________________
૩૮૦
શ્રીમદ્ રાજચંદ્ર કરે છે, અને પરમ રુચિ છે જેને વિષે એવું આત્મજ્ઞાન અને આત્મવાર્તા તે કઈ પણ પ્રકારની ઈચ્છા વિના ક્વચિત્ ત્યાગ જેવાં રાખવાં પડે છે. આત્મજ્ઞાન વેદક હોવાથી મુઝવતું નથી, પણ આત્મવાર્તાને વિયેગ તે મુઝવે છે. તમે પણ ચિત્તમાં એ જ કારણે મુઝાઓ છે. ઘણી જેને ઈચ્છા છે એવા કોઈ મુમુક્ષુ ભાઈઓ તે પણ તે કારણે વિરહને વેદે છે. તમે બને ઈશ્વરેચ્છા શું ધારે છે? તે વિચારશે. અને જે કોઈ પ્રકારે શ્રાવણ વદને એગ થાય છે તે પણ કરશે.
સંસારની ઝાળ જોઈ ચિંતા ભજશે નહીં. ચિંતામાં સમતા રહે છે તે આત્મચિંતન જેવી છે. કંઈ જ્ઞાનવાર્તા લખશે. એ જ વિનંતી.
પ્રણામ.
મુંબઈ, શ્રાવણ સુદ ૫, ૧૯૪૯ જવાહિરી લોકોનું એમ માનવું છે કે એક સાધારણ સેપારી જેવું સારા રંગનું, પાણીનું અને ઘાટનું માણેક (પ્રત્યક્ષ) એબ રહિત હોય તે તેની કરડે રૂપિયા કિંમત ગણીએ તે પણ તે ઓછું છે. જે વિચાર કરીએ તે માત્ર તેમાં આંખનું ઠરવું અને મનની ઈચ્છા ને કલ્પિત માન્યતા સિવાય બીજું કાંઈ નથી, તથાપિ એક આંખના કરવાની એમાં મેટી ખૂબીને માટે અને દુર્લભ પ્રાપ્તિને કારણે છે તેનું અદ્ભુત માહાસ્ય કહે છે અને અનાદિ દુર્લભ, જેમાં આત્મા ઠરી રહે છે એવું જે સત્સંગરૂપ સાધન તેને વિષે કંઈ આગ્રહ-રુચિ નથી, તે આશ્ચર્ય વિચારવા ગ્ય છે.
૪૬૩ મુંબઈ, શ્રાવણ સુદ ૧૫, રવિ, ૧૯૪૯ પરમ સ્નેહી શ્રી સભાગ,
અત્રે કુશળક્ષેમ છે. અત્રેથી હવે થોડા દિવસમાં મુક્ત થવાય તે ઠીક એમ મનમાં રહે છે. પણ કયાં જવું તે હજુ સુધી મનમાં આવી શક્યું નથી. આપને તથા ગેસળિયા વગેરેને આગ્રહ સાયલા તરફ આવવા વિષે રહે છે, તે તેમ કરવામાં દુઃખ કંઈ નથી, તથાપિ આત્માને વિષે હાલ તે વાત સૂઝતી નથી.
ઘણું કરીને આત્મામાં એમ જ રહ્યા કરે છે કે જ્યાં સુધી આ વેપાર પ્રસંગે કામકાજ કરવું રહ્યા કરે, ત્યાં સુધી ધર્મકથાદિપ્રસંગે અને ધર્મના જાણનારરૂપે કોઈ પ્રકારે પ્રગટપણામાં ન આવાય એ યથાયોગ્ય પ્રકાર છે. વેપારપ્રસંગે રહેતાં છતાં જેને ભક્તિભાવ રહ્યા કર્યો છે, તેને પ્રસંગ પણ એવા પ્રકારમાં કરે છે, કે જ્યાં આત્માને વિષે ઉપર જણાવેલ પ્રકાર રહ્યા કરે છે, તે પ્રકારને બાધ ન થાય.
- જિને કહેલાં મેરુ વગેરે વિષે તથા અંગ્રેજે કહેલ પૃથ્યાદિ સંબંધે સમાગમ પ્રસંગમાં વાતચીત કરશે.
અમારું મન ઘણું ઉદાસ રહે છે અને પ્રતિબંધ એવા પ્રકારને રહે છે, કે તે ઉદાસપણું સાવ ગુપ્ત જેવું કરી ન ખમી શકાય એવા વેપારાદિ પ્રસંગમાં ઉપાધિ જોગ દવા પડે છે, જોકે વાસ્તવ્યપણે તે સમાધિપ્રત્યયી આત્મા છે.
લિ. –પ્રણામ.
૪૬૪ મુંબઈ, શ્રાવણ વદ ૪, બુધ, ૧૯૪૯ થોડા વખત માટે મુંબઈમાં પ્રવર્તનથી અવકાશ લેવાનો વિચાર સૂઝી આવવાથી એક બે સ્થળે લખવાનું બન્યું હતું, પણ તે વિચાર તે થોડા વખત માટે કોઈ નિવૃત્તિક્ષેત્ર પ્રત્યે સ્થિતિ કરવાને હતે. વવાણિયા કે કાઠિયાવાડ તરફની સ્થિતિને નહીં હતે. હજુ તે વિચાર ચેસ વ્યવસ્થામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org