SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૫ મું ૩૫૫ ૪૧૨ મુંબઈ, આસો વદ ૬, ૧૯૪૮ અત્રે આત્માકારતા વર્તે છે, આત્માનું આત્મસ્વરૂપરૂપે પરિણામનું હેવાપણું તે આત્માકારતા કહીએ છીએ. ૪૧૩ મુંબઈ, આ વદ ૮, ૧૯૪૮ લેકવ્યાપક એવા અંધકારને વિષે સ્વએ કરી પ્રકાશિત એવા જ્ઞાની પુરુષ જ યથાતથ્ય દેખે છે. લેકની શબ્દાદિ કામના પ્રત્યે દેખતાં છતાં ઉદાસીન રહી જે માત્ર સ્પષ્ટપણે પિતાને દેખે છે, એવા જ્ઞાનીને નમસ્કાર કરીએ છીએ, અને જ્ઞાને કુરિત એવા આત્મભાવને અત્યારે આટલું લખી તટસ્થ કરીએ છીએ. એ જ વિનંતિ. ૪૧૪ મુંબઈ, આસો, ૧૯૪૮ જે કંઈ ઉપાધિ કરાય છે, તે કંઈ “સ્વપણાને કારણે કરવામાં આવતી નથી, તેમ કરાતી નથી. જે કારણે કરાય છે, તે કારણ અનુક્રમે દવા યોગ્ય એવું પ્રારબ્ધકર્મ છે. જે કંઈ ઉદય આવે તે અવિસંવાદ પરિણામે વેદવું એવું જે જ્ઞાનીનું બેધન છે તે અમારે વિષે નિશ્ચળ છે, એટલે તે પ્રકારે વેદીએ છીએ, તથાપિ ઈચ્છા તે એમ રહે છે કે અલ્પકાળને વિષે, એક સમયને વિષે જે તે ઉદય અસત્તાને પામતે હોય તે અમે આ બધામાંથી ઊઠી ચાલ્યા જઈએ; એટલી આત્માને મેકળાશ વર્તે છે. તથાપિ “નિદ્રાકાળ”, ભેજનકાળ તથા અમુક છૂટક કાળ સિવાય ઉપાધિને પ્રસંગ રહ્યા કરે છે, અને કંઈ ભિન્નાંતર થતું નથી, તે પણ આમેપગ કોઈ પ્રસંગે પણ અપ્રધાનપણું ભજતે જોવામાં આવે છે, અને તે પ્રસંગે મૃત્યુના શેકથી અત્યંત અધિક શેક થાય છે, એમ નિઃસંદેહ છે. એમ હોવાથી અને ગૃહસ્થ પ્રત્યયી પ્રારબ્ધ જ્યાં સુધી ઉદયમાં વર્તે ત્યાં સુધીમાં “સર્વથા” અયાચકપણુને ભજતું ચિત્ત રહેવામાં જ્ઞાની પુરુષોને માર્ગ રહેતું હોવાથી આ ઉપાધિ ભજીએ છીએ. જે તે માર્ગની ઉપેક્ષા કરીએ તો પણ જ્ઞાનીને વિરાધીએ નહીં એમ છે, છતાં ઉપેક્ષા થઈ શકતી નથી. જે ઉપેક્ષા કરીએ તે ગૃહસ્થપણું પણ વનવાસીપણે ભજાય એ આકરે વૈરાગ્ય વર્તે છે. | સર્વ પ્રકારના કર્તવ્યને વિષે ઉદાસીન એવા અમારાથી કંઈ થઈ શકતું હોય તે તે એક જ થઈ શકે છે કે પૂર્વોપાર્જિતનું સમતાપણે વેદન કરવું અને જે કંઈ કરાય છે તે તેના આધારે કરાય છે એમ વર્તે છે. અમને એમ આવી જાય છે કે અમે, જે અપ્રતિબદ્ધપણે રહી શકીએ એમ છીએ, છતાં સંસારના બાહ્યપ્રસંગને, અંતરપ્રસંગને કુટુંબાદિ સ્નેહને ભજવા ઈચ્છતા નથી, તે તમ જેવા માર્ગેચ્છાવાનને તે ભજવાને અત્યંત ત્રાસ અહોરાત્ર કેમ નથી છૂટતે ? કે જેને પ્રતિબદ્ધપણારૂપ ભયંકર યમનું સહચારીપણું વર્તે છે. જ્ઞાની પુરુષને મળીને જે સંસારને ભજે છે, તેને તીર્થંકર પિતાના માર્ગથી બહાર કહે છે. કદાપિ જ્ઞાની પુરુષને મળીને સંસાર ભજે છે, તે સર્વ તીર્થંકરના માર્ગથી બહાર કહેવા યોગ્ય હોય તે શ્રેણિકાદિને વિષે મિથ્યાત્વને સંભવ થાય છે, અને વિસંવાદપણું પ્રાપ્ત થાય છે. તે વિસંવાદપણાથી યુક્ત એવું વચન જો તીર્થંકરનું હોય તો તે તીર્થકર કહેવા યોગ્ય નથી. જ્ઞાની પુરુષને મળીને જે આત્મભાવે, સ્વછંદપણે, કામનાઓ કરી, રસે કરી, જ્ઞાનીનાં વચનની ઉપેક્ષા કરી, “અનુપગપરિણામી થઈ સંસારને ભજે છે, તે પુરુષ તીર્થંકરના માર્ગથી બહાર છે, એમ કહેવાને તીર્થંકરને આશય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy