SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ શ્રીમદ્ રાજચંદ્ર ૩૩૫ મુંબઈ, ફાગણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે. નિરુપાયતાને ઉપાય કાળ છે. પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ, સમજવા વિષેની જે વિગત લખી છે, તે ખરી છે. એ વાત જ્યાં સુધી જીવના સમજ્યામાં આવતી નથી, ત્યાં સુધી યથાર્થ ઉદાસીન પરિણતિ પણ થવી કઠણ લાગે છે. “સપુરુષ કેમ નથી ઓળખવામાં આવતા ?” એ વગેરે પ્રશ્નો ઉત્તર સહિત લખી મોકલવાને વિચાર તે થાય છે, પણ લખવામાં ચિત્ત જેવું જોઈએ તેવું રહેતું નથી, અને તે વળી અપકાળ રહે છે, એટલે ધારેલું લખી શકાતું નથી. આત્માને ઉદાસ પરિણામ અત્યંત ભજ્યા કરે છે. એક અધ–જિજ્ઞાસ્ય-વૃત્તિવાળા પુરુષને એક પત્ર લખી. મેકલવા માટે આઠેક દિવસ પહેલાં લખ્યું હતું. પાછળથી અમુક કારણથી ચિત્ત અટકતાં તે પત્ર પડતર રહેવા દીધું હતું, જે વાંચવા માટે આપને બીડી આપ્યું છે. જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે, તે ધ્યાનાદિને ઈચ્છે નહીં, એ અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે. માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે, તે જ તે થાય છે, અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યેગ્ય છે. ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે. ચિત્તની સ્થિતિમાં જે વિશેષપણે લખાશે તે લખીશ. નમસ્કાર પહોંચે. ૩૩૬ મુંબઈ, ફાગણ સુદ ૧૧, બુધવાર, ૧૯૪૮ અત્રે ભાવસમાધિ છે. વિશેષ કરીને વૈરાગ્ય પ્રકરણમાં શ્રી રામે જે પિતાને વૈરાગ્યનાં કારણો લાગ્યાં તે જણાવ્યાં છે, તે ફરી ફરી વિચારવા જેવા છે. ખંભાત પત્રપ્રસંગ રાખવો. તેમના તરફથી પત્ર આવવામાં ઢીલ થતી હોય તે આગ્રહથી લખશો એટલે ઢીલ ઓછી કરશે. પરસ્પર કંઈ પૃચ્છા કરવાનું સૂઝે તે તે પણ તેમને લખશે. ૩૩૭ મુંબઈ, ફાગણ સુદ ૧૧, ગુરુ, ૧૯૪૮ ચિ. ચંદના સ્વર્ગવાસના ખબર વાંચી ખેદ થયે. જે જે પ્રાણીઓ દેહ ધારણ કરે છે, તે તે પ્રાણીઓ તે દેહનો ત્યાગ કરે છે, એમ આપણને પ્રત્યક્ષ અનુભવસિદ્ધ દેખાય છે, તેમ છતાં આપણું ચિત્ત તે દેહનું અનિત્યપણું વિચારી નિત્ય પદાર્થને માર્ગને વિષે ચાલતું નથી, એ શચનીય વાતને વારંવાર વિચાર કરવો યોગ્ય છે. મનને ધીરજ આપી ઉદાસી નિવૃત્ત કર્યો છૂટક છે. દિલગીરી ન કરતાં ધીરજથી તે દુઃખ સહન કરવું એ જ આપણે ધર્મ છે. આ દેહ પણ જ્યારે ત્યારે એમ જ ત્યાગવાને છે, એ વાત સ્મરણમાં આવ્યા કરે છે, અને સંસારપ્રતિ વૈરાગ્ય વિશેષ રહ્યા કરે છે. પૂર્વકર્મને અનુસરી જે કંઈ પણ સુખદુઃખ પ્રાપ્ત થાય તે સમાનભાવથી વેદવું એ જ્ઞાનીની શિખામણ સાંભરી આવી છે, તે લખી છે. માયાની રચના ગહન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy