________________
વર્ષ ૨૫ મું
૩૨૯ તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્યભાવને વિષે સ્થિર થતું નથી; સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તે કયાંય કહ્યું જતું નથી. ઘણુ માસ વીત્યાથી તમને લખી સંતોષ માનીએ છીએ.
નમસ્કાર વાંચશે. ભેદ રહિત એવા અમે છીએ.
૩૬૯ મુંબઈ, વૈશાખ વદ ૯, શુક્ર, ૧૯૪૮ બધુંય હરિને આધીન છે. પત્રપ્રસાદી પ્રાપ્ત થઈ છે. અત્ર સમાધિ છે. વિગતથી પત્ર હવે પછી, નિરૂપાયતાને લીધે લખી શકાતું નથી.
૩૭૦ મુંબઈ, વૈશાખ વદ ૧૧, રવિ, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે,
અવિચ્છિન્નપણે જેને વિષે આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી....ના પ્રણામ પહોંચે.
જેને વિષે ઘણા પ્રકારની પ્રવૃત્તિ વર્તે છે, એવા જોગને વિષે હાલ તે રહીએ છીએ. આત્મસ્થિતિ તેને વિષે ઉત્કૃષ્ટપણે વર્તતી જોઈ શ્રી....ના ચિત્તને પિતે પિતાથી નમસ્કાર કરીએ છીએ.
ઘણા પ્રકારે કરી સમાગમની અને બાહ્ય પ્રવૃત્તિના ગત્યાગની જેની ચિત્તવૃત્તિ કઈ પ્રકારે પણ વર્તે છે એવા જે અમે તે અત્યારે તે આટલું લખી અટકીએ છીએ.
૩૭૧ મુંબઈ, વૈશાખ વદ ૧૩, ભેમ, ૧૯૪૮ શ્રી કલેલવાસી જિજ્ઞાસુ શ્રી કુંવરજી પ્રત્યે, - નિરંતર જેને અભેદધ્યાન વર્તે છે, એવા શ્રી બોધપુરુષના યથાયોગ્ય વાંચશે.
અત્ર ભાવ પ્રત્યે તે સમાધિ વર્તે છે, અને બાહ્ય પ્રત્યે ઉપાધિગ વર્તે છે, તમારાં આવેલાં ત્રણ પત્રેિ પ્રાપ્ત થયાં છે, અને તે કારણથી પ્રત્યુત્તર લખ્યો નથી.
આ કાળનું વિષમપણું એવું છે કે જેને વિષે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તે જીવને વિષેથી લોકભાવના ઓછી થાય; અથવા લય પામે. લેકભાવનાના આવરણને લીધે પરમાર્થભાવના પ્રત્યે જીવને ઉલ્લાસપરિણતિ થાય નહીં, અને ત્યાં સુધી શેકસહવાસ તે ભવરૂપ હોય છે.
સત્સંગનું સેવન જે નિરંતરપણે ઇચ્છે છે, એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે જોગને વિરહ રહે ત્યાં સુધી દ્રઢભાવે તે ભાવના ઈરછી પ્રત્યેક કાર્ય કરતાં વિચારથી વર્તી, પોતાને વિષે લઘુપણું માન્ય કરી, પિતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઈરછી, સરળપણે વર્યા કરવું; અને જે કાર્યો કરી તે ભાવનાની ઉન્નતિ થાય એવી જ્ઞાનવાર્તા કે જ્ઞાનલેખ કે ગ્રંથનું કંઈ કંઈ વિચારવું રાખવું, તે યોગ્ય છે.
ઉપર જણાવી છે જે વાર્તા, તેને વિષે બાધ કરનારા એવા ઘણું પ્રસંગ તમ અને વતે છે. એમ જાણીએ છીએ. તથાપિ તે તે બાધ કરનારા પ્રસંગ પ્રત્યે જેમ બને તેમ સદુઉપગે વિચારી વર્તવાનું ઇચ્છવું, તે અનુક્રમે બને એવું છે. કેઈ પ્રકારે મનને વિષે સંતાપ પામવા ગ્ય નથી, પરષાર્થ જે કંઈ થાય તે કરવાની દૃઢ ઈચ્છા રાખવી યોગ્ય છે; અને પરમ એવું જે બેધસ્વરૂપ છે તેને જેને ઓળખાણ છે, એવા પુરુષે તે નિરંતર તેમ વર્યાના પુરુષાર્થને વિષે મુઝાવું યોગ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org