________________
વર્ષ ૨૭ મું
૪૧૫ પ૧૫ મુંબઈ, શ્રાવણ સુદ ૧૪, બુધ, ૧૯૫૦ અત્રેથી થોડા દિવસ છૂટી શકાય એવો વિચાર વર્તે છે તથાપિ આ પ્રસંગમાં તેમ થવું કઠણ છે.
જેમ આત્મબળ અપ્રમાદી થાય તેમ સત્સંગ, સાંચનાને પ્રસંગ નિત્ય પ્રત્યે કરવા યોગ્ય છે. તેને વિષે પ્રમાદ કર્તવ્ય નથી, અવશ્ય એમ કર્તવ્ય નથી, એ જ વિનંતિ.
આ૦ સ્વ. પ્રણામ.
૫૧૬.
મુંબઈ, શ્રાવણ વદ ૧, ૧૯૫૦ પાણી સ્વભાવે શીતળ છતાં કઈ વાસણમાં નાખી નીચે અગ્નિ સળગતે રાખ્યું હોય તે તેની નિરિચ્છા હોય છતાં તે પાણી ઉષ્ણપણું ભજે છે, તે આ વ્યવસાય, સમાધિએ શીતળ એવા પુરુષ પ્રત્યે ઉષ્ણપણાને હેતુ થાય છે, એ વાત અમને તે સ્પષ્ટ લાગે છે.
વર્ધમાનસ્વામીએ ગૃહવાસમાં પણ આ સર્વ વ્યવસાય અસાર છે, કર્તવ્યરૂપ નથી, એમ જાણ્યું હતું. તેમ છતાં તે ગૃહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. તે મુનિપણમાં પણ આત્મબળે સમર્થ છતાં તે બળ કરતાં પણ અત્યંત વધતા બળની જરૂર છે, એમ જાણી મૌનપણું અને અનિદ્રાપણું સાડાબાર વર્ષ લગભગ ભર્યું છે, કે જેથી વ્યવસાયરૂપ અગ્નિ તે પ્રાયે થઈ શકે નહીં.
જે વર્ધમાનસ્વામી ગ્રહવાસમાં છતાં અભેગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, નિઃસ્પૃહ , અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણમી હતા, તે વર્ધમાનસ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવર્યા; તે વ્યવસાય, બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે, તે વિચારવા યંગ્ય છે. તે વિચારીને ફરી ફરી તે ચર્યા કાર્યો કર્યો, પ્રવર્તને પ્રવર્તને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રુચિ વિલય કરવા યોગ્ય છે. જે એમ ન કરવામાં આવે તે એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષપદને વિષે થઈ નથી, અથવા તે આ જીવ લેકસંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઈચ્છે છે. પણ કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી નથી, કારણ કે બેય જીવનાં સરખાં પરિણામ હોય અને એક બંધાય, બીજાને અબંધતા થાય, એમ ત્રિકાળમાં બનાવાયોગ્ય નથી.
૫૧૭ મુંબઈ, શ્રાવણ વદ ૭, ગુરુ, ૧૯૫૦ તમે અને બીજા મુમુક્ષુજનનાં ચિત્તસંબંધી દશા જાણી છે. જ્ઞાની પુરુષોએ અપ્રતિબદ્ધપણને પ્રધાનમાર્ગ કહ્યો છે, અને સર્વથી અપ્રતિબદ્ધ દશાને વિષે લક્ષ રાખી પ્રવૃત્તિ છે, તોપણ સત્સંગાદિને વિષે હજી અમને પણ પ્રતિબદ્ધબુદ્ધિ રાખવાનું ચિત્ત રહે છે. હાલ અમારા સમાગમને અપ્રસંગ છે એમ જાણ્યા છતાં પણ તમ સર્વ ભાઈઓએ જે પ્રકારે જીવને શાંત, દાતપણું ઉદ્ભવ થાય તે પ્રકારે વાંચનાદિ સમાગમ કરવો ઘટે છે. તે વાત બળવાન કરવા યોગ્ય છે.
૫૧૮
મુંબઈ, શ્રાવણ વદિ ૯, ૧૯૫૦ ગવાસિષ'—જીવમાં જેમ ત્યાગ, વૈરાગ્ય અને ઉપશમ ગુણ પ્રગટે, ઉદય પામે તે પ્રકાર લક્ષમાં રાખવાના ખબર લખ્યા તે પત્ર પ્રાપ્ત થયું છે. -
એ ગુણે જ્યાં સુધી જીવને વિષે સ્થિરતા પામશે નહીં ત્યાં સુધી આત્મસ્વરૂપને વિશેષ વિચાર જીવથી યથાર્થપણે થે કઠણ છે. આત્મા રૂપી છે, અરૂપી છે એ આદિ વિકલ્પ તે પ્રથમમાં જે વિચારાય છે તે કલપના જેવા છે. જીવ કંઈક પણ ગુણ પામીને જે શીતળ થાય તે પછી તેને વિશેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org