________________
વર્ષે ૨૬ મું
૩૯
શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી પાતાનું જુદાપણું જાણી, તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણી, તે પ્રત્યેથી મેહ-મમત્વાદિ ત્યાપ્યાં હોય, તે તે માટું શ્રેય છે; તથાપિ તેમ ન બન્યું હોય તે કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતાં જીવને નિશ્ચળ એવું ઘણું કરી કર્મબંધન થતું નથી; અને મહાવ્યાધિના ઉત્પત્તિકાળે તે દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાનીપુરુષના માર્ગની વિચારણાએ વર્તવું, એ રૂડા ઉપાય છે. જોકે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે, તથાપિ જેને તેમ કરવા નિશ્ચય છે, તે વહેલે માડે ફળીભૂત થાય છે.
જ્યાં સુધી દેહાર્દિકથી કરી જીવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે, ત્યાં સુધી તે દેહને વિષે અપારિણામિક એવી મમતા ભજવી યોગ્ય છે; એટલે કે આ દેહના કોઈ ઉપચાર કરવા પડે તે તે ઉપચાર દેહના મમત્વાર્થે કરવાની ઇચ્છાએ નહીં, પણ તે દેહે કરી જ્ઞાનીપુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે, એવા કોઇ પ્રકારે તેમાં રહેલા લાભ, તે લાભને અર્થે, અને તેવી જ બુદ્ધિએ તે દેહની વ્યાધિના ઉપચારે પ્રવર્તવામાં બાધ નથી. જે કંઈ તે મમતા છે તે અપારિણામિક મમતા છે, એટલે પરિણામે સમતા સ્વરૂપ છે; પણ તે દેહની પ્રિયતાથે, સાંસારિક સાધનમાં પ્રધાન ભાગના એ હેતુ છે, તે ત્યાગવા પડે છે, એવા આર્ત્તધ્યાને કોઇ પ્રકારે પણ તે દેહમાં બુદ્ધિ ન કરવી એવી જ્ઞાનીપુરુષોના માર્ગની શિક્ષા જાણી આત્મકલ્યાણના તેવા પ્રસંગે લક્ષ રાખવા ચેાગ્ય છે.
સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃ ખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા ચેગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ફ્લેશનું, મેહનું, અને માઠી ગતિનું કારણ છે. સદ્વિચાર, અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે.
તેના પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાનીપુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.
૪૬૧ મુંબઈ, શ્રાવણ સુદ ૪, મંગળ, ૧૯૪૯
પરમસ્નેહી શ્રી સુભાગ્ય,
આપને પ્રતાપે અત્રે કુશળતા છે. આ તરફ દૂંગા ઉત્પન્ન થવા વિષેની વાત સાચી છે. હરિ-ઇચ્છાથી અને આપની કૃપાથી અત્રે કુશળક્ષેમ છે.
શ્રી ગેાસળિયાને અમારા પ્રણામ કહેશે. ઈશ્વર-ઇચ્છા હશે તે શ્રાવણ વદ ૧ ની લગભગ અત્રેથી થેાડા દિવસ માટે બહાર નીકળવાના વિચાર આવે છે. કયે ગામ, અથવા કઈ તરફ જવું તે હજી કંઈ સૂઝ્યું નથી. કાઠિયાવાડમાં આવવાનું સૂઝે એમ ભાસતું નથી.
પ્રણામ પહેાંચે.
આપને એક વાર તે માટે અવકાશનું પુછાવ્યું હતું. તેને યથાયેાગ્ય ઉત્તર આવ્યો નથી. ગાસળિયા બહાર નીકળવાની ઓછી બીક રાખતા હેાય અને આપને નિરુપાધિ જેવા અવકાશ હાય, તે પાંચ પંદર દિવસ કોઈ ક્ષેત્રે નિવૃત્તિવાસના વિચાર થાય છે, તે ઈશ્વરેચ્છાથી કરીએ.
કોઈ જીવ સામાન્ય મુમુક્ષુ થાય છે, તેને પણ આ સંસારના પ્રસંગમાં પ્રવર્તવા પ્રત્યયીનું વીર્ય મંદ પડી જાય છે, તે અમને તે પ્રત્યયી ઘણી મંદતા વર્ષે તેમાં આશ્ચર્ય લાગતું નથી; તથાપિ કોઈ પૂર્વે પ્રારબ્ધ ઉપાર્જન થવાના એવા જ પ્રકાર હશે કે જેથી તે પ્રસંગમાં પ્રવર્તવાનું રહ્યા કરે. પણ તે કેવું રહ્યા કરે છે? કે જે ખાસ સંસારસુખની ઇચ્છાવાળા હોય તેને પણ તેવું કરવું ન પાષાય, એવું રહ્યા કરે છે. જોકે એ વાતના ખેદ યાગ્ય નથી, અને ઉદાસીનતા જ ભજીએ છીએ, તથાપિ તે કારણે એક બીજો ખેદ ઉત્પન્ન થાય છે, તે એ કે સત્સંગ, નિવૃત્તિનું અપ્રધાનપણું રહ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org