________________
૩૮૧
વર્ષ ૨૬ મું આવ્યો નથી. ઘણું કરી આ પક્ષમાં અને ગુજરાત તરફના કોઈ કોઈ નિવૃત્તિક્ષેત્રને વિષે વિચાર આવવા સંભવ છે. વિચાર વ્યવસ્થા પામ્યથી લખી જણવીશ. એ જ વિનંતી.
સર્વેને પ્રણામ પ્રાપ્ત થાય.
મુંબઈ, શ્રાવણ વદ ૫, ૧૯૪૯
પરમગ્નેહી શ્રી સેભાગ,
અત્રે કુશળક્ષેમ સમાધિ છે. થડા દિવસ માટે મુક્ત થવાને જે વિચાર મૂક્યો હતો, તે હજુ તેના તે સ્વરૂપમાં છે. તેથી વિશેષ પરિણામ પામ્યું નથી. એટલે કયારે અહીંથી છૂટા થવું, અને
જઈ સ્થિતિ કરવી, તે વિચાર હજુ સુધી સૂઝી શકયો નથી. વિચારના પરિણામની સ્વાભાવિક પરિણતિ ઘણું કરી રહ્યા કરે છે. તેને વિશેષ કરી પ્રેરકપણું થઈ શકતું નથી.
ગઈ સાલના માગશર સુદ છઠે અત્રે આવવાનું થયું હતું ત્યારથી આજ દિવસપર્યંતમાં ઘણું પ્રકારને ઉપાધિગ દવાનું બન્યું છે અને જે ભગવત્ કૃપા ન હોય તે આ કાળને વિષે તેવા ઉપાધિગમાં માથું ધડ ઉપર રહેવું કઠણ થાય, એમ થતાં થતાં ઘણી વાર જોયું છે અને આત્મા સ્વરૂપ જેણે જાણ્યું છે એવા પુરુષને અને આ સંસારને મળતી પાણ આવે નહીં, એવો અધિક નિશ્ચય થયો છે. જ્ઞાની પુરુષ પણ અત્યંત નિશ્ચય ઉપગે વર્તતાં વર્તતાં ક્વચિત્ પણ મંદ પરિણામ પામી જાય એવી આ સંસારની રચના છે. આત્મસ્વરૂપ સંબંધી બેધને તે જેકે નાશ ન થાય, તથાપિ આત્મસ્વરૂપના બેધના વિશેષ પરિણામ પ્રત્યે એક પ્રકારનું આવરણ થવારૂપ ઉપાધિજેગ થાય છે. અમે તો તે ઉપાધિગથી હજુ ત્રાસ પામ્યા કરીએ છીએ, અને તે તે જગે હૃદયમાં અને મુખમાં મધ્યમાં વાચાએ પ્રભુનું નામ રાખી માંડ કંઈ પ્રવર્તન કરી સ્થિર રહી શકીએ છી સમ્યક્ત્વને વિષે અર્થાત્ બોધને વિષે ભ્રાંતિ પ્રાયે થતી નથી, પણ બોધના વિશેષ પરિણામને અનવકાશ થાય છે, એમ તે સ્પષ્ટ દેખાય છે, અને તેથી ઘણી વાર આત્મા આકુળવ્યાકુળપણને પામી ત્યાગને ભજતો હ; તથાપિ ઉપાર્જિત કર્મની સ્થિતિને સમપરિણામે, અદીનપણે, અવ્યાકુળપણે વેદવી એ જ જ્ઞાની પુરુષોને માર્ગ છે, અને તે જ ભજવે છે, એમ સ્મૃતિ થઈ સ્થિરતા રહેતી આવી છે. એટલે આકુળાદિ ભાવની થતી વિશેષ મુઝવણ સમાપ્ત થતી હતી.
આ દિવસ નિવૃત્તિના ગે કાળ નહીં જાય ત્યાં સુધી સુખ રહે નહીં, એવી અમારી સ્થિતિ છે. “આત્મા આત્મા” તેને વિચાર, જ્ઞાની પુરુષની સ્મૃતિ, તેના માહાભ્યની કથાવાર્તા, તે પ્રત્યે અત્યંત ભક્તિ, તેમના અનવકાશ આત્મચરિત્ર પ્રત્યે મેહ, એ અમને હજુ આકર્ષ્યા કરે છે, અને તે કાળ ભજીએ છીએ.
પૂર્વ કાળમાં જે જે જ્ઞાની પુરુષના પ્રસંગે વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે, તે શ્રવણને, શ્રવણના કર્તાને, અને તેમાં ભક્તિભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત્ છે. તે આત્મસ્વરૂપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણી અથવા જ્ઞાનીનાં શાસ્ત્રો કે માર્ગાનુસારી જ્ઞાની પુરુષને સિદ્ધાંત, તેની અપૂર્વતાને પ્રણામ અતિ ભક્તિએ કરીએ છીએ. અખંડ આત્મધૂનના એકતાર પ્રવાહપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે અને બીજી બાજુથી આવાં ક્ષેત્ર, આવા લેકપ્રવાહ, આવા ઉપાધિ જોગ અને બીજા બીજા તેવા તેવા પ્રકાર જોઈ વિચાર મૂચ્છીવત્ થાય છે. ઈશ્વરેચ્છા !
પ્રણામ પહોંચે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org