SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ શ્રીમદ્ રાજચંદ્ર ૪૩૪ مند ભક્તિપૂર્વક પ્રણામ પહોંચે. અત્ર ઉપાધિજોગ છે. ઘણું કરી આવતી કાલે કંઇ લખાશે તે લખીશું. એ જ વિનંતિ. અત્યંત ભક્તિ ૪૩૫ ‘મણિરત્નમાળા” તથા યોગકલ્પદ્રુમ' વાંચવા આ જોડે છે, તે ભેગન્યા વિના નિરુપાયતા છે. ચિંતારહિત પરિણામે જે શ્રી તીર્થંકરાદિ જ્ઞાનીઓને ઉપદેશ છે. ૪૩૬ મુંબઈ, ફાગણ વદ ૯, શનિ, ૧૯૪૯ مان Jain Education International મુંબઈ, ફાગણ વદ ૦)), ૧૯૪૯ મેકલ્યાં છે. જે કંઈ બાંધેલાં કર્મ કંઇ ઉડ્ડય આવે તે વેદવું, એવા ‘સમતા, રમતા, ઊરધતા, નાયકતા, સુખભાસ; વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. ’ જે તીર્થંકરદેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તીર્થંકરને ખીજી સર્વ પ્રકારની અપેક્ષાને ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. મુંબઇ, ચૈત્ર સુદ ૧, ૧૯૪૯ પૂર્વે ઘણાં શાસ્ત્રોના વિચાર કરવાથી તે વિચારનાં ફળમાં સત્પુરુષને વિષે જેનાં વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થંકરનાં વચનને નમસ્કાર કરીએ છીએ. ઘણા પ્રકારે જીવને વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યા જાય એવા નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થંકરના માર્ગધને નમસ્કાર કરીએ છીએ. ૪૩૭ ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવના વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે, યાગાદિક અનેક સાધનાને બળવાન પરિશ્રમ કર્યું તે, પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેના ઉદ્દેશ છે, તે તીર્થંકરનાં ઉદ્દેશવચનને નમસ્કાર કરીએ છીએ. [અપૂર્ણ] આ જગતને વિષે જેને વિષે વિચારશક્તિ વાચાસહિત વર્તે છે, એવાં મનુષ્યપ્રાણી કલ્યાણના વિચાર કરવાને સર્વથી અધિક યેાગ્ય છે; તથાપિ પ્રાયે જીવને અનંતવાર મનુષ્યપણું મળ્યાં છતાં તે કલ્યાણુ સિદ્ધ થયું નથી, જેથી વર્તમાન સુધી જન્મમરણના માર્ગ આરાધવા પડ્યો છે. અનાદિ એવા આ લેાકને વિષે જીવની અનંતકોટી સંખ્યા છે; સમયે સમયે અનંત પ્રકારની જન્મમરણાદિ સ્થિતિ તે જીવેાને વિષે વર્ત્યા કરે છે; એવા અનંતકાળ પૂર્વે વ્યતીત થયેા છે. અનંતકોટી જીવના પ્રમાણમાં આત્મકલ્યાણ જેણે આરાધ્યું છે, કે જેને પ્રાપ્ત થયું છે, એવા જીવ અત્યંત થાડા થયા છે, વર્તમાને તેમ છે, અને હવે પછીના કાળમાં પણ તેવી જ સ્થિતિ સંભવે છે, તેમ જ છે. અર્થાત્ કલ્યાણની પ્રાપ્તિ જીવને ત્રણે કાળને વિષે અત્યંત દુર્લભ છે; એવા જે શ્રી તીર્થંકરદેવાદિ જ્ઞાનીને ઉપદેશ તે સત્ય છે. એવી, જીવસમુદાયની જે ભ્રાંતિ તે અનાદિ સંયેાગે છે, એમ ઘટે છે, એમ જ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy