________________
શ્રીમદ્ રાજચંદ્ર
અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લાભ સમ્યક્ત્વ સિવાય ગયાં સંભવે નહીં; એમ જે કહેવાય છે તે યથાર્થ છે. સંસારી પદાર્થાને વિષે જીવને તીવ્ર સ્નેહ વિના એવાં ક્રોધ, માન, માયા અને લાભ હાય નહીં, કે જે કારણે તેને અનંત સંસારના અનુબંધ થાય. જે જીવને સંસારી પદાર્થોં વિષે તીવ્ર સ્નેહ વર્તતા હોય તેને કોઈ પ્રસંગે પણ અનંતાનુબંધી ચતુષ્કમાંથી કોઈ પણ ઉત્ક્રય થવા સંભવે છે, અને જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થાંમાં હેાય ત્યાં સુધી અવશ્ય પરમાર્થમાર્ગવાળા જીવ તે ન હેાય. પરમાર્થમાર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતાં જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુઃખે. દુઃખમાં કાયરપણું કદાપિ બીજા જીવાનું પણ સંભવે છે, પણ સંસારસુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણુગમવાપણું, નીરસપણું પરમાર્થમાર્ગી પુરુષને હાય છે.
૩૭૮
તેવું નીરસપણું જીવને પરમાર્થજ્ઞાને અથવા પરમાર્થજ્ઞાની-પુરુષના નિશ્ચયે થવું સંભવે છે; ખીજા પ્રકારે થવું સંભવતું નથી. પરમાર્થનાને અપરમાર્થરૂપ એવા આ સંસાર જાણી પછી તે પ્રત્યે તીવ્ર એવા ક્રોધ, માન, માયા કે લેાભ કાણુ કરે? કે કયાંથી થાય? જે વસ્તુનું માહાત્મ્ય વૃષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત ક્લેશ થતા નથી. સંસારને વિષે ભ્રાંતિપણે જાણેલું સુખ પરમાર્થજ્ઞાને ભ્રાંતિ જ ભાસે છે, અને જેને ભ્રાંતિ ભાસી છે તેને પછી તેનું માહાત્મ્ય શું લાગે ? એવી માહાત્મ્યદૃષ્ટિ પરમાર્થજ્ઞાનીપુરુષના નિશ્ચયવાળા જીવને હોય છે, તેનું કારણ પણ એ જ છે. કોઈ જ્ઞાનના આવરણને કારણે જીવને વ્યવચ્છેદક જ્ઞાન થાય નહીં, તથાપિ સામાન્ય એવું જ્ઞાન, જ્ઞાનીપુરુષની શ્રદ્ધારૂપે થાય છે. વડનાં ખીજની પેઠે પરમાર્થ-વડનું ખીજ એ છે.
તીવ્ર પરિણામે, ભવભયરહિતપણે જ્ઞાનીપુરુષ કે સમ્યક્દૃષ્ટિ જીવને ક્રોધ, માન, માયા કે લાભ હાય નહીં. જે સંસારઅર્થે અનુબંધ કરે છે, તે કરતાં પરમાર્થને નામે, ભ્રાંતિગત પરિણામે અસદ્ગુરુ, દેવ, ધર્મને ભજે છે, તે જીવને ઘણું કરી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લાભ થાય છે, કારણ કે બીજી સંસારની ક્રિયાએ ઘણું કરી અનંત અનુબંધ કરવાવાળી નથી; માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે, તે પરમાર્થજ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે નિરાદર છે, એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે. તે સદ્ગુરુ, દેવ, ધર્મ પ્રત્યે અસદ્ગુર્વાદિકના આગ્રહથી, માઠા એધથી, આશાતનાએ, ઉપેક્ષાએ પ્રવર્તે એવા સંભવ છે. તેમ જ તે માઠા સંગથી તેની સંસારવાસના પરિચ્છેદ નહીં થતી હેાવા છતાં તે પરિચ્છેદ્ર માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક રહે છે; એ જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લાભના આકાર છે.
૪૬૦ મુંબઈ, ખીજા અષાડ વદ ૧૦, સોમ, ૧૯૪૯
ભાઈ કુંવરજી, શ્રી કલેાલ.
શારીરિક વેદનાને દેહના ધર્મ જાણી અને ખાંધેલાં એવાં કર્મોનું ફળ જાણી સમ્યક્પ્રકારે અહિંયાસવા યાગ્ય છે. ઘણી વાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હાય છે, ત્યારે ઉપર જે કહ્યો છે તે સભ્યપ્રકાર રૂડા જીવેાને પણ સ્થિર રહેવા કઠણ થાય છે; તથાપિ હૃદયને વિષે વારંવાર તે વાતને વિચાર કરતાં અને આત્માને નિત્ય, અછેદ્ય, અભેદ્ય, જરા, મરણાદિ ધર્મથી રહિત ભાવતાં, વિચારતાં, કેટલીક રીતે તે સભ્યપ્રકારને નિશ્ચય આવે છે. માટા પુરુષાએ અહિંયાસેલા એવા ઉપસર્ગ, તથા પરિહના પ્રસંગાની જીવમાં સ્મૃતિ કરી, તે વિષે તેમના રહેલા અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા ચેાગ્ય જાણવાથી જીવને તે સમ્યપરિણામ ફળીભૂત થાય છે, અને વેદના, વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થયે ફરી તે વેદના કોઈ કર્મનું કારણ થતી નથી. વ્યાધિરહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org