________________
૪૨૦
શ્રીમદ્ રાજચંદ્ર તમારા વિદ્યમાનપણમાં પ્રભાવના હેતુની તમને જે વિશેષ જિજ્ઞાસા છે, અને તે હેત ઉત્પન્ન થાય તે તમારે વિષે જે અસીમ હર્ષ ઉત્પન્ન થવા એગ્ય છે, તે વિશેષ જિજ્ઞાસા અને અસીમ હર્ષ સંબંધીની તમારી ચિત્તવૃત્તિ અમને સમજવામાં છે.
અનેક જીવની અજ્ઞાનદશા જોઈ, વળી તે જ કલ્યાણ કરીએ છીએ અથવા આપણું કલ્યાણ થશે, એવી ભાવનાએ કે ઈચ્છાએ અજ્ઞાનમાર્ગ પામતા જોઈ તે માટે અત્યંત કરુણું છૂટે છે, અને કોઈ પણ પ્રકારે આ મટાડવા યોગ્ય છે એમ થઈ આવે છે અથવા તે ભાવ ચિત્તમાં એમ ને એમ રહ્યા કરે છે, તથાપિ તે થવા યોગ્ય હશે તે પ્રકારે થશે, અને જે સમય પર તે પ્રકાર હવાગ્ય હશે તે સમયે થશે, એ પણ પ્રકાર ચિત્તમાં રહે છે, કેમકે તે કરુણાભાવ ચિંતવતાં ચિંતવતાં આત્મા બાહ્ય માહાભ્યને ભજે એમ થવા દેવા ગ્ય નથી અને હજુ કંઈક તે ભય રાખે યેગ્ય લાગે છે. બેય પ્રકારને હાલ તે ઘણું કરી નિત્ય વિચારવામાં આવે છે, તથાપિ બહુ સમીપમાં તેનું પરિણામ આવવાનો સંભવ જણાતો નહીં હોવાથી બનતાં સુધી તમને લખ્યું કે કહ્યું નથી. તમારી ઈચ્છા થવાથી વર્તમાન જે સ્થિતિ છે, તે એ સંબંધમાં સંક્ષેપ લખી છે; અને તેથી તમને કોઈ પણ પ્રકારે ઉદાસ થવું ઘટતું નથી, કેમકે અમને વર્તમાનમાં તે ઉદય નથી; પણ અમારાં આત્મપરિણામ તે ઉદયને અલ્પ કાળમાં મટાડવા ભણી છે, એટલે તે ઉદયની કાળસ્થિતિ કેઈ પણ પ્રકારે વધારે બળવાનપણે વેદવાથી ઘટતી હોય તે તે ઘટાડવા વિષે વર્તે છે. બાહ્ય મહાભ્યની ઈરછા આત્માને ઘણા વખત થયાં નહીં જેવી જ થઈ ગઈ છે. એટલે બુદ્ધિ બાહ્ય માહામ્ય ઘણું કરી ઈચ્છતી જણાતી નથી, એમ છે, તથાપિ બાહ્ય માહાસ્યથી જીવ સહેજ પણ પરિણામભેદ ન પામે એવી સ્વાસ્થામાં કંઈક ન્યૂનતા કહેવી ઘટે છે; અને તેથી જે કંઈ ભય રહે છે તે રહે છે, જે ભયથી તરતમાં મુક્તપણું થશે એમ જણાય છે.
કબીર સાહેબનાં બે પદ અને “ચારિત્રસાગર’નું એક પદ નિર્ભયપણાથી તેમણે કહ્યાં છે તે લખ્યાં, તે વાંચ્યાં છે. શ્રી “ચારિત્રસાગર’નાં તેવાં કેટલાંક પદે પ્રથમ પણ વાંચવામાં આવ્યાં છે તેવી નિર્ભય વાણી મુમુક્ષુ જીવને ઘણું કરી ધર્મપુરુષાર્થમાં બળવાન કરે છે.
અમારાથી તેવાં પદ કે કાવ્યો રચેલાં જવાની જે તમારી ઈચ્છા છે, તે હાલ તે ઉપશમાવવા ગ્ય છે. કેમકે તેવાં પદ વાંચવા વિચારવામાં કે કરવામાં ઉપયોગને હાલ વિશેષ પ્રવેશ થઈ શકતું નથી, છાયા જે પણ પ્રવેશ થઈ શકતું નથી.
સેનાના ઘાટ જુદા જુદા છે, પણ તે ઘાટને જે ઢાળ પાડવામાં આવે છે તે બધા ઘાટ મટી જઈ એક સેનું જ અવશેષ રહે છે, અર્થાત્ સૌ ઘાટ જુદાં જુદાં દ્રવ્યપણને ત્યાગ કરી દે છે અને સૌ ઘાટની જાતિનું સજાતીયપણું હોવાથી માત્ર એક સેનારૂપ દ્રવ્યપણાને પામે છે. એ પ્રમાણે દ્રષ્ટાંત લખી આત્માની મુક્તિ અને દ્રવ્યપણાના સિદ્ધાંત ઉપર પ્રશ્ન કર્યું છે, તે સંબંધમાં સંક્ષેપમાં જણાવવા ગ્ય આ પ્રકારે છે –
સોનું ઉપચારિક દ્રવ્ય છે એવો જિનનો અભિપ્રાય છે, અને અનંત પરમાણુના સમુદાયપણે તે વર્તે છે ત્યારે ચક્ષુગોચર થાય છે. જુદા જુદા તેને જે ઘાટ બની શકે છે તે સર્વે સંગભાવી છે, અને પાછા ભેળા કરી શકાય છે તે, તે જ કારણથી છે. પણ સેનાનું મૂળ સ્વરૂપ જોઈએ તે અનંત પરમાણુ સમુદાય છે. જે પ્રત્યેક પ્રત્યેક પરમાણુઓ છે તે સૌ પોતપોતાના સ્વરૂપમાં જ રહ્યાં છે. કેઈ પણ પરમાણુ પિતાનું સ્વરૂપ તજી દઈ બીજ પરમગુપણે કઈ પણ રીતે પરિણમવા ગ્ય નથી, માત્ર તેઓ એકજાતિ હોવાથી અને તેને વિષે સ્પર્શગુણ હોવાથી તે સ્પર્શના સમવિષમગે તેને મળવું થઈ શકે છે, પણ તે મળવું કંઈ એવું નથી, કે જેમાં કઈ પણ પરમાણુએ પિતાનું સ્વરૂપ તર્યું હોય. કરડે પ્રકારે તે અનંત પરમાણુરૂપ સોનાના ઘાટોને એક રસપણે કરે, તો પણ સૌ સૌ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org