________________
૩૫૬
શ્રીમદ્ રાજચંદ્ર ૪૧૫
મુંબઈ, આસે, ૧૯૪૮ કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભેગકર્મ નિવૃત્ત કરવું છે. કુટુંબ છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ. રેવાશંકર છે તેનું અમારા પ્રત્યે જે કંઈ માગણું છે તે આપવાને રહ્યા છીએ. તે સિવાયના જે જે કંઈ પ્રસંગ છે તે તેની અંદર સમાઈ જાય છે. તનને અર્થે, ધનને અર્થ, ભેગને અર્થે, સુખને અર્થે, સ્વાર્થને અર્થે કે કઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. આ જે અંતરંગને ભેદ તે જે જીવને નિકટપણે મેક્ષ વર્તત ન હોય તે જીવ કેમ સમજી શકે ?
દુઃખના ભયથી પણ સંસારમાં રહેવું રાખ્યું છે એમ નથી. માન-અપમાનને તે કંઈ ભેદ છે, તે નિવૃત્ત થઈ ગયું છે.
ઈશ્વરેચ્છા હોય અને તેમને અમારું જે કંઈ સ્વરૂપ છે તે તેમના હદયને વિષે છેડા વખતમાં આવે તે ભલે અને અમારે વિષે પૂજ્યબુદ્ધિ થાય તે ભલે, નહીં તે ઉપર જણાવ્યા પ્રકારે રહેવું હવે તે બનવું ભયંકર લાગે છે.
મુંબઈ, આસે, ૧૯૪૮ જે પ્રકારે અત્રે કહેવામાં આવ્યું હતું, તે પ્રકારથી પણ સુગમ એવું ધ્યાનનું સ્વરૂપ અહીં લખ્યું છે.
૧. નિર્મળ એવા કોઈ પદાર્થને વિષે દ્રષ્ટિનું સ્થાપન કરવાને અભ્યાસ કરીને પ્રથમ તેને અચપળ સ્થિતિમાં આણવી.
૨. એવું કેટલુંક અચપળપણું પ્રાપ્ત થયા પછી જમણું ચક્ષુને વિષે સૂર્ય અને ડાબા ચક્ષુને વિષે ચંદ્ર સ્થિત છે, એવી ભાવના કરવી.
૩. એ ભાવને જ્યાં સુધી તે પદાર્થનાં આકારાદિનાં દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદ્રઢ કરવી.
૪. તેવી સુદ્રઢતા થયા પછી ચંદ્રને જમણું ચક્ષુને વિષે અને સૂર્યને વામ ચક્ષુને વિષે સ્થાપન કરવા.
૫. એ ભાવના જ્યાં સુધી તે પદાર્થનાં આકારાદિ દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદ્રઢ કરવી. આ જે દર્શન કહ્યું છે, તે ભાસ્યમાનદર્શન સમજવું.
૬. એ બે પ્રકારની ઊલટસૂલટ ભાવના સિદ્ધ થયે ભૃકુટીના મધ્યભાગને વિષે તે બન્નેનું ચિંતન કરવું.
૭. પ્રથમ તે ચિંતન દ્રષ્ટિ ઉઘાડી રાખી કરવું. ૮. ઘણા પ્રકારે તે ચિંતન દૃઢ થવા પછી દ્રષ્ટિ બંધ રાખવી. તે પદાર્થના દર્શનની ભાવના કરવી.
૯. તે ભાવનાથી દર્શન સુદ્રઢ થયા પછી તે બન્ને પદાર્થો અનુક્રમે હૃદયને વિષે એક અષ્ટદલકમળનું ચિંતન કરી સ્થાપિત કરવા.
૧૦. હૃદયને વિષે એવું એક અણદલકમળ માનવામાં આવ્યું છે, તથાપિ તે વિમુખ મુખે રહ્યું છે, એમ માનવામાં આવ્યું છે, જેથી સન્મુખ મુખે તેને ચિંતવવું, અર્થાત્ સૂલટું ચિંતવવું.
૧૧. તે અષ્ટદલકમળને વિષે પ્રથમ ચંદ્રના તેજને સ્થાપન કરવું. પછી સૂર્યના તેજને સ્થાપન કરવું, અને પછી અખંડ દિવ્યાકાર એવી અગ્નિની તિનું સ્થાપન કરવું.
૧૨. તે ભાવ દ્રઢ થયે પૂર્ણ છે જેનું જ્ઞાન, દર્શન અને આત્મચારિત્ર એવા શ્રી વીતરાગદેવ તેની પ્રતિમા મહાતેજોમય સ્વરૂપે તેને વિષે ચિંતવવી.
૧૩. તે પરમ દિવ્ય પ્રતિમા નહીં બાળ, યુવા અને વૃદ્ધ એવા દિવ્ય સ્વરૂપે ચિંતવવી.
૧૪. સંપૂર્ણ જ્ઞાન, દર્શન ઉત્પન્ન થવાથી સ્વરૂપસમાધિને વિષે શ્રી વીતરાગદેવ અત્ર છે, એમ ભાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org