________________
૪૦૨
શ્રીમદ્ રાજચંદ્ર ઢીલ થાય, તે તે પ્રકારને પરિગ્રહ વિના કારણે અંગીકૃત થાય, એવાં સાન્નિપાતિક અનંત કારણે દેખી પત્રાદિને નિષેધ કર્યો છે, તથાપિ તે પણ અપવાદસહિત છે. અનાર્યભૂમિમાં વિચરવાની
બૃહત્ક”માં ના કહી છે અને ત્યાં ક્ષેત્રમર્યાદા કરી છે, પણ જ્ઞાન, દર્શન, સંયમના હેતુએ ત્યાં વિચરવાની પણ હા કહી છે, તે જ અર્થ ઉપરથી એમ જણાય છે કે, કઈ જ્ઞાની પુરુષનું દૂર રહેવું થતું હોય, તેમને સમાગમ કે મુશ્કેલ હોય, અને પત્રસમાચાર સિવાય બીજો કોઈ ઉપાય ન હોય, તે પછી આત્મહિત સિવાય બીજા સર્વ પ્રકારની બુદ્ધિનો ત્યાગ કરી, તેવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ કે કોઈ મુમુક્ષુ સત્સંગીની સામાન્ય આજ્ઞાએ તેમ કરવાને જિનાગમથી નિષેધ થતું નથી, એમ જણાય છે. કારણ કે પત્રસમાચાર લખવાથી આત્મહિત નાશ પામતું હતું, ત્યાં જ તે ના સમજાવી છે. જ્યાં આત્મહિત પત્રસમાચાર નહીં હોવાથી નાશ પામતું હોય, ત્યાં પત્રસમાચારને નિષેધ હોય એમ જિનાગમથી બને કે કેમ ? તે હવે વિચારવા યંગ્ય છે.
એ પ્રકારે વિચારવાથી જિનાગમમાં જ્ઞાન, દર્શન, સંયમના સંરક્ષણાર્થે પત્રસમાચારાદિ વ્યવહાર પણ સ્વીકારવાને સમાવેશ થાય છે, તથાપિ તે કોઈક કાળ અર્થે, કોઈક મોટા પ્રજને, મહાત્મા પુરુષોની આજ્ઞાથી કે કેવળ જીવના કલ્યાણના જ કારણમાં તેને ઉપગ કોઈક પાત્રને અર્થે છે, એમ સમજવા યંગ્ય છે. નિત્યપ્રતિ અને સાધારણ પ્રસંગમાં પત્રસમાચારાદિ વ્યવહાર ઘટે નહીં, જ્ઞાની પુરુષ પ્રત્યે તેની આજ્ઞાએ નિત્યપ્રતિ પત્રાદિ વ્યવહાર ઘટે છે, તથાપિ બીજા લૌકિક જીવન કારણમાં તે સાવ નિષેધ સમજાય છે. વળી કાળ એ આવ્યો છે કે, જેમાં આમ કહેવાથી પણ વિષમ પરિણામ આવે. લેકમાર્ગમાં વર્તતા એવા સાધુ આદિના મનમાં આ વ્યવહારમાર્ગને નાશ કરનાર ભાસ્યમાન થાય, તે સંભવિત છે; તેમ આ માર્ગ સમજાવવાથી પણ અનુક્રમે વગર કારણે પત્રસમાચારાદિ ચાલુ થાય કે જેથી વગર કારણે સાધારણ દ્રવ્યત્યાગ પણ હણાય.
એવું જાણી એ વ્યવહાર ઘણું કરી અંબાલાલ આદિથી પણ કરે નહીં, કારણ કે તેમ કરવાથી પણ વ્યવસાય વધવા સંભવ છે. તમને સર્વ પચખાણ હોય તે પછી પત્ર ન લખવાનાં જે પચખાણ સાધુએ આપ્યાં છે તે અપાય નહીં. તથાપિ આપ્યાં તે પણ એમાં હરકત ગણવી નહીં; તે પચખાણ પણ જ્ઞાની પુરુષની વાણથી રૂપાંતર થયાં હોત તે હરકત નહોતી, પણ સાધારણપણે રૂપાંતર થયાં છે, તે ઘટારત નથી થયું. મૂળ સ્વાભાવિક પચખાણને અત્રે વ્યાખ્યાઅવસર નથી; લેક પચખાણની વાતને અવસર છે; તથાપિ તે પણ સાધારણપણે પોતાની ઇરછાએ તેડવાં ઘટે નહીં, એ હમણાં તે દ્રઢ વિચાર જ રાખવે. ગુણ પ્રગટવાના સાધનમાં જ્યારે ધ થતું હોય, ત્યારે તે પચખાણ જ્ઞાની પુરુષની વાણીથી કે મુમુક્ષુ જીવના પ્રસંગથી સહેજ આકારફેર થવા દઈ રસ્તા પર લાવવા, કારણ કે વગર કારણે લોકોમાં અંદેશે થવા દેવાની વાર્તા યોગ્ય નથી. બીજા પામર જીવને વગર કારણે તે જીવ અનહિતકારી થાય છે. એ વગેરે ઘણું હેતુ ધારી બનતાં સુધી પત્રાદિ વ્યવહાર એછ કરે એ જ યંગ્ય છે. અમ પ્રત્યે ક્યારેક તે વ્યવહાર તમને હિતકારીરૂપ છે, માટે કરે
ગ્ય લાગતું હોય તે તે પત્ર શ્રી દેવકરણજી જેવા કોઈ સત્સંગીને વંચાવીને મોકલવે, કે જેથી જ્ઞાનચર્ચા સિવાય એમાં કોઈ બીજી વાર્તા નથી એવું તેમનું સાક્ષીપણું તે તમારા આત્માને બીજા પ્રકારને પત્રવ્યવહાર કરતાં અટકાવવાને સંભવિત થાય. મારા વિચાર પ્રમાણે એવા પ્રકારમાં શ્રી દેવકરણજી વિરોધ નહીં સમજે; કદાપિ તેમને તેમ લાગતું હોય તે કોઈ પ્રસંગમાં તેમને તે અંદેશે અમે નિવૃત્ત કરીશું, તથાપિ તમારે ઘણું કરી વિશેષ પત્રવ્યવહાર કરે યેચ નહીં, તે લક્ષ ચૂકશે નહીં. “ઘણું કરી” શબ્દનો અર્થ માત્ર હિતકારી પ્રસંગે પત્રનું કારણ કહ્યું છે, તેને બાધ ન થાય તે છે. વિશેષ પત્રવ્યવહાર કરવાથી તે જ્ઞાનચચોરૂપ હશે તાપણું લોકવ્યવહારમાં ઘણું અંદેશાને હેતુ થશે. માટે જે પ્રમાણે પ્રસંગે પ્રસંગે આત્મહિતાર્થ હોય તે વિચારવું અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org