________________
વર્ષ ૨૭ મું
૪૩૧ ઉ૦-(૧) બન્ને મહાત્માપુરુષ હતા, એવે તે મને પણ નિશ્ચય છે. આત્મા હોવાથી તેઓ ઈશ્વર હતા. સર્વ આવરણ તેમને મટ્યાં હોય તે તેને મેક્ષ પણ સર્વથા માનવામાં વિવાદ નથી. ઈશ્વરને અંશ કોઈ જીવ છે એમ મને લાગતું નથી, કેમકે તેને વિધ આપતાં એવાં હજારે પ્રમાણ દ્રષ્ટિમાં આવે છે. ઈશ્વરને અંશ જીવને માનવાથી બંધ મેક્ષ બધા વ્યર્થ થાય કેમકે ઈશ્વર જ અજ્ઞાનાદિને કર્તા થયે; અને અજ્ઞાનાદિને જે કર્તા થાય તેને પછી સહેજે અનૈશ્વર્યપણું પ્રાપ્ત થાય ને ઈશ્વરપણું બેઈ બેસે, અર્થાત્ ઊલટું જીવના સ્વામી થવા જતાં ઈશ્વરને નુકસાન ખમવાને પ્રસંગ આવે તેવું છે. તેમ જીવને ઈશ્વરને અંશ માન્યા પછી પુરુષાર્થ કરે છે... શી રીતે લાગે? કેમકે તે જાતે તે કંઈ કર્તાહર્તા કરી શકે નહીં. એ આદિ વિરોધથી ઈશ્વરના અંશ તરીકે કઈ જીવને સ્વીકારવાની પણ મારી બુદ્ધિ થતી નથી, તે પછી શ્રીકૃષ્ણ કે રામ જેવા મહાત્માને તેવા યુગમાં ગણવાની બુદ્ધિ કેમ થાય? તે બન્ને અવ્યક્ત ઈશ્વર હતા એમ માનવામાં અડચણ નથી. તથાપિ તેમને વિષે સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટ્યું હતું કે કેમ તે વાત વિચારવા યોગ્ય છે.
(૨) તેમને માનીને મેક્ષ ખરો કે? એનો ઉત્તર સહજ છે. જીવને સર્વ રાગદ્વેષ અજ્ઞાનને અભાવ અર્થાત્ તેથી છૂટવું તે મેક્ષ છે. તે જેના ઉપદેશે થઈ શકે તેને માનીને અને તેનું પરમાર્થસ્વરૂપ વિચારીને સ્વાત્માને વિષે પણ તેવી જ નિષ્ઠા થઈ, તે જ મહાત્માના આત્માને આકારે (સ્વરૂપે) પ્રતિષ્ઠાન થાય ત્યારે, મેક્ષ થવો સંભવે છે. બાકી બીજી ઉપાસના કેવળ મોક્ષને હેતુ નથી, તેના સાધનને હેતુ થાય છે, તે પણ નિશ્ચય થાય જ એમ કહેવા યોગ્ય નથી.
૨૬. પ્રવ-બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, તે કોણ?
ઉ– સૃષ્ટિના હેતુરૂપ ત્રણ ગુણ ગણી તે આશ્રયે રૂપ આપ્યું હોય તે તે વાત બંધ બેસી શકે તથા તેવાં બીજાં કારણથી તે બ્રહ્માદિનું સ્વરૂપ સમજાય છે. પણ પુરાણમાં જે પ્રકારે તેમનું સ્વરૂપ કહ્યું છે, તે પ્રકારે સ્વરૂપ છે, એમ માનવા વિષેમાં મારું વિશેષ વલણ નથી. કેમકે તેમાં કેટલાંક ઉપદેશાર્થે રૂપક કહ્યાં હોય એમ પણ લાગે છે. તથાપિ આપણે પણ તેને ઉપદેશ તરીકે લાભ લે, અને બ્રહ્માદિના સ્વરૂપના સિદ્ધાંત કરવાની જંજાળમાં ન પડવું, એ મને ઠીક લાગે છે.
- ર૭. પ્ર.--અને સર્પ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દે કે મારી નાખવે? તેને બીજી રીતે દૂર કરવાની મારામાં શક્તિ ન હોય એમ ધારીએ છીએ.
ઉ૦ – સર્પ તમારે કરડવા દે એવું કામ બતાવતાં વિચારમાં પડાય તેવું છે. તથાપિ તમે જે દેહ અનિત્ય છે એમ જાણ્યું હોય તે પછી આ અસારભૂત દેહના રક્ષણાર્થે, જેને દેહમાં મીતિ રહી છે, એવા સર્પને, તમારે માટે કેમ યે હેય? જેણે આત્મહિત ઈચ્છવું હોય તેણે તે ત્યાં પિતાના દેહને જ કરે એ જ ગ્ય છે. કદાપિ આત્મહિત ઈચ્છવું ન હોય તેણે કેમ કરવું? તે તેને ઉત્તર એ જ અપાય કે તેણે નરકાદિમાં પરિભ્રમણ કરવું; અર્થાત્ સપને મારે એ ઉપદેશ કયાંથી કરી શકીએ? અનાર્યવૃત્તિ હોય તે મારવાને ઉપદેશ કરાય. તે તો અમને તમને સ્વને પણ ન હોય એ જ ઈચ્છવા ગ્ય છે.
હવે સંક્ષેપમાં આ ઉત્તરે લખી પત્ર પૂરું કરું છું. “ષટદર્શનસમુચ્ચય” વિશેષ સમજવાનું યત્ન કરશે. આ પ્રશ્નોના ઉત્તરમાં મારા લખાણના સંકેચથી તમને સમજવું વિશેષ મુઝવણવાળું થાય એવું ક્યાંય પણ હોય તો પણ વિશેષતાથી વિચારશે, અને કંઈ પણ પત્ર દ્વારાએ પૂછવા જેવું લાગે તે પૂછશે તે ઘણું કરીને તેને ઉત્તર લખીશ. વિશેષ સમાગમે સમાધાન થાય તે વધારે યોગ્ય લાગે છે. લિ. આત્મસ્વરૂપને વિષે નિત્ય નિષ્ઠાના હેતુભૂત એવા વિચારની ચિંતામાં રહેનાર
રાયચંદના પ્રણામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org