SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ શ્રીમદ્ રાજચંદ્ર દેખાય છે, તેમ અહંતાદિ પટળનું મંદપણું થવાથી જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંતભાવ, આત્મભાવ, વિચારચક્ષુએ દેખાય છે. જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે, ત્યાં વિવેક બળવાનપણે હોય છે. વૈરાગ્યઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં, અથવા યથાવત્ વિવેક હોય નહીં. સહજ આત્મસ્વરૂપ છે એવું કેવળજ્ઞાન તે પણ પ્રથમ મેહિનીય કર્મના ક્ષયાંતર પ્રગટે છે. અને તે વાતથી ઉપર જણાવ્યો છે તે સિદ્ધાંત સ્પષ્ટ સમજી શકાશે. વળી જ્ઞાની પુરુષની વિશેષ શિખામણ વેરાગ્ય-ઉપશમ પ્રતિબોધતી જોવામાં આવે છે. જિનના આગમ પર દૃષ્ટિ મૂકવાથી એ વાત વિશેષ સ્પષ્ટ જણાઈ શકશે. “સિદ્ધાંતબોધ એટલે જીવાજીવ પદાર્થનું વિશેષપણે કથન તે આગમમાં જેટલું કર્યું છે, તે કરતાં વિશેષપણે, વિશેષપણે વૈરાગ્ય અને ઉપશમને કથન કર્યા છે, કેમકે તેની સિદ્ધિ થયા પછી વિચારની નિર્મળતા સહેજે થશે, અને વિચારની નિર્મળતા સિદ્ધાંતરૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમ અંગીકાર કરી શકે છે, એટલે તેની પણ સહેજે સિદ્ધિ થશે અને તેમજ થતું હોવાથી ઠામ ઠામ એ જ અધિકારનું વ્યાખ્યાન કર્યું છે. જે જીવને આરંભ-પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તે વૈરાગ્ય અને ઉપશમ હોય તે તે પણ ચાલ્યા જવા સંભવે છે, કેમકે આરંભ-પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમનાં મૂળ છે, વેરાગ્ય અને ઉપશમના કાળ છે. શ્રી ઠાણાંગસૂત્રમાં આરંભ અને પરિગ્રહનું બળ જણાવી પછી તેથી નિવર્તવું યોગ્ય છે એવો ઉપદેશ થવા આ ભાવે દ્વિભંગી કહી છે. ૧. જીવને મતિજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. ૨. જીવને શ્રુતજ્ઞાનાવરણીય કયાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. ૩. જીવને અવધિજ્ઞાનાવરણીય કયાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. ૪. જીવને મન:પર્યવજ્ઞાનાવરણીય કયાં સુધી હોય ? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. પ. જીવને કેવળજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. એમ કહી દર્શનાદિના ભેદ જણાવી સત્તર વાર તે ને તે વાત જણાવી છે કે, તે આવરણ ત્યાં સુધી હોય કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય. આવું આરંભપરિગ્રહનું બળ જણાવી ફરી અર્થપત્તિરૂપે પાછું તેનું ત્યાં જ કથન કર્યું છે. ૧. જીવને મતિજ્ઞાન ક્યારે ઊપજે ? આરંભ પરિગ્રહથી નિવત્યું. ૨. જીવને શ્રુતજ્ઞાન કયારે ઊપજે? આરંભ પરિગ્રહથી નિવહૈં. ૩. જીવને અવધિજ્ઞાન ક્યારે ઊપજે ? આરંભપરિગ્રહથી નિવત્યું. ૪. જીવને મન:પર્યવજ્ઞાન ક્યારે ઊપજે ? આરંભ પરિગ્રહથી નિવત્યું. ૫. જીવને કેવળજ્ઞાન ક્યારે ઊપજે ? આરંભપરિગ્રહથી નિવર્યો. એમ સત્તર પ્રકાર ફરીથી કહી આરંભ પરિગ્રહની નિવૃત્તિનું ફળ જ્યાં છેવટે કેવળજ્ઞાન છે ત્યાં સુધી લીધું છે અને પ્રવૃત્તિનું ફળ કેવળજ્ઞાન સુધીનાં આવરણના હેતુપણે કહી તેનું અત્યંત બળવાનપણું કહી જીવને તેથી નિવૃત્ત થવાને જ ઉપદેશ કર્યો છે. ફરી ફરીને જ્ઞાનીપુરુષનાં વચન એ ઉપદેશને જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરવા ઈચ્છે છે, તથાપિ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઈચ્છાદિ ભાવમાં મૂઢ થયેલે એ જીવ પ્રતિબૂઝત નથી; અને તે ભાવની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનું પ્રયત્ન કર્યા વિના શ્રેય ઈચ્છે છે, કે જેને સંભવ ક્યારે પણ થઈ શકયો નથી, વર્તમાનમાં થતું નથી, અને ભવિષ્યમાં થશે નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy