SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ વર્ષ ૨૫ મું જગતના કલ્યાણને અર્થે પુરુષાર્થ કરવા વિષે લખ્યું તે તે પુરુષાર્થ કરવાની ઇચ્છા કેાઈ પ્રકારે રહે પણ છે, તથાપિ ઉદયને અનુસરીને ચાલવું એ આત્માની સહજ દશા થઇ છે, અને તેવા ઉદયકાળ હાલ સમીપમાં જણાતા નથી; તેા તે ઉદેરી આણવાનું અને એવી દશા અમારી નથી. ‘માગી ખાઈને ગુજરાન ચલાવશું; પણ ખેદ નહીં પામીએ; જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે' આ ભાવાર્થનું જે વચન લખ્યું છે, તે વચનને અમારા નમસ્કાર હે ! એવું જે વચન તે ખરી જોગ્યતા વિના નીકળવું સંભવિત નથી. “જીવ એ પુદ્ગલીપદાર્થ નથી, પુદ્ગલ નથી, તેમ પુદ્ગલને આધાર નથી, તેના રંગવાળે નથી; પોતાની સ્વરૂપસત્તા સિવાય જે અન્ય તેને તે સ્વામી નથી, કારણ કે પરની ઐશ્વર્યતા સ્વરૂપને વિષે હેાય નહીં. વસ્તુત્વધર્મે જોતાં તે કોઇ કાળે પણ પરસંગી પણ નથી.’” એ પ્રમાણે સામાન્ય અર્થ ‘જીવ નવિ પુગ્ગલી' વગેરે પદાના છે, દુઃખસુખરૂપ કરમ ફળ જાણે!, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે.' ( શ્રી વાસુપૂજ્ય—સ્તવન, આનંદઘનજી) ૩૨૩ અત્ર સમાધિ છે. પૂર્ણજ્ઞાને કરીને યુક્ત એવી જે સમાધિ તે વારંવાર સાંભરે છે. પરમસત્ નું ધ્યાન કરીએ છીએ. ઉદાસપણું વર્તે છે. ૩૨૪ મુંબઈ, માહ વદ ૪, બુધ, ૧૯૪૮ ચા તરફ્ ઉપાધિની જ્વાલા પ્રજ્વલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે, અને એ વાત તે પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઇ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્ત્યા જ કરે છે, એવા અનુભવ છે. મુંબઇ, માહ વદ ૨, રિવ, ૧૯૪૮ આત્મભાવ યથાર્થ જેને સમન્વય છે, નિશ્ચલ રહ્યું છે, તેને એ સમાધિ પ્રાપ્ત હેાય છે. સમ્યક્દર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ; અને તે અનુભવ છે. Jain Education International —કેવી અદ્ભુત દશા ? જેવે! સમજાય તેવેા યેાગ્ય લાગે તે અર્થ લખશે. ૩૨૫ જબહીતેં ચેતન વિભાવસેાં ઉટિ આપુ, સમૈ પાઈ અપના સુભાવ ગહિ લીના હૈ; તબહીતે જો જો લેનેજોગ સા સા સખ લીના, જો જો ત્યાગજોગ સેા સે। સખ છાંડી દીનેા હૈ; લેવેકે ન રહી ઠાર, ત્યાગીવેકે નાહીં આર, આકી કહા ઉખાં જુ, કારજ નવીના હૈ; સંગત્યાગી, અંગત્યાગી, વચનતરંગત્યાગી, મનત્યાગી, બુદ્ધિત્યાગી, આપા શુદ્ધ કીને હૈ.” For Private & Personal Use Only મુંબઇ, માહ વદ ૯, સેામ, ૧૯૪૮ પ્રણામ પહોંચે. www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy