________________
૩૦
શ્રીમદ્ રાજચંદ્ર
૪૮૨ મુંબઈ, પિષ વદ ૧૪, રવિ, ૧૯૫૦ હાલ વિશેષપણે કરી લખવાનું થતું નથી તેમાં, ઉપાધિ કરતાં ચિત્તનું સંક્ષેપપણું વિશેષ કારણરૂપ છે. (ચિત્તનું ઈચ્છારૂપમાં કંઈ પ્રવર્તન થવું સંક્ષેપ પામે, ન્યૂન થાય તે સંક્ષેપપણું અત્રે લખ્યું છે.) અમે એમ વેડ્યું છે કે, જ્યાં કંઈ પણ પ્રમત્તદશા હોય છે ત્યાં જગતપ્રત્યયી કામને આત્માને વિષે અવકાશ ઘટે છે. જ્યાં કેવળ અપ્રમત્તતા વર્તે છે, ત્યાં આત્મા સિવાય બીજા કેઈ પણ ભાવને અવકાશ વર્તે નહીં, જોકે તીર્થંકરાદિક, સંપૂર્ણ એવું જ્ઞાન પામ્યા પછી, કોઈ જાતની દેહક્રિયાએ સહિત દેખાવાનું બન્યું છે, તથાપિ આત્મા, એ ક્રિયાને અવકાશ પામે તે જ કરી શકે એવી ક્રિયા કોઈ તે જ્ઞાન પછી હોઈ શકે નહીં, અને તે જ ત્યાં સંપૂર્ણજ્ઞાન ટકે, એ અસંદેહ જ્ઞાની પુરુષને નિર્ધાર છે, એમ અમને લાગે છે. જવરાદિ રેગમાં કંઈ નેહ જેમ ચિત્તને નથી થતા તેમ આ ભાવને વિષે પણ વર્તે છે, લગભગ સ્પષ્ટ વર્તે છે, અને તે પ્રતિબંધના રહિતપણાને વિચાર થયા કરે છે.
૪૮૩ મોહમયી, માહ વદ ૪, શુક્ર, ૧લ્પ૦ પરમગ્નેહી શ્રી ભાગ, શ્રી અંજાર.
તમારાં પત્રે પહોંચ્યાં છે. તે સાથે પ્રશ્નોની ટીપ ઉતારીને બીડી તે પહોંચી છે. તે પ્રશ્નોમાં જે વિચાર જણવ્યા છે, તે પ્રથમ વિચારભૂમિકામાં વિચારવા જેવા છે. જે પુરુષે તે ગ્રંથ કર્યો છે, તેણે વેદાંતાદિ શાસ્ત્રના અમુક ગ્રંથના અવેલેકન ઉપરથી તે પ્રશ્નો લખ્યાં છે. અત્યંત આશ્ચર્ય ગ્ય વાર્તા એમાં લખી નથી; એ પ્રશ્નો તથા તે જાતિના વિચાર ઘણા વખત પહેલાં વિચાર્યા હતા અને એવા વિચારની વિચારણા કરવા વિષે તમને તથા ગેસળિયાને જણાવ્યું હતું. તેમ જ બીજા તેવા મુમુક્ષુને તેવા વિચારના અવકન વિષે કહ્યું હતું, અથવા કહ્યાનું થઈ આવે છે કે, જે વિચારોની વિચારણું ઉપરથી અનુકમે સઅસને પૂરે વિવેક થઈ શકે.
હાલ સાત આઠ દિવસ થયાં શારીરિક સ્થિતિ જ્વરગ્રસ્ત હતી, હમણું બે દિવસ થયાં ઠીક છે.
કવિતા બીડી તે પહોંચી છે. તેમાં આલાપિકા તરીકેના ભેદમાં તમારું નામ બતાવ્યું છે અને કવિતા કરવામાં જે કંઈ વિચક્ષણતા જોઈએ તે બતાવવાને વિચાર રાખે છે. કવિતા ઠીક છે. કવિતા કવિતાર્થે આરાધવા યોગ્ય નથી, સંસારાર્થે આરાધવા ગ્ય નથી; ભગવદ્ભજનાર્થે, આત્મકલ્યાણાર્થે જે તેનું પ્રયોજન થાય તે જીવને તે ગુણની ક્ષપશમતાનું ફળ છે. જે વિદ્યાથી ઉપશમગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યું નહીં, કે સમાધિ થઈ નહીં તે વિદ્યાને વિષે રૂડા જીવે આગ્રહ કરવા યોગ્ય નથી.
હાલ હવે ઘણું કરી મોતીની ખરીદી બંધ રાખી છે. વિલાયતમાં છે તેને અનુક્રમે વેચવાને વિચાર રાખે છે. જે આ પ્રસંગ ન હોત તે તે પ્રસંગમાં ઉદ્ભવ થતી જંજાળ અને તેનું ઉપશમાવવું થાત નહીં. હવે તે સ્વસંવેદ્યરૂપે અનુભવમાં આવેલ છે, તે પણ એક પ્રકારનું પ્રારબ્ધનિવર્તનરૂપ છે. સવિગત જ્ઞાનવાર્તાને હવે પત્ર લખશે, તે ઘણું કરી તેને ઉત્તર લખીશું.
લિ૦ આત્મસ્વરૂપ.
૪૮૪ મેહમયી, માહ વદ ૮, ગુરુ, ૧૯૫૦ પરમ સ્નેહી શ્રી સોભાગ, શ્રી અંજાર.
અત્રેના ઉપાધિ પ્રસંગમાં કંઈક વિશેષ સહનતાથી વર્તવું પડે એવી મસમ હોવાથી આત્માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org