________________
૪૩૮
શ્રીમદ્ રાજચંદ્ર કુરતું હશે તો પણ તે સંબંધી ગભરાટ ગમે તેટલું હોવા છતાં ધીરજથી વિચાર કરી કંઈ પણ
પાર રોજગારની બીજાને પ્રેરણા કરવી કે છોકરાઓને વેપાર કરાવવા વિષે પણ ભલામણ લખવી. કેમકે અશુભ ઉદય એમ ટાળવા જતાં બળ પામવા જે થઈ આવે છે.
અમને તમારે જેમ બને તેમ વ્યાવહારિક બાબત એછી લખવી એમ અમે લખેલું તેને હેતુ માત્ર એટલો જ છે કે અમે આટલે વ્યવહાર કરીએ છીએ, તે વિચાર સાથે બીજા વ્યવહાર સાંભળતાં–વાંચતાં મુઝવણ થઈ આવે છે. તમારા પત્રમાં કંઈ નિવૃત્તિવાર્તા આવે તે સારું એમ રહે છે. અને વળી તમારે અમને વ્યાવહારિક બાબતમાં લખવાને હેતુ નથી, કેમકે તે અમને મેઢે છે; અને વખતે તમે ગભરાટ શમાવવા લખતા હો તે તેવા પ્રકારથી તે લખાતી નથી. વાત આર્તધ્યાનના રૂપ જેવી લખાઈ જાય છે, તેથી અમને બહુ સંતાપ થાય છે. એ જ વિનંતી. પ્રણામ.
૫૪૧
સં. ૧૫૧ જ્ઞાની પુરુષને સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થાય છે, એમ સર્વરે કહ્યું છે, તે સત્ય છે. તે સંયમ, વિચારની તીક્ષ્ણ પરિણતિથી, બ્રહ્મરસ પ્રત્યે સ્થિરપણથી ઉત્પન્ન થાય છે.
૫૪૨ મુંબઈ, કારતક સુદ ૧૫, મંગળ, ૧૫૧ શ્રી સભાગભાઈને મારા યથાયોગ્ય કહેશે.
તેમણે શ્રી ઠાણાંગસૂત્રની એક ચભંગીને ઉત્તર વિશેષ સમજવા માગે હવે તે સંક્ષેપમાં અત્રે લખે છે – - (૧) એક, આત્માને ભવાત કરે, પણ પરનો ન કરે. તે પ્રત્યેકબુદ્ધ કે 'અશે કેવલી. કેમકે તેઓ ઉપદેશમાર્ગ પ્રવર્તાવતા નથી, એવો વ્યવહાર છે. (૨) એક, આત્માને ભવાત ન કરી શકે, અને પરનો ભવાત કરે તે અચરમશરીર આચાર્ય, એટલે જેને હજુ અમુક ભવ બાકી છે, પણ ઉપદેશમાર્ગના આત્માએ કરી જાણે છે, તેથી તેનાથી ઉપદેશ સાંભળી સાંભળનાર છવ તે ભવે ભવને અંત પણ કરી શકે અને આચાર્ય તે ભવે ભવાંત કરનાર નહીં હોવાથી તેમને બીજા ભંગમાં ગળ્યા છે; અથવા કોઈ જીવ પૂર્વકાળે જ્ઞાનારાધન કરી પ્રારબ્ધદયે મંદ ક્ષયોપશમથી વર્તમાનમાં મનુષ્યદેહ પામી જેણે માર્ગ નથી જા એવા કેઈ ઉપદેશક પાસેથી ઉપદેશ સાંભળતાં પૂર્વ સંસ્કારથી, પૂર્વના આરાધનથી એ વિચાર પામે કે, આ પ્રરૂપણું જરૂર મેક્ષને હેતુ ન હોય, કેમકે અંધપણે તે માર્ગ કહે છે, અથવા આ ઉપદેશ દેનારે જીવ પિતે અપરિણામી રહી ઉપદેશ કરે છે તે, મહાઅનર્થ છે, એમ વિમાસતાં પૂર્વારાધન જાગૃત થાય અને ઉદય છેદી ભવાત કરે તેથી નિમિત્તરૂ૫ ગ્રહણ કરી તેવા ઉપદેશકને પણ આ ભંગને વિષે સમાસ કર્યો હોય એમ લાગે છે. (૩) પિતે તરે અને બીજાને તારે તે શ્રી તીર્થંકરાદિ. (૪) ચે ભંગ. પિતે તરે પણ નહીં અને બીજાને તારી પણ ન શકે તે “અભવ્ય કે દુર્ભવ્ય જીવ. એ પ્રકારે સમાધાન કર્યું હોય તે જિનાગમ વિરોધ નહીં પામે. આ માટે વિશેષ પૂછવા ઈચ્છા હોય તે પૂછશે, એમ સભાગભાઈને કહેશે.
લિ. રાયચંદના પ્રણામ. ૫૪૩
મુંબઈ, કારતક, ૧૯૫૧ અન્ય સંબંધી જે તાદામ્યપણું ભાસ્યું છે, તે તાદામ્યપણું નિવૃત્ત થાય તે સહજસ્વભાવે આત્મા મુક્ત જ છે; એમ શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષે કહી ગયા છે, યાવત્ તથારૂપમાં સમાયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org