________________
વર્ષ ર૭ મું
૧૭ એમ પણ લાગે છે કે બનારસીદાસે લક્ષણદિ ભેદથી જીવને વિશેષ નિર્ધાર કર્યો હતો, અને તે તે લક્ષણદિનું સતત મનન થયા કર્યાથી આત્મસ્વરૂપ કંઈક તીર્ણપણે તેમને અનુભવમાં આવ્યું છે, અને અવ્યક્તપણે આત્મદ્રવ્યને પણ તેમને લક્ષ થયે છે, અને તે અવ્યક્ત લક્ષથી તે બીજજ્ઞાન તેમણે ગાયું છે. અવ્યક્ત લક્ષને અર્થ અત્રે એ છે કે ચિત્તવૃત્તિ આત્મવિચારમાં વિશેષપણે લાગી રહેવાથી પરિણામની નિર્મળ ધારા બનારસીદાસને જે અંશે પ્રગટી છે, તે નિર્મળધારાને લીધે પિતાને દ્રવ્ય આ જ છે એમ કે સ્પષ્ટ જાણવામાં નથી, તોપણ અસ્પષ્ટપણે એટલે સ્વાભાવિકપણે પણ તેમના આત્મામાં તે છાયા ભાસ્યમાન થઈ છે, અને જેને લીધે એ વાત તેમના મુખથી નીકળી શકી છે અને સહજ આગળ વધતાં તે વાત તેમને સાવ સ્પષ્ટ થઈ જાય એવી દશા તે ગ્રંથ કરતાં તેમની પ્રાચે રહી છે.
શ્રી ડુંગરના અંતરમાં જે ખેદ રહે છે તે કઈ રીતે એગ્ય છે, અને તે ખેદ ઘણું કરીને તમને પણ રહે છે, તે જાણવામાં છે. તેમજ બીજા પણ કેટલાક મુમુક્ષુ જેને એ પ્રકારને ખેદ રહે છે એ રીતે જાણવામાં છતાં, અને તમે સૌને એ ખેદ દૂર કરાય તે સારું એમ મનમાં રહેતાં છતાં પ્રારબ્ધ વેદીએ છીએ. વળી અમારા ચિત્તમાં એ વિષે અત્યંત બળવાન ખેદ છે. જે ખેદ દિવસમાં પ્રાયે ઘણું ઘણું પ્રસંગે કુર્યા કરે છે, અને તેને ઉપશમાવવાનું કરવું પડે છે અને ઘણું કરી તમ વગેરેને પણ અમે વિશેષપણે તે ખેદ વિષે લખ્યું નથી, કે જણાવ્યું નથી. અમને તેમ જણાવવાનું પણુ યેગ્ય લાગતું નહોતું, પણ હાલ શ્રી ડુંગરે જણાવવાથી, પ્રસંગથી જણાવવાનું થયું છે. તમને અને ડુંગરને જે ખેદ રહે છે, તેથી તે પ્રકાર વિષે અમને અસંખ્યાતગુણવિશિષ્ટ ખેદ રહેતું હશે એમ લાગે છે. કારણ કે જે જે પ્રસંગે તે વાત આત્મપ્રદેશમાં સ્મરણ થાય છે, તે તે પ્રસંગે બધા પ્રદેશ શિથિલ જેવા થઈ જાય છે, અને જીવને નિત્ય સ્વભાવ હોવાથી જીવ આ ખેદ રાખતાં છતાં જીવે છે એવા પ્રકારના ખેદ સુધી પ્રાપ્ત થાય છે. વળી પરિણમાંતર થઈ થડા અવકાશે પણ તેની તે વાત પ્રદેશ પ્રદેશે ક્રુરી નીકળે છે, અને તેવી ને તેવી દશા થઈ આવે છે, તથાપિ આત્મા પર અત્યંત દૃષ્ટિ કરી તે પ્રકારને હાલ તે ઉપશમાવો જ ઘટે છે, એમ જાણી ઉપશમાવવામાં આવે છે.
શ્રી ડુંગરના કે તમારા ચિત્તમાં એમ આવતું હોય કે સાધારણ કારણોને લીધે અમે એ પ્રકારની પ્રવૃત્તિ કરતા નથી, તે એગ્ય નથી. એ પ્રકારે જે રહેતું હોય તે ઘણું કરી તેમ નથી, એમ અમને લાગે છે. નિત્ય પ્રત્યે તે વાતને વિચાર કરવા છતાં હજુ બળવાન કારણેને તે પ્રત્યે સંબંધ છે, એમ જાણી જે પ્રકારની તમારી ઈચ્છા પ્રભાવના હેતુમાં છે તે હેતુને ઢીલમાં નાખવાનું થાય છે અને તેને અવરોધક એવાં કારણોને ક્ષીણ થવા દેવામાં કંઈ પણ આત્મવીર્ય પરિણામ પામી સ્થિતિમાં વર્તે છે. તમારી ઈચ્છા પ્રમાણે હાલ જે પ્રવર્તતું નથી તે વિષે જે બળવાન કારણે અવરોધક છે, તે તમને વિશેષપણે જણાવવાનું ચિત્ત થતું નથી, કેમકે હજુ તે વિશેષપણે જણાવવામાં અવકાશ જવા દેવા ગ્ય છે.
જે બળવાન કારણે પ્રભાવના હેતુને અવરોધક છે, તેમાં અમારે કંઈ પણ બુદ્ધિપૂર્વક પ્રમાદ હોય એમ કઈ રીતે સંભવતું નથી. તેમ જ અવ્યક્તપણે એટલે નહીં જાણવામાં છતાં સહેજે જીવથી થયા કરતું હોય એ પ્રમાદ હોય એમ પણ જણાતું નથી, તથાપિ કેઈ અંશે તે પ્રમાદ સંભવમાં લેખતાં પણ તેથી અવરેાધકપણું હોય એમ લાગી શકે એમ નથી; કારણ કે આત્માની નિશ્ચયવૃત્તિ તેથી અસન્મુખ છે.
લેકેમાં તે પ્રવૃત્તિ કરતાં માનભંગ થવાને પ્રસંગ આવે છે તે માનભંગ પણ સહન ન થઈ શકે એમ હોવાથી પ્રભાવના હેતુની ઉપેક્ષા કરવામાં આવતી હોય એમ પણ લાગતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org