________________
૩૯૬
શ્રીમદ્ રાજચંદ્ર
શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યેાગે સહજ માત્રમાં જીવ પામવા યાગ્ય થયા, તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હા ! નમસ્કાર હા !!
૪૯૪
મુંબઈ, ચૈત્ર સુદ, ૧૯૫૦
અત્રે હાલ કંઈક ખાદ્યઉપાધિ ઓછી વર્તે છે. તમારા પત્રમાં પ્રશ્નો છે તેનું સમાધાન નીચે લખ્યાથી વિચારશે.
પૂર્વકર્મ એ પ્રકારનાં છે, અથવા જીવથી જે જે કર્મ કરાય છે તે એ પ્રકારથી કરાય છે. એક પ્રકારનાં કર્મ એવાં છે, કે જે પ્રકારે કાળાદિ તેની સ્થિતિ છે, તે જ પ્રકારે તે ભોગવી શકાય. બીજો પ્રકાર એવા છે, કે જ્ઞાનથી, વિચારથી કેટલાંક કર્મ નિવૃત્ત થાય. જ્ઞાન થવા છતાં પણ જે પ્રકારનાં કર્મ અવશ્ય ભાગવવા યેાગ્ય છે તે પ્રથમ પ્રકારનાં કર્મ કહ્યાં છે; અને જે જ્ઞાનથી ટળી શકે છે તે બીજા પ્રકારનાં કર્મ કહ્યાં છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થવા છતાં દેહનું રહેવું થાય છે, તે દેહનું રહેવું એ કેવળજ્ઞાનીની ઇચ્છાથી નથી, પણ પ્રારબ્ધથી છે, એટલું સંપૂર્ણ જ્ઞાનખળ છતાં પણ તે દેહસ્થિતિ વેદ્યા સિવાય કેવળજ્ઞાનીથી પણ છૂટી શકાય નહીં, એવી સ્થિતિ છે; જોકે તેવા પ્રકારથી છૂટવા વિષે કઈ જ્ઞાનીપુરુષ ઇચ્છા કરે નહીં; તથાપિ અત્રે કહેવાનું એમ છે કે, જ્ઞાનીપુરુષને પણ તે કર્મ ભાગવવા યોગ્ય છે; તેમ જ અંતરાયાદિ અમુક કર્મની વ્યવસ્થા એવી છે કે, તે જ્ઞાનીપુરુષને પણ ભાગવવા યેાગ્ય છે, અર્થાત્ જ્ઞાનીપુરુષ પણ તે કર્મ ભાગવ્યા વિના નિવૃત્ત કરી શકે નહીં. સર્વ પ્રકારનાં કર્મો એવાં છે, કે તે અફળ હાય નહીં; માત્ર તેની નિવૃત્તિના પ્રકારમાં ફેર છે.
એક, જે પ્રકારે સ્થિતિ વગેરે ખાંધ્યું છે, તે જ પ્રકારે ભેગવવાયાગ્ય હાય છે. ખીજાં, જીવના જ્ઞાનાદિ પુરુષાર્થધર્મે નિવૃત્ત થાય એવાં હાય છે. જ્ઞાનાદિ પુરુષાર્થધર્મે નિવૃત્ત થાય એવા કર્મની નિવૃત્તિ જ્ઞાનીપુરુષ પણ કરે છે; પણ ભોગવવા યેાગ્ય કર્મને જ્ઞાનીપુરુષ સિદ્ધિઆદિ પ્રયત્ન કરી નિવૃત્ત કરવાની ઇચ્છા કરે નહીં એ સંભવિત છે. કર્મને યથાયેાગ્યપણે ભેગવવા વિષે જ્ઞાનીપુરુષને સંકેાચ હાતા નથી. કેઈ અજ્ઞાનદશા છતાં પાતા વિષે જ્ઞાનદશા સમજનાર જીવ કદાપિ ભાગવવા યાગ્ય કર્મ ભાગવવા વિષે ન ઇચ્છે તેપણ ભાગવ્યે જ છૂટકા થાય એવી નીતિ છે. જીવનું કરેલું જો વગર ભાગવ્યે અફળ જતું હેાય, તે પછી બંધમેાક્ષની વ્યવસ્થા કયાંથી હાઈ શકે?
વેદનીયાદિ કર્મ હેાય તે ભાગવવા વિષે અમને નિરિચ્છા થતી નથી. જો નિરિચ્છા થતી હાય, તા ચિત્તમાં ખેદ થાય કે, જીવને દેહાભિમાન છે તેથી ઉપાર્જિત કર્મ ભાગવતાં ખેદ થાય છે; અને તેથી નિરિચ્છા થાય છે.
મંત્રાદિથી, સિદ્ધિથી અને ખીજાં તેવાં અમુક કારણેાથી અમુક ચમત્કાર થઇ શકવા અસંભવિત નથી, તથાપિ ઉપર જેમ અમે જણાવ્યાં તેમ ભોગવવા યોગ્ય એવાં ‘નિકાચિત કર્મ’ તે તેમાંના કોઈ પ્રકારે મટી શકે નહીં; અમુક ‘શિથિલકર્મ'ની ક્વચિત્ નિવૃત્તિ થાય છે; પણ તે કંઈ ઉપાર્જિત કરનારે વેદ્યા વિના નિવૃત્ત થાય છે એમ નહીં; આકારફેરથી તે કર્મનું વેદવું થાય છે.
કોઈ એક એવું ‘શિથિલકર્મ' છે, કે જેમાં અમુક વખત ચિત્તની સ્થિરતા રહે તે તે નિવૃત્ત થાય. તેવું કર્મ તે મંત્રાદિમાં સ્થિરતાના ચેાગે નિવૃત્ત થાય એ સંભવિત છે; અથવા કોર્ટ પાસે પૂર્વલાભના કોઈ એવા બંધ છે, કે જે માત્ર તેની ઘેાડી કૃપાથી ફળીભૂત થઈ આવે, એ પણુ એક સિદ્ધિ જેવું છે; તેમ અમુક મંત્રાદિના પ્રયત્નમાં હાય અને અમુક પૂર્વાંતરાય બુટવાના પ્રસંગ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org