________________
૩૪૭
વર્ષ ર૫ મું દેશને વિષે જે આ દેહ ઉત્પન્ન થયે હોતત્યાં વર્ધમાનપણું પામ્યું હોત તો તે એક બળવાન કારણ હતું એમ જાણીએ છીએ; બીનું પ્રારબ્ધમાં ગ્રહવાસ બાકી ન હતી અને બ્રહ્મચર્ય, વનવાસ હોત તો તે બળવાન કારણ હતું, એમ જાણીએ છીએ. કદાપિ ગૃહવાસ બાકી છે તેમ હતા અને ઉપાધિmગરૂપ પ્રારબ્ધ ન હોત તો તે ત્રીજું પરમાર્થને બળવાન કારણ હતું એમ જાણીએ છીએ. પ્રથમ કહ્યાં તેવાં બે કારણો તો થઈ ચૂક્યાં છે, એટલે હવે તેનું નિવારણ નથી. ત્રીજું ઉપાધિ જોગરૂપ જે પ્રારબ્ધ તે શીધ્રપણે નિવૃત્ત થાય, વેદન થાય અને તે નિષ્કામ કરુણાના હેતુથી, તો તેમ થવું હજુ બાકી છે, તથાપિ તે પણ હજુ વિચારોગ્ય સ્થિતિમાં છે. એટલે કે તે પ્રારબ્ધને સહેજે પ્રતિકાર થઈ જાય એમ જ ઈચ્છાની સ્થિતિ છે, અથવા તો વિશેષ ઉદયમાં આવી જઈ થડા કાળમાં તે પ્રકારને ઉદય પરિસમાપ્ત થાય તો તેમ નિષ્કામ કરુણાની સ્થિતિ છે; અને એ બે પ્રકારમાં તે હાલ ઉદાસીનપણે એટલે સામાન્યપણે રહેવું છે એમ આત્મસંભાવના છે; અને એ સંબંધીને મેટો વિચાર વારંવાર રહ્યા કરે છે.
પરમાર્થ કેવા પ્રકારના સંપ્રદાયે કહે એ પ્રકાર જ્યાં સુધી ઉપાધિોગ પરિસમાપ્ત નહીં થાય ત્યાં સુધી મૌનપણામાં અને અવિચાર અથવા નિર્વિચારમાં રાખે છે, અર્થાત્ તે વિચાર હાલ કરવા વિષે ઉદાસપણું વર્તે છે.
આત્માકાર સ્થિતિ થઈ જવાથી ચિત્ત ઘણું કરીને એક અંશ પણ ઉપાધિોગ દવાને યોગ્ય નથી, તથાપિ તે તો જે પ્રકારે વેદવું પ્રાપ્ત થાય તે જ પ્રકારે વેદવું છે, એટલે તેમાં સમાધિ છે, પરંતુ પરમાર્થ સંબંધી કઈ કઈ જીને પ્રસંગ પડે છે, તેને તે ઉપાધિ જોગના કારણથી અમારી અનુકંપા પ્રમાણે લાભ મળતો નથી; અને પરમાર્થ સંબંધી કંઈ તમલિખિતાદિ વાર્તા આવે છે, તે પણ ચિત્તમાં માંડ પ્રવેશ થાય છે, કારણ કે તેને હાલ ઉદય નથી. આથી પત્રાદિ પ્રસંગથી તમ સિવાયના બીજા જે મુમુક્ષુ જીવે તેમને ઈચ્છિત અનુકંપાએ પરમાર્થવૃત્તિ આપી શકાતી નથી, એ પણ ચિત્તને ઘણી વાર લાગી જાય છે.
ચિત્ત બંધનવાળું થઈ શકતું નહીં હોવાથી જે જે સંસાર સંબંધે સ્ત્રી આદિરૂપે પ્રાપ્ત થયા છે, તે જીવોની ઈચ્છા પણ દૂભવવાની ઈચ્છા થતી નથી, અર્થાત્ તે પણ અનુકંપાથી અને માબાપાદિના ઉપકારાદિ કારણોથી ઉપાધિોગને બળવાન રીતે વેદીએ છીએ; અને જેની જેની જે કામના છે તે તે પ્રારબ્ધના ઉદયમાં જે પ્રકારે પ્રાપ્ત થવી સર્જિત છે, તે પ્રકારે થાય ત્યાં સુધી નિવૃત્તિ ગ્રહણ કરતાં પણ જીવ “ઉદાસીન રહે છે, એમાં કઈ પ્રકારનું અમારું સકામપણું નથી, અમે એ સર્વમાં નિષ્કામ જ છીએ એમ છે. તથાપિ પ્રારબ્ધ તેવા પ્રકારનું બંધન રાખવારૂપ ઉદય વર્તે છે; એ પણ બીજા મુમુક્ષુની પરમાર્થવૃત્તિ ઉત્પન્ન કરવાને વિષે રોધરૂપ જાણીએ છીએ.
જ્યારથી તમે અમને મળ્યા છે, ત્યારથી આ વાર્તા કે જે ઉપર અનુક્રમે લખી છે, તે જણાવવાની ઈચ્છા હતી, પણ તેને ઉદય તે તે પ્રકારમાં હતો નહીં, એટલે તેમ બન્યું નહીં, હમણાં તે ઉદય જણાવવા ગ્ય થવાથી સંક્ષેપે જણાવ્યો છે, જે વારંવાર વિચારવાને અર્થે તમને વચ્ચે છે. આ વિચાર કરી સુમપણે હદય નિર્ધાર રાખવા ગ્ય પ્રકાર એમાં લેખિત થયેલ છે. તમે અને શળિયા સિવાય આ પત્રની વિગત જાણવાને બીજા જોગ જીવ હાલ તમારી પાસે નથી, આટલી વાત સ્મરણ રાખવા લખી છે. કોઈ વાતમાં શબ્દોના સંક્ષેપણથી એમ ભાસી શકે એવું હોય કે અમને કોઈ પ્રકારની કંઈ હજુ સંસારસુખવૃત્તિ છે, તો તે અર્થ ફરી વિચારવા યોગ્ય છે. નિશ્ચય છે કે ત્રણે કાળને વિષે અમારા સંબંધમાં તે ભાસવું આરેપિત જાણવા ગ્ય છે, અર્થાત્ સંસારસુખવૃત્તિથી નિરંતર ઉદાસપણું જ છે. આ વાકયો કંઈ તમ સંબંધીને ઓછો નિશ્ચય અમ પ્રત્યે છે અથવા હશે તે નિવૃત્ત થશે એમ જાણી લખ્યાં નથી, અન્ય હેતુએ લખ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org