________________
૩૭૬
શ્રીમદ્ રાજચંદ્ર કેઈ દ્રવ્યમાં, કેઈ ક્ષેત્રમાં, કઈ કાળમાં, કઈ ભાવમાં સ્થિતિ થાય એ પ્રસંગ જાણે કયાંય દેખાતું નથી. કેવળ સર્વ પ્રકારનું તેમાંથી અપ્રતિબદ્ધપણું જ યંગ્ય છે, તથાપિ નિવૃત્તિ ક્ષેત્ર, અને નિવૃત્તિ કાળને, સત્સંગને અને આત્મવિચારને વિષે અમને પ્રતિબદ્ધ રુચિ રહે છે. તે જોગ કોઈ પ્રકારે પણ જેમ બને તેમ થડા કાળમાં થાય તે જ ચિંતનામાં અહોરાત્ર વર્તીએ છીએ.
આપના સમાગમની હાલમાં વિશેષ ઈચ્છા રહે છે, તથાપિ તે માટે કંઈ પ્રસંગ વિના ગ ન કરે એમ રાખવું પડ્યું છે. અને તે માટે બહુ વિક્ષેપ રહે છે.
તમને પણ ઉપાધિ જોગ વર્તે છે. તે વિકટપણે વેદાય એવો છે, તથાપિ મૌનપણે સમતાથી તે વેદ એવો નિશ્ચય રાખજો. તે કર્મ વેદવાથી અંતરાયનું બળ હળવું થશે..
શું લખીએ? અને કહીએ? એક આત્મવાર્તામાં જ અવિચ્છિન્ન કાળ વર્તે એવા તમારા જેવા પુરુષના સત્સંગના અમે દાસ છીએ. અત્યંત વિનયપણે અમારે ચરણ પ્રત્યયી નમસ્કાર સ્વીકારજો. એ જ વિનંતી.
દાસાનુદાસ રાયચંદના પ્રણામ વાંચજે. ૪૫૪ મુંબઈ, પ્રથમ અસાડ વદ ૪, સોમ, ૧૯૪૯
સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તે તે પુરુષ જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા જ્ઞાનીપુરુષનાં દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થકર કહે છે.
જેની કેડને ભંગ થયું છે, તેનું પ્રાયે બધું બળ પરિક્ષણપણુને ભજે છે. જેને જ્ઞાની પુરુષનાં વચનરૂપ લાકડીને પ્રહાર થયો છે તે પુરુષને વિષે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે, એમ તીર્થંકર કહે છે.
જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ જે રાગ ઉત્પન્ન થતું હોય તે જ્ઞાની પુરુષને જોયા નથી, એમ તમે જાણે.
જ્ઞાની પુરુષનાં વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં. ખરેખર પૃથ્વીને વિકાર ધનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં. જ્ઞાની પુરુષ સિવાય તેને આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને વિષે ઈ છે નહીં. એ આદિ વચને તે પૂર્વે જ્ઞાની પુરુષે માર્ગાનુસારી પુરુષને બેધતા હતા. જે જાણીને, સાંભળીને તે સરળ છ આત્માને વિષે અવધારતા હતા.
પ્રાણત્યાગ જેવા પ્રસંગને વિષે પણ તે વચનને અપ્રધાન ન કરવા યેચ જાણતા હતા, વર્તતા હતા.
તમ સર્વ મુમુક્ષભાઈઓને અમારા ભક્તિભાવે નમસ્કાર પહોંચે. અમારે આ ઉપાધિગ જોઈ જીવમાં કલેશ પામ્યા વિના જેટલું બને તેટલે આત્મા સંબંધી અભ્યાસ વધારવાને વિચાર કરજે. | સર્વથી સ્મરણગ વાત તે ઘણી છે, તથાપિ સંસારમાં સાવ ઉદાસીનતા, પરના અલ્પગુણમાં પણ પ્રીતિ, પિતાના અલ્પષને વિષે પણ અત્યંત ક્લેશ, દેષના વિલયમાં અત્યંત વીર્યનું સ્ફરવું,
એ વાતે સત્સંગમાં અખંડ એક શરણાગતપણે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. જેમ બને તેમ નિવૃત્તિકાળ, નિવૃત્તિક્ષેત્ર, નિવૃત્તિદ્રવ્ય, અને નિવૃત્તિભાવને ભજજો. તીર્થકર ગૌતમ જેવા જ્ઞાની પુરુષને પણ સંબોધતા હતા કે સમયમાત્ર પણ પ્રમાદ યોગ્ય નથી.
પ્રણામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org