________________
૩૪૬
શ્રીમદ્ રાજચંદ્ર હતાં, તેના પ્રત્યુત્તર તે કારણથી લખી શકાયા નથી. બીજા પણ જિજ્ઞાસુઓનાં પત્રો આ વખતમાં ઘણાં મળ્યાં છે. તેને માટે પણ ઘણું કરીને તેમ જ થયું છે.
હાલ જે ઉપાધિ પ્રાપ્તપણે વર્તે છે, તે જગ પ્રતિબંધ ત્યાગવાને વિચાર જે કરીએ તે તેમ થઈ શકે એમ છે; તથાપિ તે ઉપાધિગના વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે, તે તે જ પ્રકારે વેદવા સિવાયની બીજી ઈચ્છા વર્તતી નથી, એટલે તે જ જગે તે પ્રારબ્ધ નિવૃત્ત થવા દેવું યેચ છે, એમ જાણીએ છીએ. અને તેમ સ્થિતિ છે.
શાસ્ત્રોને વિષે આ કાળને અનુક્રમે ક્ષીણપણું યેગ્ય કહ્યો છે, અને તે પ્રકારે અનુક્રમે થયા કરે છે. એ ક્ષણપણું મુખ્ય કરીને પરમાર્થ સંબંધીનું કહ્યું છે. જે કાળમાં અત્યંત દુર્લભપણે પરમાથના પ્રાપ્તિ થાય તે કાળ દુષમ કહેવા યોગ્ય છે; જોકે સર્વ કાળને વિષે પરમાર્થપ્રાપ્તિ જેનાથી થાય છે, એવા પુરુષને જોગ દુર્લભ જ છે, તથાપિ આવા કાળને વિષે તે અત્યંત દુર્લભ હોય છે. જીવની પરમાર્થવૃત્તિ ક્ષીણ પરિણામને પામતી જતી હોવાથી તે પ્રત્યે જ્ઞાની પુરુષના ઉપદેશનું બળ ઓછું થાય છે, અને તેથી પરંપરાએ તે ઉપદેશ પણ ક્ષીણપણાને પામે છે, એટલે પરમાર્થ માર્ગ અનુક્રમે વ્યવચછેદ થવા જોગ કાળ આવે છે.
આ કાળને વિષે અને તેમાં પણ હમણાં લગભગના સેંકડાથી મનુષ્યની પરમાર્થવૃત્તિ બહુ ક્ષીણપણાને પામી છે, અને એ વાત પ્રત્યક્ષ છે. સહજાનંદસ્વામીના વખત સુધી મનુષ્યમાં જે સરળવૃત્તિ હતી, તે અને આજની સરળવૃત્તિ એમાં મોટો તફાવત થઈ ગયા છે. ત્યાં સુધી મનુષ્યની વૃત્તિને વિષે કંઈ કંઈ આજ્ઞાંકિતપણું, પરમાર્થની ઇચ્છા, અને તે સંબંધી નિશ્ચયમાં દ્રઢતા એ જેવાં હતાં તેવાં આજે નથી, તેથી તે આજે ઘણું ક્ષીણપણું થયું છે, જોકે હજુ આ કાળમાં પરમાર્થવૃત્તિ કેવળ વ્યવછંદપ્રાપ્ત થઈ નથી, તેમ સપુરુષરહિત ભૂમિ થઈ નથી, તે પણ કાળ તે કરતાં વધારે વિષમ છે, બહુ વિષમ છે, એમ જાણીએ છીએ.
આવું કાળનું સ્વરૂપ જોઈને મોટી અનુકંપા હદયને વિષે અખંડપણે વર્તે છે. જેને વિષે કોઈ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિને ઉપાય એ જે સર્વોત્તમ પરમાર્થ, તે સંબંધી વૃત્તિ કંઈ પણ વર્ધમાનપણને પ્રાપ્ત થાય, તે જ તેને પુરુષનું ઓળખાણ થાય છે, નહીં તે થતું નથી. તે વૃત્તિ સજીવન થાય અને કોઈ પણ જીવને – ઘણુ જીને – પરમાર્થ સંબંધી જે માર્ગ તે પ્રાપ્ત થાય તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે; તથાપિ તેમ થવું બહુ દુર્લભ જાણીએ છીએ. અને તેનાં કારણે પણ ઉપર જણાવ્યાં છે.
જે પુરુષનું દુર્લભપણું ચેથા કાળને વિષે હતું તેવા પુરુષને જોગ આ કાળમાં થાય એમ થયું છે, તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીવેને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે, એટલે તે પુરુષનું ઓળખાણ થવું અત્યંત વિકટ છે. તેમાં પણ જે ગૃહવાસાદિ પ્રસંગમાં તે પુરુષની સ્થિતિ છે, તે જઈ જીવને પ્રતીતિ આવવી દુર્લભ છે, અત્યંત દુર્લભ છે, અને કદાપિ પ્રતીતિ આવી તે તેમને જે પ્રારબ્ધપ્રકાર હાલ વર્તે છે, તે જોઈ નિશ્ચય રહે દુર્લભ છે, અને કદાપિ નિશ્ચય થાય તોપણું તેને સત્સંગ રહેવો દુર્લભ છે, અને જે પરમાર્થનું મુખ્ય કારણ તે તે તે છે. તે આવી સ્થિતિમાં જોઈ ઉપર જણાવ્યા છે જે કારણે તેને વધારે બળવાનપણે દેખીએ છીએ, અને એ વાત જોઈ ફરી ફરી અનુકંપા ઉત્પન્ન થાય છે.
ઈશ્વરેચ્છાથી જે કઈ પણ નું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તે તેમ . અને તે બીજેથી નહીં પણ અમથકી, એમ પણ અત્ર માનીએ છીએ. તથાપિ જેવી અમારી અનુકંપાસંયુક્ત ઈચ્છા છે, તેવી પરમાર્થ વિચારણું અને પરમાર્થપ્રાપ્તિ અને થાય તેવો કઈ પ્રકારે છે જેગ થયો છે, એમ અત્રે માનીએ છીએ. ગંગાયમુનાદિના પ્રદેશને વિષે અથવા ગુજરાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org