SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ શ્રીમદ્ રાજચંદ્ર એમ કહે કે ‘આજે અમૃતના મેહ વૂઠ્યા', તે તે કહેવું સાપેક્ષ છે, યથાર્થ છે, તથાપિ શબ્દના ભાવાર્થે યથાર્થ છે, શબ્દથી પરભારા અર્થે યથાર્થ નથી; તેમ જ તીર્થંકરાદિકની ભિક્ષા સંબંધમાં તેવું છે; તથાપિ એમ જ માનવું ચેાગ્ય છે કે, આત્મસ્વરૂપે પૂર્ણ એવા પુરુષના પ્રભાવજોગે તે મનવું અત્યંત સંભવિત છે. સર્વત્ર એમ બન્યું છે એમ કહેવાના અર્થ નથી, એમ ખનવું સંભવિત છે, એમ ઘટે છે, એમ કહેવાના હેતુ છે. સર્વ મહત્ પ્રભાવજોગ પૂર્ણ આત્મસ્વરૂપ જ્યાં છે ત્યાં આધીન છે, એ નિશ્ચયાત્મક વાત છે, નિઃસંદેહ અંગીકારવા ચાગ્ય વાત છે. પૂર્ણ આત્મસ્વરૂપ જ્યાં વર્તે છે, ત્યાં જો સર્વ મહત્ પ્રભાવજોગ વર્તતા ન હોય તે પછી તે બીજે કર્યે સ્થળે વર્તે ? તે વિચારવા યેાગ્ય છે. તેવું તો બીજું કોઈ સ્થળ સંભવતું નથી, ત્યારે સર્વ મહત્ પ્રભાવજોગના અભાવ થશે. પૂર્ણ આત્મસ્વરૂપનું પ્રાપ્ત થવું એ અભાવરૂપ નથી, તે પછી મહત્ એવા પ્રભાવજોગના અભાવ તે કયાંથી હોય? અને જો કદાપિ એમ કહેવામાં આવે કે આત્મસ્વરૂપનું પૂર્ણ પ્રાપ્તપણું તે ઘટે છે, મહત્ પ્રભાવજોગનું પ્રાપ્તપણું ઘટતું નથી, તે તે કહેવું એક વિસંવાદ સિવાય ખીજું કંઈ નથી; કારણ કે તે કહેનાર શુદ્ધ આત્મસ્વરૂપના મહત્ત્પણાથી અત્યંત હીન એવા પ્રભાવજોગને મહત્ જાણું છે, અંગીકાર કરે છે; અને તે એમ સૂચવે છે કે તે વક્તા આત્મસ્વરૂપના જાણનાર નથી. તે આત્મસ્વરૂપથી મહત્ એવું કંઈ નથી. એવા આ સૃષ્ટિને વિષે કોઈ પ્રભાવજોગ ઉત્પન્ન થયા નથી, છે નહીં, અને થવાના નથી કે જે પ્રભાવજોગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હેાય; તથાપિ તે પ્રભાવજોગને વિષે વર્તવામાં આત્મસ્વરૂપને કંઈ કર્તવ્ય નથી, એમ તે છે; અને જો તેને તે પ્રભાવજોગને વિષે કંઈ કર્તવ્ય ભાસે છે તે તે પુરુષ આત્મસ્વરૂપના અત્યંત અજ્ઞાનને વિષે વર્તે છે, એમ જાણીએ છીએ. કહેવાના હેતુ એમ છે કે સર્વ પ્રકારના પ્રભાવજોગ આત્મારૂપ મહાભાગ્ય એવા તીર્થંકરને વિષે ઘટે છે, હાય છે, તથાપિ તેને વિકાસવાના એક અંશ પણ તેને વિષે ઘટતા નથી; સ્વાભાવિક કોઈ પુણ્યપ્રકારવશાત્ સુવર્ણવૃષ્ટિ ઇત્યાદિ થાય એમ કહેવું અસંભવિત નથી; અને તીર્થંકરપદને તે ખાધરૂપ નથી. જે તીર્થંકર છે, તે આત્મસ્વરૂપ વિના અન્ય પ્રભાવાદિને કરે નહીં, અને જે કરે તે આત્મારૂપ એવા તીર્થંકર કહેવા યોગ્ય નહીં; એમ જાણીએ છીએ, એમ જ છે. જિનનાં કહેલાં શાસ્ત્રો જે ગણાય છે, તેને વિષે અમુક ખેલ વિચ્છેદ ગયાનું કથન છે, અને તેમાં મુખ્ય એવા કેવળજ્ઞાનાદિ દશ ખેલ છે; અને તે દશ બાલ વિચ્છેદ્ર દેખાડવાના આશય આ કાળને વિષે ‘સર્વથા મુક્તપણું ન હોય” એમ બતાવવાના છે. તે દેશ ખેલ પ્રાપ્ત હોય, અથવા એક ખેલ તેમાંના પ્રાપ્ત હોય તે તે ચરમશરીરી જીવ કહેવા ઘટે એમ જાણી, તે વાત વિચ્છેદ્યરૂપ ગણી છે, તથાપિ તેમ એકાંત જ કહેવા ચેાગ્ય નથી, એમ અમને ભાસે છે, એમ જ છે. કારણ કે ક્ષાયિક સમકિતને એને વિષે નિષેધ છે, તે ચરમશરીરીને જ હાય એમ તે ઘટતું નથી; અથવા તેમ એકાંત નથી. મહાભાગ્ય એવા શ્રેણિક ક્ષાયિક સમકિતી છતાં ચરમશરીરી નહેાતા એવું તે જ જિનશાસ્રોને વિષે કથન છે. જિનકલ્પીવિહાર વ્યવદ, એમ શ્વેતાંખરનું કથન છે; દિગંખરનું કથન નથી. સર્વથા મેાક્ષ થવા' એમ આ કાળે અને નહીં એમ ધ્યેયના અભિપ્રાય છે; તે પણ અત્યંત એકાંતપણે કહી શકાતા નથી. ચરમશરીરીપણું જાણીએ કે આ કાળમાં નથી, તથાપિ અશરીરીભાવપણે આત્મસ્થિતિ છે તે તે ભાવનયે ચરમશરીરીપણું નહીં, પણ સિદ્ધપણું છે; અને તે અશરીરીભાવ આ કાળને વિષે નથી એમ અત્રે કહીએ, તો આ કાળમાં અમે પોતે નથી, એમ કહેવા તુલ્ય છે. વિશેષ શું કહીએ? એ કેવળ એકાંત નથી. કદાપિ એકાંત હા તાપણુ આગમ જેણે ભાખ્યાં છે, તે જ આશયી સત્પુરુષે કરી તે ગમ્ય કરવા ચેાગ્ય છે, અને તે જ આત્મસ્થિતિના ઉપાય છે. એ જ વિનંતિ. ગેાશળિયાને યથાયેાગ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy