________________
વર્ષ ૨૭ મું
૩૮૯ ૪૭૮
મુંબઈ, કારતક સુદ ૧૩, ૧લ્પ૦ ઉપાધિના યોગથી ઉદયાધીનપણે બાહ્ય ચિત્તની ક્વચિત્ અવ્યવસ્થાને લીધે તમ મુમુક્ષુ પ્રત્યે જેમ વર્તવું જોઈએ તેમ અમારાથી વતી શકાતું નથી. તે ક્ષમા યેગ્ય છે, ખચીત ક્ષમા યોગ્ય છે.
એ જ નમ્ર વિનંતી.
આ૦ સ્વ. પ્રણામ.
૪૭૯ મુંબઈ, માગશર સુદ ૩, સેમ, ૧૯૫૦ વાણીનું સંયમન શ્રેયરૂપ છે, તથાપિ વ્યવહારને સંબંધ એવા પ્રકારને વર્તે છે કે, કેવળ તેવું સંયમન રાખે પ્રસંગમાં આવતા જીને ક્લેશને હેતુ થાય; માટે બહુ કરી સપ્રજન સિવાયમાં સંયમન રાખવું થાય, તે તેનું પરિણામ કેઈ પ્રકારે શ્રેયરૂપ થવું સંભવે છે.
નીચેનું વાક્ય તમારી પાસે લખેલાં વચનેમાં લખશે.
“જીવનું મૂઢપણું ફરી ફરી, ક્ષણે ક્ષણે, પ્રસંગે–પ્રસંગે વિચારવામાં જે સચેતપણું ન રાખવામાં આવ્યું તે આ જોગ બન્યા તે પણ વૃથા છે.”
કૃષ્ણદાસાદિ મુમુક્ષુને નમસ્કાર.
મુંબઈ, પિષ સુદ ૫, ૧૯૫૦ કોઈ પણ જીવને કંઈ પણ પરિશ્રમ દે, એ અપરાધ છે. અને તેમાં મુમુક્ષુ જીવને તેના અર્થ સિવાય પરિશ્રમ દેવે એ જરૂર અપરાધ છે, એ અમારા ચિત્તને સ્વભાવ રહે છે. તથાપિ પરિશ્રમને હેતુ એવાં કામને પ્રસંગ તમને ક્વચિત્ જણાવવાનું થાય છે, જે વિષેના પ્રસંગમાં અમારા પ્રત્યે તમને નિઃશંકતા છે, તથાપિ તમને તેને પ્રસંગે ક્વચિત્ પરિશ્રમનું કારણ થાય એ અમારા ચિત્તમાં સહન થતું નથી; તે પણ પ્રવર્તીએ છીએ. તે અપરાધ ક્ષમા યેગ્ય છે અને એવી અમારી કઈ પ્રવૃત્તિ પ્રત્યે ક્વચિત્ પણ અનેહ ન થાય તેટલે લક્ષ પણ રાખવો ઘટે છે.
સાથેને ભાઈ રેવાશંકરને કાગળ છે તે અમારી પ્રેરણાથી લખાય છે. જે રીતે કેઈનું મન ન દુભાય તેમ કરી તે કાર્ય કરવાની જરૂર છે. અને તે વિષેના પ્રસંગમાં કંઈ પણ ચિત્તવ્યાકુળતા ન થાય તેટલે લક્ષ એગ્ય છે.
૪૮૧
પિષ વદ ૧, મંગળ, ૧૯૫૦
આજે આ પત્ર લખવાને હેતુ થાય છે તે અમને ચિત્તમાં વિશેષ ખેદ રહે છે, તે છે. ખેદનું કારણ આ વ્યવહારરૂપ પ્રારબ્ધ વર્તે છે, તે કઈ રીતે છે, કે જેને લીધે મુમુક્ષુ જીવ પ્રત્યે ક્વચિત્ તે પરિશ્રમ આપવાને પ્રસંગ થાય છે. અને તે પરિશ્રમ આપતાં અમારી ચિત્તવૃત્તિ સંકેચ પામતી પામતી પ્રારબ્ધ ઉદયે વર્તે છે. તથાપિ તે વિષેને સંસ્કારિત ખેદ ઘણો વખત સ્કુરિતપણું પામ્યા કરે છે.
ક્યારે પણ તેવા પ્રસંગે અમે લખ્યું હોય અથવા શ્રી રેવાશંકરે અમારી ઈચ્છા લઈ લખ્યું હોય તે તે કોઈ વ્યાવહારિક દૃષ્ટિનું કાર્ય નથી, કે જે ચિત્ત–આકુળતા કરવા પ્રત્યે પ્રેરાયું હોય એવો નિશ્ચય સ્મરણગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org