SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૬ મું ૩૬૩ ૪૨૮ મુંબઈ, માહ વદ ૪, ૧૯૪૯ શુભેચ્છા સંપન્ન મુમુક્ષુજનો શ્રી અંબાલાલ વગેરે, - પત્ર બે પહોંચ્યા છે. અત્ર સમાધિ પરિણામ છે. તથાપિ ઉપાધિનો પ્રસંગ વિશેષ રહે છે. અને તેમ કરવામાં ઉદાસીનતા છતાં ઉદયગ હોવાથી નિલેશ પરિણામે પ્રવૃત્તિ કરવી ઘટે છે. કઈ સગ્રંથનું વાંચન પ્રમાદ ઓછો થવા અર્થે રાખવા ગ્ય છે. ૪૨૯ મુંબઈ, માહ વદ ૧૧, રવિ, ૧૯૪૯ કેઈ માણસ આપણુ વિષે કંઈ જણાવે ત્યારે તે ગંભીર મનથી બનતાં સુધી સાંભળ્યા રાખવું એટલું મુખ્ય કામ છે. તે વાત બરાબર છે કે નહીં એ જાણ્યા પહેલાં કંઈ હર્ષ-ખેદ જેવું હોતું નથી. મારી ચિત્તવૃત્તિ વિષે કયારેક કયારેક લખાય છે, તેને અર્થ પરમાર્થ ઉપર લેવા ગ્ય છે અને એ લખવાને અર્થ કંઈ વ્યવહારમાં માઠાં પરિણામવાળ દેખાવ નથી. થયેલા સંસ્કાર મટવા દુર્લભ હોય છે. કંઈ કલ્યાણનું કાર્ય થાય કે ચિંતન થાય એ સાધનનું મુખ્ય કારણ છે. બાકી એ વિષય કેઈ નથી કે જેને વાસે ઉપાધિતાપે દીનપણે તપવું યંગ્ય હોય અથવા એ કઈ ભય રાખવા યોગ્ય નથી કે જે માત્ર આપણને લકસંજ્ઞાથી રહેતું હોય. ૪૩૦ મુંબઈ, માહ વદ ૦)), ગુરુ, ૧૯૪૯ અત્ર પ્રવૃત્તિઉદયે સમાધિ છે. લીમડી વિષે જે આપને વિચાર રહે છે, તે કરુણા ભાવના કારણથી રહે છે, એમ અમે જાણીએ છીએ. કેઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરૂણાશીલ એવા કષભાદિ તીર્થંકરએ પણ કર્યું છે, કારણ કે સત્પરુષના સંપ્રદાયની સનાતન એવી કરુણાવસ્થા હોય છે કે, સમયમાત્રના અનવકાશે આ લેક આત્માવસ્થા પ્રત્યે હે, આત્મસ્વરૂપ પ્રત્યે હ; આત્મસમાધિ પ્રત્યે હે, અન્ય અવસ્થા પ્રત્યે ન હ, અન્ય સ્વરૂપ પ્રત્યે ન છે, અન્ય આધિ પ્રત્યે ન હે; જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે, તે જ્ઞાન સર્વ જી પ્રત્યે પ્રગટ હે, અનવકાશપણે સર્વ જીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હો, એ જ જેને કરુણાશીલ સહજ સ્વભાવ છે, તે સંપ્રદાય સનાતન સત્પરુષને છે. આપના અંતઃકરણમાં એવી કરુણાવૃત્તિથી લીમડી વિષે વારંવાર વિચાર આવ્યા કરે છે, અને આપના વિચારનું એક અંશ પણ ફળ પ્રાપ્ત થાય અથવા તે ફળ પ્રાપ્ત થવાનું એક અંશ પણ કારણ ઉત્પન્ન થાય તે આ પંચમકાળમાં તીર્થકરને માર્ગ બહુ અંશે પ્રગટ થવા બરાબર છે, તથાપિ તેમ થવું સંભવિત નથી અને તે વાટે થવા ગ્ય નથી એમ અમને લાગે છે. જેથી સંભવિત થવાયોગ્ય છે અથવા એને જે માર્ગ છે, તે હાલ તે પ્રવૃત્તિના ઉદયમાં છે, અને તે કારણે જ્યાં સુધી તેમને લક્ષગત નહીં થાય ત્યાં સુધી બીજા ઉપાય તે પ્રતિબંધરૂપ છે, નિઃસંશય પ્રતિબંધરૂપ છે. જીવ જે અજ્ઞાનપરિણામી હોય તે તે અજ્ઞાન નિયમિતપણે આરાધવાથી જેમ કલ્યાણ નથી, તેમ મોહરૂપ એ એ માર્ગ અથવા એવા એ લેક સંબંધી માર્ગ તે માત્ર સંસાર છે; તે પછી ગમે તે આકારમાં મૂકે તો પણ સંસાર છે, તે સંસારપરિણામથી રહિત કરવા અસંસારગત વાણીને અસ્વચ છંદ પરિણામે જ્યારે આધાર પ્રાપ્ત થાય છે, ત્યારે તે સંસારનો આકાર નિર થતું જાય છે. બીજા પ્રતિબંધ તેમની દૃષ્ટિ પ્રમાણે કર્યા કરે છે, તેમ જ જ્ઞાનીનાં વચન પણ તેની તે દ્રષ્ટિએ આરાધે તે કલ્યાણ થવા યોગ્ય લાગતું નથી. માટે તમે એમ ત્યાં જશુ કે તમે કઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy