રી સાયલા.
આજે પત્ર ૧ મળ્યું છે.
અલ્પકાળમાં ઉપાધિ રહિત થવા ઈચ્છનારે આત્મપરિણતિને કયા વિચારમાં આવી ઘટે છે કે જેથી તે ઉપાધિરહિત થઈ શકે? એ પ્રશ્ન અમે લખ્યું હતું. તેના ઉત્તરમાં તમે લખ્યું કે “જ્યાં સુધી રાગબંધન છે ત્યાં સુધી ઉપાધિરહિત થવાતું નથી, અને તે બંધન આત્મપરિણતિથી ઓછું પડી જાય તેવી પરિણતિ રહે તે અલ્પકાળમાં ઉપાધિરહિત થવાય.’ એ પ્રમાણે ઉત્તર લખે તે યથાર્થ છે. અહીં પ્રશ્નમાં વિશેષતા એટલી છે કે “પરાણે ઉપાધિ પ્રાપ્ત થતું હોય, તે પ્રત્યે રાગદ્વેષાદિ પરિણતિ ઓછી હોય, ઉપાધિ કરવા ચિત્તમાં વારંવાર ખેદ રહેતું હોય, અને તે ઉપાધિને ત્યાગ કરવામાં પરિણામ રહ્યાં કરતાં હોય, તેમ છતાં ઉદયબળથી ઉપાધિપ્રસંગ વર્તતે હોય તે તે શા ઉપાયે નિવૃત્ત કરી શકાય ? એ પ્રશ્ન વિષે જે લક્ષ પહોંચે તે લખશે.
“ભાવાર્થપ્રકાશ” ગ્રંથ અમે વાંચ્યું છે, તેમાં સંપ્રદાયના વિવાદનું કંઈક સમાધાન થઈ શકે એવી રચના કરી છે, પણ તારતમ્ય વાસ્તવ જ્ઞાનવાનની રચના નથી; એમ મને લાગે છે.
શ્રી ડુંગરે “અને પુરુષ એક વરખ છે એ સો લખાવ્યો તે વાંચ્યું છે. શ્રી ડુંગરને એવા સયાને વિશેષ અનુભવ છે, તથાપિ એવા સયામાં પણ ઘણું કરીને છાયા જે ઉપદેશ દેવામાં આવે છે, અને તેથી અમુક નિર્ણય કરી શકાય, અને કદી નિર્ણય કરી શકાય તે તે પૂર્વાપર અવિધ રહે છે, એમ ઘણું કરીને લક્ષમાં આવતું નથી. જીવના પુરુષાર્થધર્મને કેટલીક રીતે એવી વાણી બળવાન કરે છે, એટલે તે વાણીને ઉપકાર કેટલાક જીવો પ્રત્યે થવા સંભવે છે.
શ્રી નવલચંદનાં હાલ બે પત્તાં અત્રે આવ્યાં હતાં, કંઈક ધર્મ પ્રકારને જાણવા વિષે હાલ
શ થઈ છે, તથાપિ તે અભ્યાસવત્ અને દ્રવ્યાકાર જેવી હાલ સમજવી એગ્ય છે. જે કોઈ પૂર્વના કારણગથી એ પ્રકાર પ્રત્યે તેમને લક્ષ વધશે તે ભાવપરિણામે ધર્મવિચાર કરવાનું બની શકે એ તેને ક્ષપશમ છે.
તમારા આજના પત્રમાં છેવટે શ્રી ડુંગરે જે સાખી લખાવી છે, “વ્યવહારની ઝાળ પાંદડે પાંદડે પરજળી એ પદ જેમાં પહેલું છે તે યથાર્થ છે. ઉપાધિથી ઉદાસ થયેલા ચિત્તને ધીરજને હેતુ થાય એવી સાખી છે.
તમારું તથા શ્રી ડુંગરનું અત્રે આવવા વિષે વિશેષ ચિત્ત છે એમ લખ્યું તે વિશેષ કરી જાણ્યું. શ્રી ડુંગરનું ચિત્ત એવા પ્રકારમાં શિથિલ કેટલીક વાર થાય છે, તેમ આ પ્રસંગમાં કરવાનું કારણ દેખાતું નથી. કંઈક શ્રી ડુંગરને દ્રવ્ય (બહાર થી માનદશા એવા પ્રસંગમાં આડી આવતી હેવી જોઈએ એમ અમને લાગે છે, પણ તે એવા વિચારવાનને રહે તે ઘટારત નથી; પછી બીજા સાધારણ અને વિષે તેવા દોષની નિવૃત્તિ સત્સંગથી પણ કેમ થાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org