________________
૩રર
શ્રીમદ્ રાજચંદ્ર લખેલાં પ્રશ્નો ઘણાં ઉત્તમ છે, જે મુમુક્ષુ જીવને પરમ કલ્યાણને અર્થે ઊગવા ગ્ય છે. તે પ્રશ્નોના ઉત્તર હવે પછી લખવાને વિચાર છે.
જે જ્ઞાન કરીને ભવાંત થાય છે, તે જ્ઞાન પ્રાપ્ત થવું જીવને ઘણું દુર્લભ છે. તથાપિ તે જ્ઞાન, સ્વરૂપે તે અત્યંત સુગમ છે, એમ જાણીએ છીએ. તે જ્ઞાન સુગમપણે પ્રાપ્ત થવામાં જે દશા જોઈએ છે, તે દશા પ્રાપ્ત થવી ઘણું ઘણું કઠણ છે; અને એ પ્રાપ્ત થવાનાં જે બે કારણ તે મળ્યા વિના જીવને અનંતકાળ થયાં રખડવું પડ્યું છે, જે બે કારણ મળે મોક્ષ હોય છે.
પ્રણામ.
૩૪૧ મુંબઈ, ફાગણ વદ ૪, ગુરુ, ૧૯૪૮ અહીંથી ગઈ કાલે પત્ર ૧ લખ્યું છે તે વાંચી ચિત્તને વિષે અવિક્ષેપ પણે રહેજો, સમાધિ રાખજે. તે વાર્તા ચિત્તમાં નિવૃત્ત કરવાને અર્થે આપને લખી છે, જેમાં તે જીવની અનુકંપા સિવાય બીજો હેતુ નથી. *
અમને તે ગમે તેમ હો તોપણ સમાધિ જ રાખ્યા કરવાની દ્રઢતા રહે છે. પિતાને જે કાંઈ આપત્તિ, વિટંબના, મુઝવણ કે એવું કાંઈ આવી પડે તેને માટે કોઈ પ્રત્યે દોષનું આપણું કરવાની ઈચ્છા થતી નથી. તેમ પરમાર્થદ્રષ્ટિએ જોતાં તે જીવને દોષ છે. વ્યાવહારિક દ્રષ્ટિએ જોતાં નહીં જે છે, અને જીવની જ્યાં સુધી વ્યાવહારિક દૃષ્ટિ હોય છે ત્યાં સુધી પારમાર્થિક દોષને ખ્યાલ આવ બહુ દુષ્કર છે.
આપના આજના પત્રને વિશેષ કરીને વાંચ્યું છે. તે પહેલાંનાં પાત્રોની પણ ઘણીખરી પ્રશ્નચર્ચા વગેરે ધ્યાનમાં છે. જે બનશે તે રવિવારે તે વિષે ટૂંકામાં કેટલુંક લખીશ.
મોક્ષનાં બે મુખ્ય કારણ કે તમે લખ્યાં છે, તે તેમ જ છે. તે વિષે પછી વિશેષ લખીશ.
૩૪ર મુંબઈ, ફાગણ વદ ૬, શનિ, ૧૯૪૮ અત્ર ભાવસમાધિ તે છે. લખે છે તે સત્ય છે. પણ એવી દ્રવ્યસમાધિ આવવાને માટે પૂર્વકર્મ નિવૃત્ત થવા દેવાં યોગ્ય છે.
દુષમકાળનું મોટામાં મોટું ચિહ્ન શું? અથવા દુષમકાળ કયે કહેવાય? અથવા ક્યાં મુખ્ય લક્ષણે તે ઓળખી શકાય ? એ જ વિજ્ઞાપન.
લિ. બોધબીજ.
૩૪૩
મુંબઈ, ફાગણ વદ ૭, રવિ, ૧૯૪૮
અત્ર સમાધિ છે. જે સમાધિ છે તે કેટલેક અંશે છે. અને જે છે તે ભાવસમાધિ છે.
૩૪૪ મુંબઈ, ફાગણ વદ ૧૦, બુધ, ૧૯૪૮ ઉપાધિ ઉદયપણે પ્રવર્તે છે. પત્ર આજે પહોંચ્યું છે. અત્યારે તે પરમપ્રેમે નમસ્કાર પહોંચે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org