________________
૩૦.
શ્રીમદ્ રાજચંદ્ર પણ પતિવ્રતા એવી સ્ત્રીને પતિ પ્રત્યેને સ્નેહ તે પ્રધાનને વિષે પણ પ્રધાન એ ગણવામાં આવ્યો છે. તે સ્નેહ એવે પ્રધાનપ્રધાન શા માટે ગણવામાં આવ્યો છે? ત્યારે જેણે સિદ્ધાંત બળવાનપણે દર્શાવવા તે દૃષ્ટાંતને ગ્રહણ કર્યું છે, એ સિદ્ધાંતકાર કહે છે કે તે સ્નેહને એટલા માટે અમે પ્રધાનને વિષે પણ પ્રધાન ગણ્ય છે કે બીજાં બધાં ઘરસંબંધી (અને બીજા પણ) કામ કરતાં છતાં તે પતિવ્રતા એવી મહિલાનું ચિત્ત પતિને વિષે જ લીનપણે, પ્રેમપણે, સ્મરણ પણે, ધ્યાનપણે, ઈચ્છાપણે વર્તે છે, એટલા માટે.
પણ સિદ્ધાંતકાર કહે છે કે એ સ્નેહનું કારણ તે સંસારપ્રત્યયી છે, અને અત્ર તે તે અસંસારપ્રત્યયી કરવાને અર્થે કહેવું છે માટે તે સ્નેહ લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઈચ્છાપણે જ્યાં કરવા યંગ્ય છે, જ્યાં તે સ્નેહ અસંસાર પરિણામને પામે છે, તે કહીએ છીએ.
તે સ્નેહ તે પતિવ્રતારૂપ એવા મુમુક્ષુએ જ્ઞાની સંબંધી શ્રવણરૂપ જે ઉપદેશાદિ ધર્મ તેની પ્રત્યે તે જ પ્રકારે કરવા યોગ્ય છે; અને તે પ્રત્યે તે પ્રકારે જે જીવ વર્તે છે, ત્યારે “કાંતા એવા નામની સમકિત સંબંધી જે દ્રષ્ટિ તેને વિષે તે જીવ સ્થિત છે, એમ જાણીએ છીએ.
એવા અર્થને વિષે પૂરિત એવાં એ બે પદ છે તે પદ તે ભક્તિપ્રધાન છે, તથાપિ તે પ્રકારે ગૂઢ આશયે જીવનું નિદિધ્યાસન ન થાય તે ક્વચિત બીજું એવું પદ તે જ્ઞાનપ્રધાન જેવું ભાસે છે, અને તમને ભાસશે એમ જાણી તે બીજા પદને તેવા પ્રકારને ભાસ બાધ થવાને અર્થે ફરી પત્રની પૂર્ણતાએ માત્ર પ્રથમનું એક જ પદ લખી પ્રધાનપણે ભક્તિને જણાવી છે.
ભક્તિપ્રધાન દશાએ વર્તવાથી જીવન સ્વછંદાદિ દેષ સુગમપણે વિલય થાય છે, એ પ્રધાન આશય જ્ઞાની પુરુષોને છે.
તે ભક્તિને વિષે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ જે જીવને ઉત્પન્ન થઈ હોય છે તે તે ઘણું દેષથી નિવૃત્ત કરવાને ગ્ય એવી હોય છે. અલ્પ એવું જ્ઞાન, અથવા જ્ઞાનપ્રધાનદશા તે અસુગમ એવા માર્ગ પ્રત્યે, સ્વછંદાદિ દોષ પ્રત્યે, અથવા પદાર્થ સંબંધી ભ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે, ઘણું કરીને એમ હોય છે, તેમાં પણ આ કાળને વિષે તે ઘણુ કાળ સુધી જીવનપર્યત પણ જીવે ભક્તિપ્રધાન દશા આરાધવા યોગ્ય છે; એ નિશ્ચય જ્ઞાનીઓએ કર્યો જણાય છે. અમને એમ લાગે છે, અને એમ જ છે.)
હદયને વિષે જે મૂર્તિસંબંધી દર્શન કરવાની તમને ઈચ્છા છે, તેને પ્રતિબંધ કરનારી એવી પ્રારબ્ધ સ્થિતિ (તમને) છે, અને તે સ્થિતિને પરિપક્વ થવાને વિષે હજુ વાર છે; વળી તે મૂર્તિના પ્રત્યક્ષપણામાં તે હાલ ગૃહાશ્રમ વર્તે છે, અને ચિત્રપટને વિષે સંન્યસ્તાશ્રમ વર્તે છે, એ એક ધ્યાનને મુખ્ય એ બીજે પ્રતિબંધ છે, તે મૂર્તિથી તે આત્મસ્વરૂપ પુરુષની દશા ફરી ફરી તેનાં વાક્યાદિનાં અનુસંધાને વિચારવાને ગ્ય છે, અને તેનું તે હદયદર્શનથી પણ મોટું ફળ છે. આ વાતને અત્ર સંક્ષેપ કરવી પડે છે.
“ભૃગી ઈલિકાને ચટકાવે, તે ભંગી જગ જેવે રે.” એ વાક્ય પરંપરાગત છે. એમ થવું કઈ પ્રકારે સંભવિત છે, તથાપિ તે પ્રોફેસરનાં ગવેષણ પ્રમાણે ધારીએ કે તેમ થતું નથી, તે પણ અત્ર કંઈ હાનિ નથી, કારણકે દ્રષ્ટાંત તેવી અસર કરવાને
ગ્ય છે, તે પછી સિદ્ધાંતને જ અનુભવ કે વિચાર કર્તવ્ય છે. ઘણું કરીને એ દૃષ્ટાંત સંબંધી કોઈને જ વિકલ્પ હશે, એટલે તે દ્રષ્ટાંત માન્ય છે, એમ જણાય છે. લેકદ્રષ્ટિએ અનુભવગમ્ય છે, એટલે સિદ્ધાંતને વિષે તેનું બળવાનપણું જાણી મહતુ પુરુષો તે દ્રષ્ટાંત આપતા આવ્યા છે, અને કઈ પ્રકારે તેમ થવું સંભાવ્ય પણ જાણીએ છીએ. એક સમય પણ કદાપિ તે દ્રષ્ટાંત સિદ્ધ ન થાય એવું છે એમ ઠરે તે પણ ત્રણે કાળને વિષે નિરાબાધ, અખંડ–સિદ્ધ એવી વાત તેના સિદ્ધાંતપદની તે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org