________________
૩૬૪
શ્રીમદ્ રાજચંદ્ર કલ્યાણના કારણે નજીક થવાના ઉપાયની ઈચ્છા કરતા હો તે તેના પ્રતિબંધ ઓછા થવાના ઉપાય કરે; અને નહીં તે કલ્યાણની તૃષ્ણા ત્યાગ કરે. તમે એમ જાણતા હે કે અમે જેમ વર્તીએ છીએ તેમ કલ્યાણ છે, માત્ર અવ્યવસ્થા થઈ ગઈ છે, તે જ માત્ર અકલ્યાણ છે, એમ જાણતા હે તે તે યથાર્થ નથી. વાસ્તવ્યપણે તમારું જે વર્તવું છે, તેથી કલ્યાણ ન્યારું છે, અને તે તે જ્યારે જ્યારે જે જે જીવને તે તે ભવસ્થિત્યાદિ સમીપ જોગ હોય ત્યારે ત્યારે તેને તે પ્રાપ્ત થવા
ગ્ય છે. આખા સમૂહને વિષે કલ્યાણ માની લેવા યોગ્ય નથી, અને એમ જે કલ્યાણ થતું હોય તે તેનું ફળ સંસારાર્થ છે, કારણકે પૂર્વે એમ કરી જીવ, સંસારી રહ્યા કર્યો છે. માટે તે વિચાર તે
જ્યારે જેને આવ હશે ત્યારે આવશે. હાલ તમે તમારી રુચિ અનુસાર અથવા તમને જે ભાસે છે તે કલ્યાણ માની પ્રવર્તે છે તે વિષે સહજ, કઈ જાતના માનની ઈચ્છા વગર, સ્વાર્થની વગર, તમારામાં ક્લેશ ઉત્પન્ન કરવાની ઈચ્છા વગર મને જે કંઈ ચિત્તમાં લાગે છે, તે જણાવું છું.
કલ્યાણ જે વાટે થાય છે તે વાટનાં મુખ્ય બે કારણ જોવામાં આવે છે. એક તે જે સંપ્રદાયમાં આત્માર્થે બધી અસંગપણવાળી કિયા હોય, અન્ય કોઈ પણ અર્થની ઈચ્છાએ ન હોય, અને નિરંતર જ્ઞાનદશા ઉપર જવાનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાને જંગ જાણીએ છીએ. એમ ન હોય તે તે જોગને સંભવ થતો નથી. અત્ર તે લોકસંજ્ઞાઓ, ઓઘસંજ્ઞાઓ, માનાર્થે, પૂજાથે, પદના મહત્ત્વાર્થે, શ્રાવકાદિનાં પિતાપણાર્થે કે એવાં બીજાં કારણથી જપતપાદિ, વ્યાખ્યાનાદિ કરવાનું પ્રવર્તન થઈ ગયું છે, તે આત્માર્થ કઈ રીતે નથી, આત્માર્થના પ્રતિબંધરૂપ છે, માટે જે તમે કઈ ઇરછા કરતા હો તે તેનો ઉપાય કરવા માટે બીજું જે કારણ કહીએ છીએ તે અસંગપણાથી સાધ્ય થયે કઈ દિવસે પણ કલ્યાણ થવા સંભવ છે.
અસંગપણું એટલે આત્માર્થ સિવાયના સંગપ્રસંગમાં પડવું નહીં, સંસારના સંગીના સંગમાં વાતચીતાદિ પ્રસંગ શિષ્યાદિ કરવાના કારણે રાખો નહીં, શિષ્યાદિ કરવા સાથે ગૃહવાસી વેષવાળાને ફેરવવા નહીં. દીક્ષા લે તે તારું કલ્યાણ થશે એવાં વાકય તીર્થંકરદેવ કહેતા નહોતા. તેને હેતુ એક એ પણ હતું કે એમ કહેવું એ પણ તેને અભિપ્રાય ઉત્પન્ન થવા પહેલાં તેને દીક્ષા આપવી છે; તે કલ્યાણ નથી. જેમાં તીર્થંકરદેવ આવા વિચારથી વર્યા છે, તેમાં આપણે છ છ માસ દીક્ષા લેવાને ઉપદેશ જારી રાખી તેને શિષ્ય કરીએ છીએ તે માત્ર શિષ્યર્થ છે, આત્માર્થ નથી. પુસ્તક છે તે જ્ઞાનના આરાધનને અર્થે સર્વ પ્રકારના પિતાના મમત્વભાવ રહિત રખાય તે જ આત્માર્થ છે, નહીં તે મહાન પ્રતિબંધ છે, તે પણ વિચારવા ગ્ય છે.
આ ક્ષેત્ર આપણું છે, અને તે ક્ષેત્ર જાળવવા ચાતુર્માસ ત્યાં રહેવા માટે જે વિચાર કરવામાં આવે છે તે ક્ષેત્રપ્રતિબંધ છે. તીર્થંકરદેવ તે એમ કહે છે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, અને ભાવથી એ ચારે પ્રતિબંધથી જે આત્માર્થ થતા હોય અથવા નિગ્રંથ થવાતું હોય તે તે તીર્થંકરદેવના માર્ગમાં નહીં, પણ સંસારના માર્ગમાં છે. એ આદિ વાત યથાશક્તિ વિચારી આપ જણાવશે. લખવાથી ઘણું લખી શકાય એમ સૂઝે છે, પણ અત્યારે અત્ર સ્થિતિ કરે છે.
લિ. રાયચંદના પ્રણામ.
૪૩૧ મુંબઈ, ફાગણ સુદ ૭, ગુરુ, ૧૯૪૯ આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે, અર્થાત્ આત્મા પિતાના સ્વરૂપને વિષે કેવળ જાગ્રત હોય ત્યારે તેને કેવળજ્ઞાન વર્તે છે એમ કહેવું યોગ્ય છે, એ શ્રી તીર્થકરને આશય છે.
આત્મા” જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે તેને પરમાર્થસમ્યકત્વ છે, એ શ્રી તીર્થકરને અભિપ્રાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org