SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૮ મું સત્સંગ નૈછિક શ્રી સોભાગ તથા શ્રી ડુંગર પ્રત્યે નમસ્કાર પૂર્વક, સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે એટલે સર્વ કર્મને ક્ષય થયે જ અસંગતા કહી છે અને સુખસ્વરૂપતા કહી છે. જ્ઞાની પુરુષોનાં તે વચન અત્યંત સાચાં છે, કેમકે સત્સંગથી પ્રત્યક્ષ, અત્યંત , પ્રગટ તે વચનને અનુભવ થાય છે. નિર્વિકલ્પ ઉપયોગને લક્ષ સ્થિરતાને પરિચય કર્યાથી થાય છે. સુધારસ, સત્સમાગમ, સલ્ફાસ્ત્ર, સદ્દવિચાર અને વૈરાગ્ય-ઉપશમ એ સૌ તે સ્થિરતાના હેતુ છે. ૫૮૬ મુંબઈ, ચૈત્ર વદ ૧૨, રવિ, ૧૫૧ વધારે વિચારનું સાધન થવા આ પત્ર લખ્યું છે. પૂર્ણજ્ઞાની શ્રી ઋષભદેવાદિ પુરૂષને પણ પ્રારબ્ધદય ભેગબે ક્ષય થયેલ છે તે અમ જેવાને તે પ્રારબ્ધદય ભોગવે જ પડે એમાં કંઈ સંશય નથી. માત્ર ખેદ એટલે થાય છે કે, અમને આવા પ્રારબ્ધદયમાં શ્રી કષભદેવાદિ જેવી અવિષમતા રહે એટલું બળ નથી; અને તેથી પ્રારબ્ધદય છતાં વારંવાર તેથી અપરિપક્વ કાળ છૂટવાની કામના થઈ આવે છે, કે જે આ વિષમ પ્રારબ્ધદયમાં કંઈ પણ ઉપગની યથાતથ્યતા ન રહી તે ફરી આત્મસ્થિરતા થતાં વળી અવસર ગષ જોઈશે; અને પશ્ચાત્તાપપૂર્વક દેહ છૂટશે; એવી ચિંતા ઘણી વાર થઈ આવે છે. આ પ્રારબ્ધોદય મટી નિવૃત્તિકર્મ વેદવારૂપ પ્રારબ્ધને ઉદય થવા આશય રહ્યા કરે છે, પણ તે તરતમાં એટલે એકથી દોઢ વર્ષમાં થાય એમ તે દેખાતું નથી, અને પળ પળ જવી કઠણ પડે છે. એકથી દોઢ વર્ષ પછી પ્રવૃત્તિકર્મ વેદવારૂપ ઉદય કેવળ પરિક્ષીણ થશે, એમ પણ લાગતું નથી; કંઈક ઉદય વિશેષ મોળો પડશે એમ લાગે છે. આત્માની કેટલીક અસ્થિરતા રહે છે. ગયા વર્ષને મેતી સંબંધી વ્યાપાર લગભગ પતવા આવ્યો છે. આ વર્ષને મેતી સંબંધી વ્યાપાર ગયા વર્ષ કરતાં લગભગ બમણું થયે છે. ગયા વર્ષ જેવું તેમાં પરિણામ આવવું કઠણ છે. થોડા દિવસ કરતાં હાલ ઠીક છે, અને આ વર્ષે પણ તેનું ગયા વર્ષ જેવું નહીં પણ કંઈક ઠીક પરિણામ આવશે એમ સંભવ રહે છે, પણ ઘણે વખત તેના વિચારમાં વ્યતીત થવા જેવું થાય છે, અને તે માટે શેચ થાય છે, કે આ એક પરિગ્રહની કામનાના બળવાન પ્રવર્તન જેવું થાય છે; તે શમાવવું ઘટે છે, અને કંઈક કરવું પડે એવાં કારણે રહે છે. તે પ્રારબ્ધદય તરત ક્ષય થાય સારું એમ મનમાં ઘણી વાર રહ્યા કરે છે. અત્રે જે આડત તથા મેતી સંબંધી વેપાર છે, તેમાંથી મારાથી છૂટવાનું બને અથવા તેને ઘણે પ્રસંગ ઓછો થવાનું થાય તે કઈ રસ્તે ધ્યાનમાં આવે તે લખશે; ગમે તે આ વિષે સમાગમમાં વિશેષતાથી જણાવી શકાય તે જણાવશે. આ વાત લક્ષમાં રાખશે. ત્રણ વર્ષની લગભગથી એવું વર્તાયા કરે છે, કે પરમાર્થ સંબંધી કે વ્યવહાર સંબંધી કંઈ પણ લખતાં કંટાળો આવી જાય છે, અને લખતાં લખતાં કલ્પિત જેવું લાગવાથી વારંવાર અપૂર્ણ છેડી દેવાનું થાય છે. પરમાર્થમાં ચિત્ત જે વખતે એકાગ્રવત્ હોય ત્યારે જે પરમાર્થ સંબંધી લખવાનું અથવા કહેવાનું અને તે તે યથાર્થ કહેવાય, પણ ચિત્ત અસ્થિરવત્ હોય, અને પરમાર્થસંબંધી લખવાનું કે કહેવાનું કરવામાં આવે તે તે ઉદીરણા જેવું થાય, તેમ જ અંતવૃત્તિને યથાત તેમાં ઉપગ નહીં હોવાથી તે આત્મબુદ્ધિથી લખ્યું કે કહ્યું નહીં હોવાથી કલ્પિતરૂપ કહેવાય; જેથી તથા તેવાં બીજાં કારણોથી પરમાર્થ સંબંધી લખવાનું તથા કહેવાનું ઘણું ઓછું થઈ ગયું છે. આ સ્થળે Do Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy