SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૫ મું ૩૨૧ A ૩૩૮ મુંબઈ, ફાગણ સુદ ૧૩, શુક્ર, ૧૯૪૮ અત્યંત પરિણામમાં ઉદાસીનતા પરિણમ્યા કરે છે. જેમ જેમ તેમ થાય છે, તેમ તેમ પ્રવૃત્તિ-પ્રસંગ પણ વધ્યા કરે છે. જે પ્રવૃત્તિને પ્રસંગ પ્રાપ્ત થશે, એમ નહીં ધારેલું તે પણ પ્રાપ્ત થયા કરે છે, અને એથી એમ માનીએ છીએ કે ઉતાવળે પૂર્વે નિબંધન કરેલાં એવા કર્મો નિવૃત્ત થવાને માટે ઉદયમાં આવે છે. ૩૩૯ મુંબઈ, ફાગણ સુદ ૧૪, ૧૯૪૮ કેઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યાં માટે અમારે દોષ છે. જ્યોતિષની આમ્નાય સંબંધી કેટલીક વિગત લખી તે વાંચી છે. ઘણો ભાગ તેને જાણવામાં છે. તથાપિ ચિત્ત તેમાં જરાય પ્રવેશ કરી શકતું નથી, અને તે વિષેનું વાંચવું, સાંભળવું કદાપિ ચમત્કારિક હય, તે પણ બોજારૂપ લાગે છે. થોડી પણ તેમાં રુચિ રહી નથી. અમને તે માત્ર અપૂર્વ એવા સતના જ્ઞાન વિષે જ રુચિ રહે છે. બીજું જે કંઈ કરવામાં આવે છે, કે અનુસરવામાં આવે છે, તે બધું આસપાસનાં બંધનને લઈને કરવામાં આવે છે. હાલ જે કંઈ વ્યવહાર કરીએ છીએ, તેમાં દેહ અને મનને બાહ્ય ઉપયોગ વર્તાવ પડે છે. આત્મા તેમાં વર્તત નથી. ક્વચિત્ પૂર્વકર્માનુસાર વર્તાવું પડે છે તેથી અત્યંત આકુળતા આવી જાય છે. જે કંઈ પૂર્વે નિબંધન કરવામાં આવ્યાં છે, તે કર્મો નિવૃત્ત થવા અર્થ, ભેળવી લેવા અર્થે, થોડા કાળમાં ભેળવી લેવાને અર્થે, આ વેપાર નામનું વ્યાવહારિક કામ બીજાને અર્થે સેવીએ છીએ. હાલ જે કરીએ છીએ તે વેપાર વિષે મને વિચાર આવ્યા કરેલ, અને ત્યાર પછી અનુકમે તે કામની શરૂઆત થઈ ત્યારથી તે અત્યાર સુધીમાં કામની દિન પ્રતિદિન કંઈ વૃદ્ધિ થયા કરી છે. અમે આ કામ પ્રેરેલું માટે તે સંબંધી બને તેટલું મજૂરી જેવું કામ પણ કર્યાનું રાખ્યું છે. કામની હવે ઘણી હદ વધી ગયેલી હોવાથી નિવૃત્ત થવાની અત્યંત બુદ્ધિ થઈ જાય છે. પણ બને દોષબુદ્ધિ આવી જવાને સંભવ; તે અનંત સંસારનું કારણ • • • • ને થાય એમ જાણી જેમ બને તેમ ચિત્તનું સમાધાન કરી તે મજૂરી જેવું કામ પણ કર્યા જવું એમ હાલ તે ધાર્યું છે. આ કામની પ્રવૃત્તિ કરતી વખતે જેટલી અમારી ઉદાસીન દશા હતી તેથી આજ વિશેષ છે. અને તેથી અમે ઘણું કરીને તેમની વૃત્તિને ન અનુસરી શકીએ એવું છે; તથાપિ જેટલું બન્યું છે તેટલું અનુસરણ તે જેમ તેમ ચિત્ત સમાધાન કરી રાખ્યા કર્યું છે. કોઈ પણ જીવ પરમાર્થને છે અને વ્યાવહારિક સંગમાં પ્રીતિ રાખે, ને પરમાર્થ પ્રાપ્ત થાય એમ તે કોઈ કાળે બને જ નહીં. આ કામની નિવૃત્તિ પૂર્વકર્મ જોતાં તે હાલ થાય તેવું દેખાતું નથી. આ કામ પછી “ત્યાગ એવું અમે તે જ્ઞાનમાં જોયું હતું અને હાલ આવું સ્વરૂપ દેખાય છે, એટલી આશ્ચર્યવાર્તા છે. અમારી વૃત્તિને પરમાર્થ આડે અવકાશ નથી, તેમ છતાં ઘણે ખરે કાળ આ કામમાં ગાળીએ છીએ; અને તેનું કારણ માત્ર તેમને દોષબુદ્ધિ ન આવે એટલું જ છે; તથાપિ અમારી વર્તના જ એવી છે, કે જીવ તેને જો ખ્યાલ ન કરી શકે તે તેટલું કામ કરતાં છતાં પણ દોષબુદ્ધિ જ રહ્યા કરે. ૩૪૦ મુંબઈ, ફાગણ સુદ ૧૫, રવિ, ૧૯૪૮ જેમાં ચાર પ્રશ્ન લખવામાં આવ્યાં છે તે, તથા સ્વાભાવિક ભાવ વિષે જિનને જે ઉપદેશ છે તે વિષે લખ્યું છે, તે પત્ર ગઈ કાલે પ્રાપ્ત થયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy