________________
વર્ષ ૨૬ મું
૩૬૫ એવું સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષને વિષે નિષ્કામ શ્રદ્ધા છે જેને, તે પુરુષને બીજ રુચિસમ્યક્ત્વ છે. તેવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાઓ પ્રાપ્ત થાય, એવા ગુણે જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય; એમ જિન કહે છે.
અમારો અભિપ્રાય કંઈ પણ દેહ પ્રત્યે હોય તે તે માત્ર એક આત્માર્થે જ છે, અન્ય અર્થે નહીં. બીજા કોઈ પણ પદાર્થ પ્રત્યે અભિપ્રાય હોય તે તે પદાર્થ અર્થે નહીં, પણ આત્માર્થે છે. તે આત્માર્થ તે પદાર્થની પ્રાપ્તિ-અપ્રાપ્તિને વિષે હેય એમ અમને લાગતું નથી. “આત્માપણું એ ધ્વનિ સિવાય બીજો કોઈ ધ્વનિ કેઈ પણ પદાર્થના ગ્રહણત્યાગમાં સ્મરણજોગ નથી. અનવકાશ આત્માપણું જાણ્યા વિના, તે સ્થિતિ વિના અન્ય સર્વ કલેશરૂપ છે.
( ૪૩ર મુંબઈ, ફાગણ સુદ ૭, ગુરુ, ૧૯૪૯ અંબાલાલને લખેલે કાગળ પહેર્યો હતે.
આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કેઈ પણ મુખ્ય ઉપાય હોય તે આત્મારામ એવા જ્ઞાની પુરુષને નિષ્કામ બુદ્ધિથી ભક્તિગરૂપ સંગ છે. તે સફળ થવાને અર્થે નિવૃત્તિક્ષેત્રમાં તેવો જેગ પ્રાપ્ત થ એ કોઈ મોટા પુણ્યને જેગ છે, અને તે પુણ્યગ ઘણા પ્રકારના અંતરાયવાળે પ્રાયે આ જગતને વિષે દેખાય છે. માટે અમને વારંવાર સમીપમાં છીએ એમ સંભારી જેમાં આ સંસારનું ઉદાસીનપણું કહ્યું હોય તે હાલ વાંચ, વિચારે. આત્માપણે કેવળ આત્મા વર્તે એમ જે ચિંતવન રાખવું તે લક્ષ છે, શાસ્ત્રના પરમાર્થરૂપ છે.
આ આત્મા પૂર્વે અનંત કાળ વ્યતીત કર્યે જાયે નથી, તે ઉપરથી એમ લાગે છે કે તે જાણવાનું કાર્ય સર્વથી વિકટ છે; અથવા તે જાણવાના તથારૂપ યોગે પરમ દુર્લભ છે. જીવ અનંતકાળથી એમ જાણ્યા કરે છે કે હું અમુકને જાણું છું, અમુકને નથી જાણતે એમ નથી, એમ છતાં જે રૂપે પિતે છે તે રૂપનું નિરંતર વિસ્મરણ ચાલ્યું આવે છે, એ વાત બહુ બહુ પ્રકારે વિચારવા ગ્ય છે, અને તેનો ઉપાય પણ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે. *
૪૩૩
મુંબઈ, ફાગણ સુદ ૧૪, ૧૯૪૯
શ્રી કૃષ્ણાદિના સમ્યત્વ સંબંધી પ્રશ્નનું આપનું પત્ર પહોંચ્યું છે. તથા તેના આગલા દિવસનાં અત્રેનાં પત્તાંથી આપને ખુલાસો પ્રાપ્ત થયે તે વિષેનું આપનું પતું પહોંચ્યું છે. બરાબર અવલેકનથી તે પત્તાં દ્વારા શ્રી કૃષ્ણાદિનાં પ્રશ્નોને આપને સ્પષ્ટ ખુલાસે થશે એમ સંભવ છે.
જેને વિષે પરમાર્થ ધર્મની પ્રાપ્તિનાં કારણે પ્રાપ્ત થવાં અત્યંત દુષમ થાય તે કાળને તીર્થંકરદેવે દુષમ કહ્યો છે, અને આ કાળને વિષે તે વાત સ્પષ્ટ દેખાય છે. સુગમમાં સુગમ એ કલ્યાણને ઉપાય તે, જીવને પ્રાપ્ત થે આ કાળને વિષે અત્યંત દુષ્કર છે. મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિ, સત્સંગ આદિ સાધને આ કાળને વિષે પરમ દુર્લભ જાણ પૂર્વના પુરુષોએ આ કાળને હુંડાઅવસર્પિણકાળ કહ્યો છે, અને તે વાત પણ સ્પષ્ટ છે. પ્રથમનાં ત્રણ સાધનને સંગ તે ક્વચિત્ પણ પ્રાપ્ત થે બીજા અમુક કાળમાં સુગમ હતું, પરંતુ સત્સંગ તે સર્વ કાળમાં દુર્લભ જ દેખાય છે; તે પછી આ કાળને વિષે સત્સંગ સુલભ ક્યાંથી હોય ? પ્રથમનાં ત્રણ સાધન કઈ રીતે આ કાળમાં જીવ પામે તોપણ ધન્ય છે.
કાળ સંબંધી તીર્થકરવાણી સત્ય કરવાને અર્થે “આવો ઉદય અમને વર્તે છે, અને તે સમાધિરૂપે દવા ગ્ય છે.
આત્મસ્વરૂપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org