________________
વર્ષ ૨૭ મું
૪૦૧ તે કલ્યાણ જેમ રક્ષાય તેમ તે આજ્ઞાઓ કરી છે. એક આજ્ઞા એવી જિનાગમમાં કહી હોય કે તે આજ્ઞા અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને સંગે ન પળી શકતાં આત્માને બાધકારી થતી હોય, તે ત્યાં તે આજ્ઞા ગૌણ કરી–નિષેધીને બીજી આજ્ઞા શ્રી તીર્થંકરે કહી છે.
સર્વવિરતિ કરી છે એવા મુનિને સર્વવિરતિ કરતી વખતના પ્રસંગમાં “સર્વ વાળફવાળું पच्चक्खामि, सव्वं मुसावायं पच्चक्खामि, सव्वं अदिन्नादाणं पच्चक्खामि, सव्वं मेहुणं પરવશ્વામિ. સવૅ વરિયાછું વવવવામિ, આ ઉદ્દેશનાં વચન ઉચ્ચારવામાં કહ્યા છે, અર્થાત્ “સર્વ પ્રાણાતિપાતથી હું નિવત્ છું”, “સર્વ પ્રકારના મૃષાવાદથી હું નિવત્ છું”, “સર્વ પ્રકારના અદત્તાદાનથી હું નિવત્ છું”, “સર્વ પ્રકારના મૈથુનથી નિવત્ છું, અને “સર્વ પ્રકારના પરિગ્રહથી નિવત છું.” (સર્વ પ્રકારના રાત્રિભેજનથી તથા બીજાં તેવાં તેવાં કારણેથી નિવકું છું, એમ તે સાથે ઘણાં ત્યાગનાં કારણે જાણવાં.) એમ જે વચને કહ્યાં છે તે, સર્વવિરતિની ભૂમિકાના લક્ષણે કહ્યાં છે, તથાપિ તે પાંચ મહાવ્રતમાં ચાર મહાવ્રત, મૈથુનત્યાગ સિવાયમાં ભગવાને પાછી બીજી આજ્ઞા કરી છે, કે જે આજ્ઞા પ્રત્યક્ષ તે મહાવ્રતને બાધકારી લાગે, પણ જ્ઞાનવૃષ્ટિથી જોતાં તે રક્ષણકારી છે.
સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવવું છું', એવાં પચખાણ છતાં નદી ઊતરવા જેવા પ્રાણાતિપાતરૂપ પ્રસંગની આજ્ઞા કરવી પડી છે, જે આજ્ઞા લેકસમુદાયને વિશેષ સમાગમે કરી સાધુ આરાધશે તે પંચમહાવ્રત નિર્મૂળ થવાનો વખત આવશે એવું જાણી, નદીનું ઊતરવું ભગવાને કહ્યું છે. તે પ્રાણાતિપાતરૂપ પ્રત્યક્ષ છતાં પાંચ મહાવ્રતની રક્ષાના અમૂલ્ય હેતુરૂપ હોવાથી પ્રાણાતિપાતની નિવૃત્તિરૂપ છે, કારણ કે પાંચ મહાવ્રતની રક્ષાનો હેતુ એવું જે કારણે તે પ્રાણાતિપાતની નિવૃત્તિનો પણ હેતુ જ છે. પ્રાણાતિપાત છતાં અપ્રાણાતિપાતરૂપ એમ નદીના ઊતરવાની આજ્ઞા થાય છે, તથાપિ સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવડું છું એ વાક્યને તે કારણથી એક વાર આંચકો આવે છેજે આંચકે ફરીથી વિચાર કરતાં તે તેની વિશેષ દૃઢતા માટે જણાય છે, તેમ જ બીજા વ્રતે માટે છે. પરિગ્રહની સર્વથા નિવૃત્તિ કરું છું એવું વ્રત છતાં વસ્ત્ર, પાત્ર, પુસ્તકને સંબંધ જોવામાં આવે છે, તે અંગીકાર કરવામાં આવે છે. તે પરિગ્રહની સર્વથા નિવૃત્તિના કારણને કઈ પ્રકારે રક્ષણરૂપ હોવાથી કહ્યાં છે, અને તેથી પરિણામે અપરિગ્રહરૂપ હોય છે. મૂછરહિતપણે નિત્ય આત્મદશા વધવાને માટે પુસ્તકને અંગીકાર કહ્યો છે. શરીરસંઘયણનું આ કાળનું હીનપણું દેખી, ચિત્તસ્થિતિ પ્રથમ સમાધાન રહેવા અર્થે વસ્ત્રાપાત્રાદિનું ગ્રહણ કહ્યું છે, અર્થાત્ આત્મહિત દીઠું તે પરિગ્રહ રાખવાનું કહ્યું છે. પ્રાણાતિપાત ક્રિયા પ્રવર્તને કહ્યું છે, પણ ભાવને આકાર ફેર છે. પરિગ્રહબુદ્ધિથી કે પ્રાણાતિપાતબુદ્ધિથી એમાંનું કંઈ પણ કરવાનું ક્યારે પણ ભગવાને કહ્યું નથી. પાંચ મહાવ્રત, સર્વથા નિવૃત્તિરૂપ, ભગવાને જ્યાં બેધ્યાં ત્યાં પણ બીજા જીવના હિતાર્થે કહ્યા છે, અને તેમાં તેના ત્યાગ જેવો દેખાવ દેનાર એ અપવાદ પણ આત્મહિતાર્થે કહ્યો છે, અર્થાત્ એક પરિણામ હોવાથી ત્યાગ કરેલી ક્રિયા ગ્રહણ કરાવી છે. “મૈથુનત્યાગમાં જે અપવાદ નથી તેને હેતુ એ છે કે રાગદ્વેષ વિના તેને ભંગ થઈ શકે નહીં અને રાગદ્વેષ છે તે આત્માને અહિતકારી છે જેથી તેમાં કેઈ અપવાદ ભગવાને કહ્યો નથી. નદીનું ઊતરવું રાગદ્વેષ વિના પણ થઈ શકે, પુસ્તકાદિનું ગ્રહણ પણ તેમ થઈ શકે, પણ મૈથુનસેવન તેમ ન થઈ શકે; માટે ભગવાને અનપવાદ એ વ્રત કહ્યું છે અને બીજામાં અપવાદ આત્મહિતાર્થે કહ્યા છે, આમ હોવાથી જિનાગમ જેમ જીવનું, સંયમનું રક્ષણ થાય તેમ કહેવાને અર્થે છે.
- પત્ર લખવાનું કે સમાચારાદિ કહેવાનું જે નિષિદ્ધ કર્યું છે, તે પણ એ જ હેતુએ છે. લોકસમાગમ વધે, પ્રીતિ-અપ્રીતિનાં કારણે વધે, સ્ત્રી આદિના પરિચયમાં આવવાને હેતુ થાય, સંયમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org