SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ શ્રીમદ્ રાજચંદ્ર વિચાર કર્તવ્ય છે. આત્મદર્શનાદિ પ્રસંગ તીવ્ર મુમુક્ષુપણું ઉત્પન્ન થયા પહેલાં ઘણું કરીને કલ્પિતપણે સમજાય છે, જેથી હાલ તે સંબંધી પ્રશ્ન શમાવવા ગ્ય છે. એ જ વિનંતિ. ૫૧૯ મુંબઈ, શ્રાવણ વદ ૯, શનિ, ૧૯૫૦ પ્રસંગના ચારે બાજુના પ્રારબ્ધવશાત્ દબાણથી કેટલાંક વ્યવસાયી કાર્ય થઈ આવે છે, પણ ચિત્તપરિણામ સાધારણ પ્રસંગમાં પ્રવૃત્તિ કરતાં વિશેષ સંકેચાયેલાં રહ્યાં કરતાં હોવાથી આ પ્રકારનાં પત્રાદિ લખવા વગેરેનું બની શકતું નથી. જેથી વધારે નથી લખાયું તે માટે બન્ને ક્ષમા આપવા ચગ્ય છે. પ૨૦ મુંબઈ, શ્રાવણ વદ ૦)), ગુરુ, ૧૫૦ શ્રી સાયલા ગ્રામે સ્થિત, પરમ સનેહી શ્રી ભાગને, શ્રી મેહમયી ક્ષેત્રથી – ના ભક્તિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ વિનંતિ કે તમારે લખેલ કાગળ પહોંચે છે. તેને ઉત્તર નીચેથી વિચારશે. જ્ઞાનવાર્તાના પ્રસંગમાં ઉપકારી એવાં કેટલાંક પ્રશ્નો તમને થાય છે, તે તમે અમને લખી જણાવે છે, અને તેના સમાધાનની તમારી ઈચ્છા વિશેષ રહે છે, તેથી કોઈ પણ પ્રકારે જે તમને તે પ્રશ્નોનાં સમાધાન લખાય તે સારું, એમ ચિત્તમાં રહ્યા કરતા છતાં ઉદયગથી તેમ બનતું નથી. પત્ર લખવામાં ચિત્તની સ્થિરતા ઘણું જ ઓછી રહે છે. અથવા ચિત્ત તે કાર્યમાં અલ્પ માત્ર છાયા જેવો પ્રવેશ કરી શકે છે. જેથી તમને વિશેષ વિગતથી પત્ર લખવાનું થઈ આવતું નથી. એક એક કાગળ લખતાં દશદશ, પાંચ પાંચ વખત બબે-ચચ્ચાર લીટી લખી તે કાગળ અધૂરા મૂકવાનું ચિત્તની સ્થિતિને લીધે બને છે. ક્રિયાને વિષે રૂચિ નહીં, તેમ પ્રારબ્ધબળ પણ તે ક્રિયામાં હાલ વિશેષ ઉદયમાન નહીં હોવાથી તમને તેમ જ બીજા મુમુક્ષુઓને વિશેષપણે કંઈ જ્ઞાનચર્ચા લખી શકાતી નથી. ચિત્તમાં એ વિષે ખેદ રહે છે, તથાપિ તેને હાલ તે ઉપશમ કરવાનું જ ચિત્ત રહે છે. એવી જ કેઈ આત્મદશાની સ્થિતિ હાલ વર્તે છે. ઘણું કરીને જાણીને કરવામાં આવતું નથી, અર્થાત પ્રમાદાદિ દોષે કરી તે ક્રિયા નથી બનતી એમ જણાતું નથી. જે મુખરસ સંબંધી જ્ઞાન વિષે “સમયસાર ગ્રંથના કવિતાદિમાં તમે અર્થ ધારે છે તે તેમ જ છે, એમ સર્વત્ર છે, એમ કહેવા યોગ્ય નથી. બનારસીદાસે “સમયસાર” ગ્રંથ હિન્દી ભાષામાં કરતાં કેટલાંક કવિત, સવૈયા વગેરેમાં તેના જેવી જ વાત કહી છે, અને તે કઈ રીતે બીજજ્ઞાનને લગતી જણાય છે. તથાપિ કયાંક ક્યાંક તેવા શબ્દો ઉપમાપણે પણ આવે છે. “સમયસાર” બનારસીદાસે કર્યો છે, તેમાં તે શબ્દો જ્યાં જ્યાં આવ્યા છે, ત્યાં ત્યાં સર્વ સ્થળે ઉપમાપણે છે એમ જણાતું નથી, પણ કેટલેક સ્થળે વસ્તુપણે કહ્યું છે, એમ લાગે છે કે એ વાત કંઈક આગળ ગયે મળતી આવી શકે એમ છે. એટલે તમે જે બીજજ્ઞાનમાં કારણ ગણે છે તેથી કંઈક આગળ વધતી વાત અથવા તે વાત વિશેષ જ્ઞાને તેમાં અંગીકાર કરી જણાય છે. બનારસીદાસને કંઈ તે યુગ બન્યું હોય એમ “સમયસાર' ગ્રંથની તેમની રચના પરથી જણાય છે. “મૂળ સમયસારમાં એટલી બધી સ્પષ્ટ વાર્તા “બીજજ્ઞાન વિષે કહી નથી જણાતી, અને બનારસીદાસે તે ઘણે ઠેકાણે વસ્તપણે અને ઉપમાપણે તે વાત કહી છે. જે ઉપરથી એમ જણાય છે કે બનારસીદાસે સાથે પિતાના આત્માને વિષે જે કંઈ અનુભવ થયે છે, તેને પણ કેઈ તે પ્રકારે પ્રકાશ કર્યો છે, કે કોઈ વિચક્ષણ જીવના અનુભવને તે આધારભૂત થાય, વિશેષ સ્થિર કરનાર થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy