SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૭ મું ૪૦૭ કર્મ જ્યાં છિન્ન થયાં છે, એવા સહજ સ્વરૂપ પરમાત્માને વિષે તે સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ જાગૃતિરૂપ તુર્યાવસ્થા છે; એટલે ત્યાં અનાદિ વિપર્યાસ નિબજપણને પ્રાપ્ત થવાથી કોઈપણ પ્રકારે ઉદ્ભવ થઈ શકે જ નહીં, તથાપિ તેથી ન્યૂન એવાં વિરત્યાદિ ગુણસ્થાનકે વર્તતા એવા જ્ઞાનીને તે કાર્યું કાર્યો અને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ ગ્ય છે. પ્રમાદવશે ચૌદપૂર્વ અંશે ન્યૂન જાણ્યા છે એવા જ્ઞાની પુરુષને પણ અનંતકાળ પરિભ્રમણ થયું છે. માટે જેની વ્યવહારને વિષે અનાસક્ત બુદ્ધિ થઈ છે, તેવા પુરુષે પણ જે તેવા ઉદયનું પ્રારબ્ધ હોય તે તેની ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવવી, અને નિજભાવની જાગૃતિ રાખવી. આ પ્રકારે જ્ઞાની પુરુષને મહાજ્ઞાની એવા શ્રી તીર્થંકરાદિકે ભલામણ દીધી છે; તે પછી, જેને માર્ગાનુસારી અવસ્થામાં પણ હજુ પ્રવેશ થયે નથી, એવા જીવને તે આ સર્વ વ્યવસાયથી વિશેષ-વિશેષ નિવૃત્તભાવ રાખે; અને વિચાર જાગૃતિ રાખવી એગ્ય એમ જણાવવા જેવું પણ રહેતું નથી, કેમ કે તે તે સમજણમાં સહેજે આવી શકે એવું છે. બોધ બે પ્રકારથી જ્ઞાની પુરુષોએ કર્યો છે. એક તે “સિદ્ધાંતો અને બીજે તે સિદ્ધાંત થવાને કારણભૂત એ “ઉપદેશબોધ. જે ઉપદેશબોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયે ન હોય તે સિદ્ધાંતબેધનું માત્ર તેને શ્રવણ થાય તે ભલે, પણ પરિણામ થઈ શકે નહીં. “સિદ્ધાંત એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે, જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જાર્યો છે તે જે પ્રકારથી વાણી દ્વારા જણાવાય તેમ જણાવ્યો છે એ જે બોધ છે તે સિદ્ધાંતબોધ” છે. પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસભાવને પામેલી એવી બુદ્ધિ છે, કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થ સ્વરૂપને નિર્ધારી લે છે; ત વિષયો બુદ્ધિનું બળ ઘટવા, યથાવત્ વસ્તુ સ્વરૂપ જાણવાને વિષે પ્રવેશ થવા, જીવને વૈરાગ્ય અને ઉપશમ સાધન કહ્યાં છે અને એવાં જે જે સાધને જીવને સંસારભય દ્રઢ કરાવે છે તે તે સાધન સંબંધી જે ઉપદેશ કહ્યો છે તે “ઉપદેશબેધ” છે. આ ઠેકાણે એ ભેદ ઉત્પન્ન થાય કે “ઉપદેશબોધ કરતાં “સિદ્ધાંતબેધનું મુખ્યપણું જણાય છે, કેમકે ઉપદેશબોધ પણ તેને જ અર્થે છે, તે પછી સિદ્ધાંતબોધનું જ પ્રથમથી અવગાહન કર્યું હોય તે જીવને પ્રથમથી જ ઉન્નતિને હેતુ છે. આ પ્રકારે જ વિચાર ઉદ્ભવે તે તે વિપરીત છે, કેમકે સિદ્ધાંતને જન્મ ઉપદેશબોધથી થાય છે. જેને વૈરાગ્ય-ઉપશમ સંબંધી ઉપદેશબોધ થયો નથી, તેને બુદ્ધિનું વિપર્યાસપણું વર્યા કરે છે, અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસપણું હોય ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થવું જ સંભવે છે. કેમકે ચક્ષને વિષે જેટલી ઝાંખપ છે, તેટલો ઝાંખો પદાર્થ તે દેખે છે. અને જે અત્યંત બળવાન પડળ હોય તે તેને સમૂળગે પદાર્થ દેખાતું નથી, તેમ જેને ચક્ષુનું યથાવત્ સંપૂર્ણ તેજ છે તે, પદાર્થને પણ યથાયોગ્ય દેખે છે. તેમ જે જીવને વિષે ગાઢ વિપર્યાસબુદ્ધિ છે, તેને તે કઈ રીતે સિદ્ધાંતબોધ વિચારમાં આવી શકે નહીં. જેની વિપર્યાસબુદ્ધિ મંદ થઈ છે તેને તે પ્રમાણમાં સિદ્ધાંતનું અવગાહન થાય; અને જેણે તે વિપર્યાસબુદ્ધિ વિશેષપણે ક્ષીણ કરી છે એવા જીવને વિશેષપણે સિદ્ધાંતનું અવગાહન થાય. ગૃહકુટુંબ પરિગ્રહાદિ ભાવને વિષે જે અહંતા મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગદ્વેષ કષાય છે, તે જ “વિપર્યાસબુદ્ધિ છે; અને અહંતા મમતા તથા કષાય જ્યાં વૈરાગ્ય-ઉપશમ ઉદ્દભવે છે ત્યાં મંદ પડે છે, અનુકમે નાશ પામવા ગ્ય થાય છે. ગૃહકુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે “વૈરાગ્ય” છે અને તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતે એ જે કષાય-ફ્લેશ તેનું મંદ થવું તે “ઉપશમ છે. એટલે તે બે ગુણ વિપર્યાસબુદ્ધિને પર્યાયાંતર કરી સદ્બુદ્ધિ કરે છે, અને તે સદ્બુદ્ધિ જીવાજીવાદિ પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય થાય છે, કેમકે ચક્ષુને પટળાદિ અંતરાય મટવાથી જેમ પદાર્થ યથાવત્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy