________________
વર્ષ ૨૭ મું
૩૯૫ મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા ગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એ જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મેક્ષપદ છે.
છઠું પદ –તે “મોક્ષને ઉપાય છે. જે કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હય, તે તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં; પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભજ્યાદિ સાધન પ્રત્યક્ષ છે; જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ એક્ષપદના ઉપાય છે.
શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક્દર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણુ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવા ગ્ય છે, તેને સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે, એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદને વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વદશાને લીધે ઉત્પન્ન થયેલે એવો જીવને અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વદશાથી રહિત માત્ર પિતાનું સ્વરૂપ છે, એમ જે જીવ પરિણામ કરે, તે સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્મદર્શનને પ્રાપ્ત થાય, સમ્યક્રદર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મેક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શેક, સંગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવપર્યાયમાં માત્ર પિતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ પ્રત્યક્ષ-અત્યંત પ્રત્યક્ષ-અપક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંગને વિષે તેને ઈષ્ટ–અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રેગાદિ બાધારહિત સંપૂર્ણ માહાસ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેઠી તે કૃતાર્થ થાય છે. જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવા પરમ પુરુષનાં વચને આત્માને નિશ્ચય થયે છે, તે તે પુરુષ સર્વ સ્વરૂપને પામ્યા છે, આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે; અને ભાવિકાળમાં પણ તેમ જ થશે.
જે સપુરુષોએ જન્મ, જરા, મરણને નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાને ઉપદેશ કર્યો છે, તે સત્પરુષને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પરુષે, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહે ! - જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ છવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ, નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સપુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમ કે જેને પ્રત્યુપકાર ન થઈ શકે એ પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઈજ્યા વિના માત્ર નિષ્કારણ કરૂણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ માટે શિષ્ય છે, અથવા ભક્તિને કર્તા છે, માટે મારે છે, એમ કદી જોયું નથી, એવા જે પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હે!
જે સત્પરૂષોએ સગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્દગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્પરુષને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો !
જે કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org