________________
વર્ષ ૨૬ મું
૩૭૭ ૪૫૫ મુંબઈ, પ્રથમ અસાડ વદ ૧૩, ભેમ, ૧૯૪૯ અનુકૂળતા, પ્રતિકૂળતાનાં કારણમાં વિષમતા નથી. સત્સંગના કામીજનને આ ક્ષેત્ર વિષમ જેવું છે. કેઈ કઈ ઉપાધિગને અનુક્રમ અમને પણ રહ્યા કરે છે. એ બે કારણ તરફની વિસ્મૃતિ કરતાં પણ જે ઘરમાં રહેવાનું છે તેની કેટલીક પ્રતિકૂળતા છે, તે હાલ તમ સૌ ભાઈઓને વિચાર કંઈ મુલતવવા એગ્ય (જેવું) છે.
૪૫૬ મુંબઈ, પ્રથમ આષાઢ વદ ૧૪, બુધ, ૧૯૪૯ ઘણું કરીને પ્રાણીઓ આશાથી જીવે છે. જેમ જેમ સંજ્ઞા વિશેષ હોય છે તેમ તેમ વિશેષ આશાના બળથી જીવવું થાય છે. એક માત્ર જ્યાં આત્મવિચાર અને આત્મજ્ઞાનને ઉદ્ભવ થાય છે, ત્યાં સર્વ પ્રકારની આશાની સમાધિ થઈ જવના સ્વરૂપથી જિવાય છે. જે કંઈ પણ મનુષ્ય ઈચછે છે, તે ભવિષ્યમાં તેની પ્રાપ્તિ ઈચ્છે છે, અને તે પ્રાપ્તિની ઈચ્છારૂપ આશાએ તેની કલ્પનાનું જીવવું છે, અને તે ક૯૫ના ઘણું કરી કલપના જ રહ્યા કરે છે, જો તે કલપના જીવને ન હોય અને જ્ઞાન પણ ન હોય તે તેની દુઃખકારક ભયંકર સ્થિતિ અકથ્ય હેવી સંભવે છે. સર્વ પ્રકારની આશા, તેમાં પણ આત્મા સિવાય બીજા અન્ય પદાર્થની આશામાં સમાધિ કેવા પ્રકારે થાય તે કહે.
૪૫૭ મુંબઈ, બીજા અસાડ સુદ ૬, બુધ, ૧૯૪૯ રાખ્યું કંઈ રહેતું નથી, અને મૂકહ્યું કંઈ જતું નથી, એ પરમાર્થ વિચારી કોઈ પ્રત્યે દીનતા ભજવી કે વિશેષતા દાખવવી એ યોગ્ય નથી. સમાગમમાં દીનપણે આવવું નહીં.
૪૫૮ મુંબઈ, બીજા અસાડ સુદ ૧૨, મંગળ, ૧૯૪૯ અંબાલાલના નામથી એક પનું લખ્યું છે તે પહોંચ્યું હશે. તેમાં આજે એક કાગળ લખવાનું જણાવ્યું છે. લગભગ એક કલાક વખત વિચાર વર્તતાં કંઈ સૂઝ ન થવાથી કાગળ લખવાનું બન્યું નથી. તે ક્ષમા એગ્ય છે.
ઉપાધિના કારણથી હાલ અત્રે સ્થિતિ સંભવે છે. તમારે કોઈ ભાઈઓને પ્રસંગ, આ બાજને હાલ કંઈ થડા વખતમાં થાય એ સંભવ હોય તે જણાવશે.
ભક્તિપૂર્વક પ્રણામ.
૪૫૯ મુંબઈ, બીજા આષાઢ વદ ૬, ૧૯૪૯ શ્રી કૃષ્ણદિકની ક્રિયા ઉદાસીન જેવી હતી. જે જીવને સમ્યકત્વ ઉત્પન્ન થાય, તેને સર્વ પ્રકારની સંસારી કિયા તે જ સમયે ન હોય એ કંઈ નિયમ નથી. સમ્યકત્વ ઉત્પન્ન થવા પછી સંસારી ક્રિયા રસરહિતપણે થવી સંભવે છે. ઘણું કરી એવી કોઈ પણ ક્રિયા તે જીવની હતી નથી કે જેથી પરમાર્થને વિષે બ્રાંતિ થાય; અને જ્યાં સુધી પરમાર્થને વિષે ભ્રાંતિ થાય નહીં
ત્યાં સુધી બીજી ક્રિયાથી સમ્યકત્વને બાધ થાય નહીં. સર્પને આ જગતના લેકે પૂજે છે તે વાસ્તવિકપણે પૂજ્યબુદ્ધિથી પૂજતા નથી, પણ ભયથી પૂજે છે; ભાવથી પૂજતા નથી; અને ઈષ્ટદેવને લેકો અત્યંત ભાવે પૂજે છે, એમ સમ્યફદ્રષ્ટિ જીવ તે સંસારને ભજતે દેખાય છે, તે પૂર્વે નિબંધન કરેલાં એવાં પ્રારબ્ધકર્મથી દેખાય છે. વાસ્તવ્યપણે ભાવથી તે સંસારમાં તેને પ્રતિબંધ ઘટે નહીં. પૂર્વકર્મના ઉદયરૂપ ભયથી ઘટે છે. જેટલે અંશે ભાવ પ્રતિબંધ ન હોય તેટલે અંશે જ સમ્યફદૃષ્ટિપણું તે જીવને હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org