________________
૩૮૪
શ્રીમદ્ રાજચંદ્ર
મુંબઈ, ભાદરવા વદ ૦)), ૧૯૪૯ જેવી દ્રષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દ્રષ્ટિ જગતના સર્વ આત્માને વિષે છે. જે સ્નેહ આ આત્મા પ્રત્યે છે તે સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઈરછીએ છીએ, તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઈચ્છીએ છીએ. જે જે આ આત્મા માટે ઇચ્છીએ છીએ, તે તે સર્વ આત્મા માટે ઈચ્છીએ છીએ. જે આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, તે જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ. જે સર્વ દેહ પ્રત્યે વર્તવાને પ્રકાર રાખીએ છીએ, તે જ આ દેહ પ્રત્યે પ્રકાર વર્તે છે. આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ ઘણું કરીને કયારેય થઈ શકતી નથી. જે સ્ત્રી આદિને સ્વપણે સંબંધ ગણાય છે, તે સ્ત્રીઆદિ પ્રત્યે જે કંઈ સ્નેહાદિક છે, અથવા સમતા છે, તેવાં જ પ્રાયે સર્વ પ્રત્યે વર્તે છે. આત્મારૂપપણાનાં કાર્યો માત્ર પ્રવર્તન હોવાથી જગતના સર્વ પદાર્થ પ્રત્યે જેમ ઉદાસીનતા વર્તે છે, તેમ સ્વપણે ગણાતા સ્ત્રીઆદિ પદાર્થો પ્રત્યે વર્તે છે.
પ્રારબ્ધ પ્રબંધે આદિ પ્રત્યે જે કંઈ ઉદય હોય તેથી વિશેષ વર્તન ઘણું કરીને આત્માથી થતી નથી. કદાપિ કરુણાથી કંઈ તેવી વિશેષ વર્તન થતી હોય તો તેવી તે જ ક્ષણે તેવા ઉદયપ્રતિબદ્ધ આત્માઓ પ્રત્યે વર્તે છે, અથવા સર્વ જગત પ્રત્યે વર્તે છે. કેઈ પ્રત્યે કંઈ વિશેષ કરવું નહીં, કે ન્યૂન કરવું નહીં, અને કરવું તે તેવું એકધારાનું વર્તન સર્વ જગત પ્રત્યે કરવું, એવું જ્ઞાન આત્માને ઘણુ કાળ થયાં દ્રઢ છે; નિશ્ચયસ્વરૂપ છે. કોઈ સ્થળે ન્યૂનપણું, વિશેષપણું, કે કંઈ તેવી સમ વિષમ ચેષ્ટાએ વતેવું દેખાતું હોય તે જરૂર તે આત્મસ્થિતિએ, આત્મબુદ્ધિએ થતું નથી, એમ લાગે છે. પૂર્વપ્રબંધી પ્રારબ્ધના યંગે કંઈ તેવું ઉદયભાવપણે થતું હોય તે તેને વિષે પણ સમતા છે. કઈ પ્રત્યે ઓછાપણું, અધિકપણું, કંઈ પણ આત્માને રુચતું નથી, ત્યાં પછી બીજી અવસ્થાને વિકલ્પ હોવા ગ્ય નથી, એમ તમને શું કહીએ ? સંક્ષેપમાં લખ્યું છે.
સૌથી અભિન્નભાવના છે, જેટલી ગ્યતા જેની વર્તે છે, તે પ્રત્યે તેટલી અભિન્નભાવની ફૂર્તિ થાય છે. ક્વચિત્ કરુણાબુદ્ધિથી વિશેષ સ્કૂર્તિ થાય છે, પણ વિષમપણાથી કે વિષય, પરિગ્રહાદિ કારણુપ્રત્યયથી તે પ્રત્યે વર્તવાને કંઈ આત્મામાં સંકલ્પ જણાતું નથી. અવિકલ્પરૂપ સ્થિતિ છે. વિશેષ શું કહીએ? અમારે કંઈ અમારું નથી, કે બીજાનું નથી કે બીજું નથી; જેમ છે તેમ છે. જેમ સ્થિતિ આત્માની છે, તેવી સ્થિતિ છે. સર્વ પ્રકારની વર્તના નિષ્કપટપણાથી ઉદયની છે; સમવિષમતા નથી. સહજાનંદ સ્થિતિ છે. જ્યાં તેમ હોય ત્યાં અન્ય પદાર્થમાં આસક્ત બુદ્ધિ ઘટે નહીં, હેય નહીં.
* ૪૭૦ મુંબઈ, આસો સુદ ૧, મંગળ, ૧૯૪૯ જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્નબુદ્ધિ થાય, એ કલ્યાણ વિષેને મેટો નિશ્ચય છે, એ સર્વ મહાત્મા પુરુષોને અભિપ્રાય જણાય છે. તમે તથા તે અન્ય વેદે જેને દેહ હાલ વર્તે છે, તે બેય જ્ઞાની પુરુષ પ્રત્યે જેમ અભિન્નતા વિશેષ નિર્મળપણે આવે તે પ્રકારની વાત પ્રસંગોપાત્ત કરે, તે
ગ્ય છે; અને પરસ્પરમાં એટલે તેઓ અને તમ વચ્ચે નિર્મળ હેત વર્તે તેમ પ્રવર્તવામાં બાધ નથી, પણ તે હેત જાત્યંતર થવું એગ્ય છે. જેવું સ્ત્રીપુરુષને કામાદિ કારણે હેત હોય છે, તેવું હેત નહીં, પણ જ્ઞાની પુરુષ પ્રત્યે બન્નેને ભક્તિરાગ છે એવું બેય એક ગુરુપ્રત્યેનું શિષ્યપણું જોઈ, અને નિરંતરને સત્સંગ રહ્યા કરે છે એમ જાણું, ભાઈ જેવી બુદ્ધિએ, તે હેતે વર્તાય તે વાત વિશેષ યોગ્ય છે. જ્ઞાની પુરુષ પ્રત્યેને ભિન્નભાવ સાવ ટાળવા યંગ્ય છે.
શ્રીમદ્ ભાગવતને બદલે હાલ ગવાસિષ્ઠાદિ વાંચવા ગ્ય છે. આ પત્તાને અર્થ તમને જે સમજાય તે લખજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org