________________
૪૦૬
શ્રીમદ્ રાજચંદ્ર
૫૪
મુંબઇ, વૈશાખ, ૧૯૫૦ મનના, વચનના તથા કાયાના વ્યવસાય ધારીએ તે કરતાં હમણાં વિશેષ વર્ત્યા કરે છે. અને એ જ કારણથી તમને પત્રાદિ લખવાનું અની શકતું નથી. વ્યવસાયનું મહેાળાપણું ઇચ્છવામાં આવતું નથી, તથાપિ પ્રાપ્ત થયા કરે છે. અને એમ જણાય છે કે કેટલાક પ્રકારે તે વ્યવસાય વેદવા ચેાગ્ય છે, કે જેના વેદનથી ફરી તેના ઉત્પત્તિયેગ મટશે, નિવૃત્ત થશે. કદાપિ બળવાનપણે તેને નિરોધ કરવામાં આવે તેપણ તે નિરધરૂપ ક્લેશને લીધે આત્મા આત્માપણું વિસાપરિણામ જેવા પરિણમી શકે નહીં, એમ લાગે છે. માટે તે વ્યવસાયની જે અનિચ્છાપણે પ્રાપ્તિ થાય તે વેઢવી, એ કોઇ પ્રકારે વિશેષ સમ્યક્ લાગે છે.
કોઇ પ્રગટ કારણને અવલંખી, વિચારી, પરાક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યદૃષ્ટિપણે પણ એળખાય તે તેનું મહત્ ફળ છે; અને તેમ ન હોય તે સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કંઇ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે.
પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઇ કારણે, વિચારે, અવલંબને સમ્યદૃષ્ટિસ્વરૂપપણે પણ ન જાણ્યા હેાય તે તેનું આત્મપ્રત્યયી ફળ નથી, પરમાર્થથી તેની સેવા- અસેવાથી જીવને કંઈ જાતિ( ) ભેદ થતા નથી. માટે તે કંઈ સફળ કારણરૂપે જ્ઞાનીપુરુષે સ્વીકારી નથી, એમ જણાય છે. ઘણા પ્રત્યક્ષ વર્તમાના પરથી એમ પ્રગટ જણાય છે કે આ કાળ તે વિષમ કે દુષમ અથવા કલિયુગ છે. કાળચક્રના પરાવર્તનમાં અનંત વાર દુષમકાળ પૂર્વે આવી ગયા છે, તથાપિ આવા દુષમકાળ કોઈક જ વખત આવે છે. શ્વેતાંબર સંપ્રદાયમાં એવી પરંપરાગત વાત ચાલી આવે છે, કે અસંયતિપૂજા નામે આશ્ચર્યવાળા ડુંડ-—ધીટ—એવા આ પંચમકાળ અનંતકાળે આશ્ચર્યસ્વરૂપે તીર્થંકરાદિકે ગણ્યા છે, એ વાત અમને બહુ કરી અનુભવમાં આવે છે; સાક્ષાત્ એમ જાણે ભાસે છે. કાળ એવા છે. ક્ષેત્ર ઘણું કરી અનાર્ય જેવું છે, ત્યાં સ્થિતિ છે, પ્રસંગ, દ્રવ્યકાળાદિ કારણથી સરળ છતાં લોકસંજ્ઞાપણે ગણવા ઘટે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના આલંબન વિના નિરાધારપણે જેમ આત્માપણું ભજાય તેમ ભજે છે. ખીન્ને શે। ઉપાય ?
૫૦૫
Jain Education International
می
વીતરાગના કહેલા પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવા નિશ્ચય રાખવા. જીવના અધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી; તે પણ તેના જેવું જીવને સંસાર રેગ મટાડવાને બીજું કઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે, તેને મને સદાય નિશ્ચય રહેા; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાએ ! નિવૃત્તિ થાએ !!
હે જીવ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઇક વિચાર, પ્રમાદ છેડી જાગૃત થા! જાગૃત થા!! નહીં તે! રત્ન ચિંતામણિ જેવા આ મનુષ્યદેહ નિષ્ફળ જશે.
હે જીવ! હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
૫૦૬
મુંબઈ, વૈશાખ, ૧૯૫૦
શ્રી તીર્થંકરાદ્ધિ મહાત્માએ એમ કહ્યું છે કે જેને વિપર્યાસ મટી દેહાદિને વિષે થયેલી આત્મબુદ્ધિ, અને આત્મભાવને વિષે થયેલી દેહબુદ્ધિ તે મટી છે, એટલે આત્મા આત્મપરિણામી થયેા છે, તેવા જ્ઞાનીપુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે, ત્યાં સુધી જાગૃતિમાં રહેવું યેાગ્ય છે. કેમ કે, અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વિપર્યાસ ભયના હેતુ ત્યાં પણ અમે જાણ્યા છે. ચાર ઘનધાતી
For Private & Personal Use Only
www.jainelibrary.org