________________
વર્ષ ૨૭ મું
૩૭ સમીપવતી હોય, તેપણ કાર્યસિદ્ધિ મંત્રાદિથી થઈ ગણાય; પણ એ વાતમાં કંઈ સહેજ પણ ચિત્ત થવાનું કારણ નથી; નિષ્ફળ વાર્તા છે. આત્માના કલ્યાણ સંબંધને એમાં કેઈ. મુખ્ય પ્રસંગ નથી. મુખ્ય પ્રસંગ, વિસ્મૃતિને હેતુ એવી કથા થાય છે, માટે તે પ્રકારના વિચારને કે શેધને નિર્ધાર લેવાની ઈચ્છા કરવા કરતાં ત્યાગી દેવી સારી છે, અને તે ત્યાગે સહેજે નિર્ધાર થાય છે.
આત્મામાં વિશેષ આકુળતા ન થાય તેમ રાખશે. જે થવા યોગ્ય હશે તે થઈ રહેશે. અને આકુળતા કરતાં પણ જે થવા ગ્ય હશે તે થશે, તેની સાથે આત્મા પણ અપરાધી થશે.
૪૫ મુંબઈ, ચૈત્ર વદ ૧૧, ભેમ, ૧૫૦ શ્રી ત્રિભવન,
જે કારણે વિષે લખ્યું હતું, તે કારણના વિચારમાં હજુ ચિત્ત છે; અને તે વિચાર હજુ સુધી ચિત્તસમાધાનરૂપ એટલે પૂરો થઈ શક્યો ન હોવાથી તમને પત્ર લખવાનું થયું નથી. વળી કઈ
પ્રમાદષ' જે કંઈ પ્રસંગદોષ વર્તે છે, કે જેને લીધે કંઈ પણ પરમાર્થવાત લખવા સંબંધમાં ચિત્ત મુકાઈ, લખતાં સાવ અટકવું થાય છે. તેમ જ જે કાર્યપ્રવૃત્તિ છે, તે કાર્યપ્રવૃત્તિમાં અને અપરમાર્થપ્રસંગમાં ઉદાસીનબળ યથાગ્ય જાણે મારાથી થતું નથી, એમ લાગી આવી પિતાના દેષવિચારમાં પડી જઈ પત્ર લખવું અટકી જાય છે, અને ઘણું કરી ઉપર જે વિચારનું સમાધાન થયું નથી, એમ લખ્યું છે તે તે જ કારણ છે.
જે કોઈ પણ પ્રકારે બને તે આ ત્રાસરૂપ સંસારમાં વધતે વ્યવસાય ન કરે સત્સંગ કરો એગ્ય છે.
મને એમ લાગે છે કે જીવને મૂળપણે જોતાં જે મુમુક્ષતા આવી હોય તે નિત્ય પ્રત્યે તેનું સંસારબળ ઘટ્યા કરે. સંસારમાં ધનાદિ સંપત્તિ ઘટે કે નહીં તે અનિયત છે, પણ સંસાર પ્રત્યે જે જીવની ભાવના તે મોળી પડ્યા કરે; અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય; આ કાળમાં એ વાત ઘણું કરી જેવામાં આવતી નથી. કેઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષુ, અને જુદા સ્વરૂપમાં મુનિ વગેરે જોઈ વિચાર થાય છે કે આવા સંગે કરી જીવની ઊર્ધ્વદશા થવી ઘટે નહીં; પણ અપૅદશા થવી ઘટે. વળી સત્સંગને કંઈ પ્રસંગ થયે છે એવા જીવની વ્યવસ્થા પણ કાળદોષથી પલટતાં વાર નથી લાગતી. એવું પ્રગટ જોઈને ચિત્તમાં ખેદ થાય છે, અને મારા ચિત્તની વ્યવસ્થા જોતાં મને પણ એમ થાય છે કે મને કોઈ પણ પ્રકારે આ વ્યવસાય ઘટતે નથી, અવશ્ય ઘટતું નથી. જરૂર–અત્યંત જરૂર–આ જીવને કઈ પ્રમાદ છે નહીં તે પ્રગટ જાણ્યું છે એવું જે ઝેર તે પીવાને વિષે જીવની પ્રવૃત્તિ કેમ હોય? અથવા એમ નહીં તે ઉદાસીનપ્રવૃત્તિ હોય, પણ તે પ્રવૃત્તિયે હવે તે કઈ પ્રકારે પણુ પરિસમાસપણું ભજે એમ થવા યોગ્ય છે, નહીં તે જરૂર જીવને કેઈ પણ પ્રકારે દોષ છે.
વધારે લખવાનું થઈ શકતું નથી, એટલે ચિત્તમાં ખેદ થાય છે, નહીં તે પ્રગટપણે કઈ મુમુક્ષને આ જીવના દોષ પણ જેટલા બને તેટલા પ્રકારે વિદિત કરી જીવને તેટલે તે ખેદ ટાળવે. અને તે વિદિત દોષની પરિસમાપ્તિ માટે તેને સંગરૂપ ઉપકાર ઈચ્છ.
વારંવાર મને મારા દેષ માટે એમ લાગે છે કે જે દેશનું બળ પરમાર્થથી જોતાં મેં કહ્યું છે, પણ બીજા આધુનિક જીવોના દેષ આગળ મારા દોષનું અત્યંત અલ્પપણું લાગે છે કે એમ માનવાની કંઈ બુદ્ધિ નથી, તથાપિ સ્વભાવે એમ કંઈ લાગે છે; છતાં કોઈ વિશેષ અપરાધીની પેઠે
જ્યાં સુધી અમે આ વ્યવહાર કરીએ છીએ ત્યાં સુધી અમારા આત્મામાં લાગ્યા કરીશું. તમને અને તમારા સંગમાં વર્તતા કઈ પણ મુમુક્ષુને કંઈ પણ વિચારવા જેગ જરૂર આ વાત લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org