SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ શ્રીમદ્ રાજચંદ્ર ૪૯૬ મુંબઈ, ચૈત્ર વદ ૧૪, શુક, ૧૯૫૦ જે મુમુક્ષુ જીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય, તેણે તે અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. નહીં તે ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મૂકતાં પ્રાણ જાય એવી દશા આવ્યું ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે, અને તે જ જીવને સપુરુષનાં વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય, માહાસ્ય અને રહસ્ય સમજાય છે અને સર્વ વૃત્તિઓ નિજપણે વર્તવાને માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. દેશ, કાળ, સંગ આદિને વિપરીત ગ ઘણું કરીને તમને વર્તે છે. માટે વારંવાર, પળે પળે તથા કાર્ય કાર્યો સાવચેતીથી નીતિ આદિ ધર્મોમાં વર્તવું ઘટે છે. તમારી પેઠે જે જીવ કલ્યાણની આકાંક્ષા રાખે છે, અને પ્રત્યક્ષ સપુરુષને નિશ્ચય છે, તેને પ્રથમ ભૂમિકામાં એ નીતિ મુખ્ય આધાર છે. જે જીવ સત્પરુષને નિશ્ચય થયું છે એમ માને છે, તેને વિષે ઉપર કહી તે નીતિનું જે બળવાનપણું ન હોય અને કલ્યાણની યાચના કરે તથા વાર્તા કરે, તે એ નિશ્ચય માત્ર સપુરુષને વંચવા બરાબર છે. જોકે પુરુષ તે નિરાકાંક્ષી છે એટલે, તેને છેતરાવાપણું કંઈ છે નહીં, પણ એવા પ્રકારે પ્રવર્તતા જીવ તે અપરાધેશ્ય થાય છે. આ વાત પર વારંવાર તમારે તથા તમારા સમાગમને ઈચ્છતા હોય તે મુમુક્ષુઓએ લક્ષ કર્તવ્ય છે. કઠણ વાત છે માટે ન બને, એ કલ્પના મુમુક્ષુને અહિતકારી છે અને છોડી દેવા યોગ્ય છે. ૪૭ મુંબઈ, ચૈત્ર વદ ૧૪, શુક્રવાર, ૧૯૫૦ ઉપદેશની આકાંક્ષા રહ્યા કરે છે, તેવી આકાંક્ષા મુમુક્ષુ જીવને હિતકારી છે, જાગૃતિને વિશેષ હેતુ છે. જેમ જેમ જીવમાં ત્યાગ વૈરાગ્ય અને આશ્રયભક્તિનું બળ વધે છે, તેમ તેમ સપુરુષનાં વચનનું અપૂર્વ અને અદ્દભુત સ્વરૂપ ભાસે છે; અને બંધનિવૃત્તિના ઉપાયે સહજમાં સિદ્ધ થાય છે. પ્રત્યક્ષ સત્પરુષના ચરણારવિંદને યેગ કેટલાક સમય સુધી રહે તે પછી વિયેગમાં પણ ત્યાગ વૈરાગ્ય અને આશ્રયભક્તિની. ધારા બળવાન રહે છે; નહીં તે માઠા દેશ, કાળ, સંગાદિના ગથી સામાન્ય વૃત્તિના જીવ ત્યાગ વૈરાગ્યાદિનાં બળમાં વધી શકતાં નથી, અથવા મંદ પડી જાય છે, કે સર્વથા નાશ કરી દે છે. ૪૯૮ મુંબઈ, વૈશાખ સુદ ૧, રવિ, ૧૯૫૦ શ્રી ત્રિભવનાદિ, ગવાસિષ્ઠ વાંચવામાં હરકત નથી. આત્માને વારંવાર સંસારનું સ્વરૂપ કારાગૃહ જેવું ક્ષણે ક્ષણે ભાસ્યા કરે એ મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ છે. યોગવાસિષ્ઠાદિ જે જે ગ્રંથ તે કારણનાં પિષક છે, તે વિચારવામાં હરકત નથી. મૂળ વાત તે એ છે કે જીવને વૈરાગ્ય આવતાં છતાં પણ જે તેનું અત્યંત શિથિલપણું છે–ઢીલાપણું છે –તે ટાળતાં તેને અત્યંત વસમું લાગે છે, અને ગમે તે પ્રકારે પણ એ જ પ્રથમ ટાળવા ગ્ય છે. ४८८ મુંબઈ, વૈશાખ સુદ ૯, ૧૯૫૦ જે વ્યવસાયે કરી જીવને ભાવનિદ્રાનું ઘટવું ન થાય તે વ્યવસાય કઈ પ્રારબ્ધયોગે કરે પડતું હોય તે તે ફરી ફરી પાછા હઠીને, “મોટું ભયંકર હિંસાવાળું દુષ્ટ કામ જ આ કર્યા કરું છું એવું ફરી ફરી વિચારીને અને “જીવમાં ઢીલાપણથી જ ઘણું કરી મને આ પ્રતિબંધ છે એમ ફરી ફરી નિશ્ચય કરીને જેટલું બને તેટલે વ્યવસાય સંક્ષેપ કરતા જઈ પ્રવર્તવું થાય, તે બેધનું ફળવું થવું સંભવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy