________________
વર્ષ ૨૬ મું
૩૮૩ જે જ્ઞાની પુરુષ, તેના પરમઉપશમરૂપ ચરણારવિંદ તેને નમસ્કાર કરી, વારંવાર તેને ચિંતવી, તે જ માર્ગમાં પ્રવૃત્તિની તમે ઈચ્છા કર્યા કરે એ ઉપદેશ કરી, આ પત્ર પૂરે કરું છું.
વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ ! ! !
४६७
ખંભાત, ભાદરવા, ૧૯૪૯
અનાદિકાળથી વિપર્યયબુદ્ધિ હોવાથી, અને કેટલીક જ્ઞાની પુરુષની ચેષ્ટા અજ્ઞાની પુરુષના જેવી જ દેખાતી હોવાથી જ્ઞાની પુરુષને વિષે વિભ્રમ બુદ્ધિ થઈ આવે છે, અથવા જીવથી જ્ઞાની પુરુષ પ્રત્યે તે તે ચેષ્ટાને વિકલ્પ આવ્યા કરે છે. બીજી બાજુઓથી જ્ઞાનયરુષને જે યથાર્થ નિશ્ચય થયું હોય તે કોઈ વિકલ્પને ઉત્પન્ન કરવાવાળી એવી જ્ઞાનીની ઉન્મત્તાદિ ભાવવાળી ચેષ્ટા પ્રત્યક્ષ દીઠામાં આવે તોપણ બીજી બાજુના નિશ્ચયના બળને લીધે તે ચેષ્ટા અવિક૯પપને ભજે છે અથવા જ્ઞાનીપુરુષની ચેષ્ટાનું કોઈ અગમ્યપણું જ એવું છે કે, અધૂરી અવસ્થાએ કે અધૂરા નિશ્ચયે જીવને વિભ્રમ તથા વિકલ્પનું કારણ થાય છે, પણ વાસ્તવપણે તથા પૂરા નિશ્ચયે તે વિભ્રમ અને વિકલ્પ ઉત્પન્ન થવા યોગ્ય નથી, માટે આ જીવને અધૂરો જ્ઞાની પુરુષ પ્રત્યેને નિશ્ચય છે, એ જ આ જીવને દોષ છે.
- જ્ઞાની પુરુષ બધી રીતે અજ્ઞાની પુરુષથી ચેષ્ટપણે સરખા હોય નહીં, અને જે હોય તે પછી જ્ઞાની નથી એ નિશ્ચય કરે તે યથાર્થ કારણ છે; તથાપિ જ્ઞાની અને અજ્ઞાની પુરુષમાં કઈ એવાં વિલક્ષણ કારણેને ભેદ છે, કે જેથી જ્ઞાનીનું, અજ્ઞાનીનું એકપણું કઈ પ્રકારે થાય નહીં. અજ્ઞાની છતાં જ્ઞાનીનું સ્વરૂપ જે જીવ મનાવતું હોય તે તે વિલક્ષણપણુ દ્વારા એ નિશ્ચયમાં આવે છે; માટે જ્ઞાની પુરુષનું જે વિલક્ષણપણું છે તેને પ્રથમ નિશ્ચય વિચારવા ગ્ય છે, અને જે તેવા વિલક્ષણ કારણનું સ્વરૂપ જાણી જ્ઞાનીને નિશ્ચય થાય છે, તે પછી અજ્ઞાની જેવી ક્વચિત્ જે જે જ્ઞાની પુરુષની ચેષ્ટા જોવામાં આવે છે તેને વિષે નિર્વિકલ્પપણું પ્રાપ્ત હોય છે; તેમ નહીં તે જ્ઞાનીપુરુષની તે ચેષ્ટા તેને વિશેષ ભક્તિ અને સ્નેહનું કારણ થાય છે.
પ્રત્યેક જીવ, એટલે જ્ઞાની, અજ્ઞાની જે બધી અવસ્થામાં સરખા જ હોય તે પછી જ્ઞાની, અનાની એ નામમાત્ર થાય છે. પણ તેમ હોવા ગ્ય નથી. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષને વિષે અવશ્ય વિલક્ષણપણું હવા યોગ્ય છે. જે વિલક્ષણપણું યથાર્થ નિશ્ચય થયે જીવને સમજવામાં આવે છે, જેનું કંઈક સ્વરૂપ અત્રે જણાવવા ગ્ય છે. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષનું વિલક્ષણપણું મુમુક્ષુ જીવને તેમની એટલે જ્ઞાની, અજ્ઞાની પુરુષની દશા દ્વારા સમજાય છે. તે દશાનું વિલક્ષણપણું જે પ્રકારે થાય છે, તે જણાવવા ગ્ય છે. એક તે મૂળદશા, અને બીજી ઉત્તરદશા, એવા બે ભાગ જીવની દશાના થઈ શકે છે.
[અપૂર્ણ]
મુંબઈ, ભાદ્રપદ, ૧૯૪૯ અજ્ઞાનદશા વર્તતી હોય અને તે દશાને જ્ઞાનદશા જીવે બ્રમાદિ કારણથી માની લીધી હોય ત્યારે તેવા તેવા દેહને દુઃખ થવાના પ્રસંગમાં અથવા તેવાં બીજાં કારમાં જીવ દેહની શાતાને ભજવાની ઈચ્છા કરે છે, અને તેમ વર્તવાનું કરે છે. સાચી જ્ઞાનદશા હોય તે તેને દેહને દુઃખપ્રાપ્તિનાં કારણો વિષે વિષમતા થતી નથી, અને તે દુઃખને ટાળવા એટલી બધી ચીવટ પણ હોતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org