________________
વર્ષ ૨૮ મું
૪૩૯ ૫૪૪ મુંબઈ, કારતક વદ ૧૩, રવિ, ૧૯૫૧ આપનું પત્ર પહોંચ્યું છે. અત્રે સુખવૃત્તિ છે. જ્યારે પ્રારબ્ધદય દ્રવ્યાદિ કારણુમાં નિર્બળ હોય ત્યારે વિચારવાન જીવે વિશેષ પ્રવૃત્તિ કરવી ન ઘટે, અથવા ધીરજ રાખી આજુબાજુની ઘણું સંભાળથી કરવી ઘટે, એક લાભને જ પ્રકાર દેખ્યા કરી કરવી ન ઘટે. એ વાત ઠસાવવા પ્રત્યે અમારું પ્રયત્ન છતાં તમને તે વાત પર યથાયોગ્ય ચિત્ત લાગવાને વેગ થયે નહીં, એટલે ચિત્તમાં વિક્ષેપ રહ્યો, તથાપિ તમારા આત્મામાં તેવી બુદ્ધિ કોઈ પણ દિવસે હોય નહીં કે અમારા વચન પ્રત્યે કંઈ ગૌણભાવ તમારાથી ૨ખાય એમ જાણે અમે તમને ઠપકે લખે નહીં. તથાપિ હવે એ વાત લક્ષમાં લેવામાં અડચણ નથી. મુઝાવાથી કંઈ કર્મની નિવૃત્તિ, ઈચ્છીએ છીએ તે, થતી નથી; અને આર્તધ્યાન થઈ જ્ઞાનીને માર્ગ પર પગ મુકાય છે. તે વાત સ્મરણ રાખી જ્ઞાનકથા લખશે. વિશેષ આપનું પત્ર આવ્યથી. આ અમારું લખવું તમને સહજ કારણથી છે. એ જ વિનંતી.
૫૪૫ મુંબઈ, માગશર વદ ૧, ગુરુ, ૧૯૫૧ કંઈ જ્ઞાનવાર્તા લખશે.
હાલ વ્યવસાય વિશેષ છે. ઓછો કરવાને અભિપ્રાય ચિત્તમાંથી ખસતો નથી. અને વધારે થયા કરે છે.
આ૦ સ્વ. પ્રણામ.
પ૪૬ મુંબઈ, માગશર વદ ૩, શુક, ૧૫૧ - પ્ર–જેનું મધ્ય નહીં, અર્ધ નહીં, અષેધ, અભેદ્ય એ આદિ પરમાણુની વ્યાખ્યા શ્રી જિને કહી છે, ત્યારે તેને અનંત પર્યાય શી રીતે ઘટે? અથવા પર્યાય તે એક પરમાણુનું બીજું નામ હશે કે શી રીતે ? એ પ્રશ્નનું પત્ર પહોંચ્યું હતું. તેનું સમાધાન –
પ્રત્યેક પદાર્થને અનંત પર્યાય (અવસ્થા) છે. અનંત પર્યાય વિનાને કઈ પદાર્થ હોઈ શકે નહીં એ શ્રી જિનને અભિમત છે, અને તે યથાર્થ લાગે છે, કેમકે પ્રત્યેક પદાર્થ સમયે સમયે અવસ્થાંતરતા પામતા હોવા જોઈએ એવું પ્રત્યક્ષ દેખાય છે. ક્ષણેક્ષણે જેમ આત્માને વિષે સંકલ્પવિક૯૫ – પરિણતિ થઈ અવસ્થાંતર થયા કરે છે, તેમ પરમાણુને વિષે વર્ણ, ગંધ, રસ, રૂપ, અવસ્થાતરપણું ભજે છે, તેવું અવસ્થાંતરપણું ભજવાથી તે પરમાણુના અનંત ભાગ થયા કહેવા ગ્ય નથી; કેમકે તે પરમાણુ પિતાનું એક પ્રદેશ ક્ષેત્રઅવગાહીપણું ત્યાખ્યા સિવાય તે અવસ્થાંતર પામે છે. એકપ્રદેશ ક્ષેત્રઅવગાહીપણુના તે અનંત ભાગ થઈ શકયા નથી. એક સમુદ્ર છતાં તેમાં જેમ તરંગ ઊઠે છે, અને તે તરંગ તેમાં જ સમાય છે, તરંગપણે તે સમુદ્રની અવસ્થા જુદી થયા કરતાં છતાં પણ સમુદ્ર પિતાના અવગાહક ક્ષેત્રને ત્યાગ નથી, તેમ કંઈ સમુદ્રના અનંત જુદા જુદા કટકા થતા નથી, માત્ર પિતાના સ્વરૂપમાં તે રમે છે, તરંગપણું એ સમુદ્રની પરિણતિ છે, જે જળ શાંત હોય તે શાંતપણું એ તેની પરિણતિ છે, કંઈ પણ પરિણતિ તેમાં થવી જ જોઈએ, તેમ વર્ણગંધાદિ પરિણામ પરમાણુમાં બદલાય છે, પણ તે પરમાણુના કંઈ કટકા થવાને પ્રસંગ થતું નથી, અવસ્થાંતરપણું પામ્યા કરે છે. જેમ સોનું કુંડળપણું ત્યાગી મુગટપણું પામે તેમ પરમાણુ, આ સમયની અવસ્થાથી બીજા સમયની અવસ્થા કંઈક અંતરવાળી પામે છે. જેમ સેનું બે પર્યાયને ભજતાં સેનાપણામાં જ છે, તેમ પરમાણુ પણ પરમાણુ જ રહે છે. એક પુરુષ (જીવ) બાળકપણું ત્યાગી યુવાન થાય, યુવાનપણું ત્યાગી વૃદ્ધ થાય, પણ પુરુષ તેને તે જ રહે, તેમ પરમાણુ પર્યાયને ભજે છે. આકાશ પણ અનંતપર્યાયી છે અને સિદ્ધ પણ અનંતપર્યાયી છે એ જિનને અભિપ્રાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org