________________
૪૫૮
શ્રીમદ્ રાજચંદ્ર ચિત્ત પર વધારે દબાણ કરીને આ સ્થિતિ લખી છે, તે પર વિચાર કરી જે કંઈ અગત્ય જેવું લાગે તે વખતે રતનજીભાઈને ખુલાસો કરશે. મારા આવવા નહીં આવવા વિષે જે કંઈ વાત નહીં ઉચ્ચારવાનું અને તે તેમ કરવા વિનંતિ છે.
વિ. રાયચંદના પ્ર૦
૫૮૩ મુંબઈ, ચૈત્ર વદ ૧૧, શુક, ૧૫૧ એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયે તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે; અને તેવું અવ્યવસ્થિતપણું લેકવ્યવહારથી પ્રતિકૂળ હોવાથી લેકવ્યવહાર ભજે ગમતું નથી, અને તજ બનતું નથી; એ વેદના ઘણું કરીને દિવસના આખા ભાગમાં વેદવામાં આવ્યા કરે છે.
ખાવાને વિષે, પીવાને વિષે, બલવાને વિષે, શયનને વિષે, લખવાને વિષે કે બીજાં વ્યાવહારિક કાર્યોને વિષે જેવા જોઈએ તેવા ભાનથી પ્રવર્તાતું નથી, અને તે પ્રસંગે રહ્યા હોવાથી આત્મપરિણતિને સ્વતંત્ર પ્રગટપણે અનુસરવામાં વિપત્તિ આવ્યા કરે છે, અને તે વિષેનું ક્ષણે ક્ષણે દુઃખ રહ્યા કરે છે.
અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જ ચિત્તેરછા રહે છે, અને ઉપર જણાવ્યા પ્રસંગેની આપત્તિને લીધે કેટલેક તે સ્થિતિને વિયેાગ રહ્યા કરે છે, અને તે વિયેગ માત્ર પરેચ્છાથી રહ્યો છે, સ્વેચ્છાના કારણથી રહ્યો નથી; એ એક ગંભીર વેદના ક્ષણે ક્ષણે થયા કરે છે.
આ જ ભવને વિષે અને થોડા જ વખત પહેલાં વ્યવહારને વિષે પણ સ્મૃતિ તીવ્ર હતી. તે સ્મૃતિ હવે વ્યવહારને વિષે ક્વચિત જ, મંદપણે પ્રવર્તે છે. થોડા જ વખત પહેલાં, એટલે થોડાં વર્ષો પહેલાં વાણી ઘણું બેલી શકતી, વક્તાપણે કુશળતાથી પ્રવતી શકતી, તે હવે મંદપણે અવ્યવસ્થાથી પ્રવર્તે છે. થોડાં વર્ષ પહેલાં, થોડા વખત પહેલાં લેખનશક્તિ અતિ ઉગ્ર હતી; આજે શું લખવું તે સૂઝતાં સૂઝતાં દિવસના દિવસ વ્યતીત થઈ જાય છે, અને પછી પણ જે કંઈ લખાય છે, તે ઈચ્છેલું અથવા ગ્ય વ્યવસ્થાવાળું લખાતું નથી; અર્થાત્ એક આત્મપરિણામ સિવાય સર્વ બીજાં પરિણામને વિષે ઉદાસીનપણું વર્તે છે અને જે કંઈ કરાય છે તે જોવા જઈએ તેવા ભાનના સોમા અંશથી પણ નથી થતું. જેમ તેમ અને જે તે કરાય છે. લખવાની પ્રવૃત્તિ કરતાં વાણીની પ્રવૃત્તિ કંઈક ઠીક છે, જેથી કંઈ આપને પૂછવાની ઈચ્છા હોય, જાણવાની ઈચ્છા હોય તેના વિષે સમાગમ કહી શકાશે.
કુંદકુંદાચાર્ય અને આનંદઘનજીને સિદ્ધાંત સંબંધી જ્ઞાન તીવ્ર હતું. કુંદકુંદાચાર્યજી તે આત્મસ્થિતિમાં બહુ સ્થિત હતા.
નામનું જેને દર્શન હોય તે બધા સમ્યકજ્ઞાની કહી શકાતા નથી. વિશેષ હવે પછી.
૫૮૪ મુંબઈ, ચૈત્ર વદ ૧૧, શુક્ર, ૧૯૫૧ જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવસ્વભાવ રે;
તે જિન વીરે રે ધર્મ પ્રકાશિ, પ્રબળ કષાયઅભાવ રે.” વિચારવાનને સંગથી વ્યતિરિક્તપણું પરમ શ્રેયરૂપ છે.
૫૮૫ મુંબઈ, ચૈત્ર વદ ૧૧, શુક્ર, ૧૫૧ જેમ નિર્મળતા રે રત્ન સફટિક તણી, તેમ જ જીવસ્વભાવ રે; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિ, પ્રબળ કષાયઅભાવ રે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org