________________
વર્ષ ૨૭ મું
૪૨૧ પરમાણુ પિતાના જ સ્વરૂપમાં રહે છે; પિતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ત્યજતાં નથી; કેમકે તેવું બનવાને કઈ પણ રીતે અનુભવ થઈ શક્તા નથી. તે સેનાના અનંત પરમાણુ પ્રમાણે સિદ્ધ અનંતની અવગાહના ગણે તે અડચણ નથી, પણ તેથી કંઈ કોઈ પણ જીવે કઈ પણ બીજા જીવની સાથે કેવળ એકત્વપણે ભળી જવાપણું કર્યું છે એમ છે જ નહીં. સૌ નિજભાવમાં સ્થિતિ કરીને જ વતી શકે. જીવે જીવની જાતિ એક હોય તેથી કંઈ એક જીવ છે તે પિતાપણું ત્યાગી બીજા જીના સમુદાયમાં ભળી સ્વરૂપને ત્યાગ કરી દે, એમ બનવાને શે હેતુ છે? તેના પિતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, કર્મબંધ અને મુક્તાવસ્થા એ અનાદિથી ભિન્ન છે, અને મુક્તાવસ્થામાં પાછાં તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને ત્યાગ કરે, તે પછી તેનું પિતાનું સ્વરૂપ શું રહ્યું ? તેને શું અનુભવ રહ્યો? અને પિતાનું સ્વરૂપ જવાથી તેની કર્મોથી મુક્તિ થઈ, કે પોતાના સ્વરૂપથી મુક્તિ થઈ ? એ વિચારવા ગ્ય છે. એ આદિ પ્રકારે કેવળ એકપણું જિને નિષેધ્યું છે. અત્યારે વખત નહીં હોવાથી એટલું લખી પત્ર પૂરું કરવું પડે છે. એ જ વિનંતિ.
આ૦ સ્વ. પ્રણામ.
પ૨૪ મુંબઈ, ભાદરવા સુદ ૮, શુક્ર, ૧૯૫૦ શ્રી સ્તંભતીર્થક્ષેત્રે સ્થિત શ્રી અંબાલાલ, કૃષ્ણદાસાદિ સર્વ મુમુક્ષુ જન પ્રત્યે,
શ્રી મોહમયી ક્ષેત્રથી . . . . આત્મસ્વરૂપ સ્મૃતિએ યથાયોગ્ય પહોંચે.
વિશેષ વિનંતિ કે તમ સૌ ભાઈઓ પ્રત્યે આજ દિન પર્યત અમારાથી કંઈ પણ મન, વચન, કાયાના યેગે જાણતાં કે અજાણતાં અપરાધ થયેલ હોય તે વિનયપૂર્વક શુદ્ધ અંતઃકરણથી ખમાવું છું. એ જ વિનંતિ.
આ૦ સ્વ. પ્ર.
પ૨૫ મુંબઈ, ભાદરવા સુદ ૧૦, રવિ, ૧૯૫૦ આ આત્મભાવ છે, અને આ અન્યભાવ છે, એવું બોધબીજ આત્માને વિષે પરિણુમિત થવાથી અન્યભાવને વિષે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે, અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્યભાવથી સર્વથા મુક્તપણું કરે છે. નિજારભાવ જેણે જાયે છે એવા જ્ઞાની પુરુષને ત્યાર પછી પરભાવનાં કાર્યને જે કંઈ પ્રસંગ રહે છે, તે પ્રસંગમાં પ્રવર્તતાં પ્રવર્તતાં પણ તેથી તે જ્ઞાનીને સંબંધ છૂટ્યા કરે છે, પણ તેમાં હિતબુદ્ધિ થઈ પ્રતિબંધ થતું નથી.
પ્રતિબંધ થતું નથી એ વાત એકાંત નથી, કેમકે જ્ઞાનનું વિશેષ બળવાનપણું જ્યાં હોય નહીં, ત્યાં પરભાવને વિશેષ પરિચય તે પ્રતિબંધરૂપ થઈ આવે પણ સંભવે છે અને તેટલા માટે પણ જ્ઞાની પુરુષને પણ શ્રી જિને નિજજ્ઞાનના પરિચય–પુરુષાર્થને વખાણે છે; તેને પણ પ્રમાદ કર્તવ્ય નથી, અથવા પરભાવને પરિચય કરવા ગ્ય નથી, કેમકે કેઈ અંશે પણ આત્મધારાને તે પ્રતિબંધરૂપ કહેવા યેચે છે.
જ્ઞાનને પ્રમાદબુદ્ધિ સંભવતી નથી, એમ છે કે સામાન્ય પદે શ્રી જિનાદિ મહાત્માઓએ કહ્યું છે, તે પણ તે પદ થે ગુણઠાણેથી સંભવિત ગયું નથી, આગળ જતાં સંભવિત ગયું છે, જેથી વિચારવાન જીવને તે અવશ્ય કર્તવ્ય છે કે, જેમ બને તેમ પરભાવના પરિચિત કાર્યથી દૂર રહેવું, નિવૃત્ત થવું. ઘણું કરીને વિચારવાન જીવને તે એ જ બુદ્ધિ રહે છે, તથાપિ કોઈ પ્રારબ્ધવશાત પરભાવને પરિચય બળવાનપણે ઉદયમાં હોય ત્યાં નિજ દબુદ્ધિમાં સ્થિર રહેવું વિકટ છે, એમ ગણી નિત્ય નિવૃત્તબુદ્ધિની વિશેષ ભાવના કરવી, એમ મેટા પુરુષએ કહ્યું છે.
અલ્પ કાળમાં અવ્યાબાધ સ્થિતિ થવાને અર્થે તે અત્યંત પુરુષાર્થ કરી જીવે પર પરિચયથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org